Jharkhand Assembly Election 2024: ઝારખંડમાં થઈને રહેશે સત્તા પરિવર્તન, ચંપાઈએ હેમંતને આપ્યો ખુલ્લો પડકાર
Jharkhand Assembly Election 2024: ઝારખંડમાં ચાલુ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં સત્તા પર રહેલા મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકાર બાંગ્લાદેશીઓ ઘુષણખોરોના મુદ્દે સતત સવાલોના ઘેરામાં રહે છે.
ઝારખંડ મુક્તિ મોરચા છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને પણ મુખ્યમંત્રી હેમંત સોરેન પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે તેમણે હેમંત સોરેન સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનીને જ રહેશે.
ચંપાઈ સોરેને જણાવ્યું છે કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો હેમંત સોરેનના હાથમાં નથી. ઝારખંડમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવાનું કામ માત્ર ભાજપ જ કરી શકે છે.
ચંપાઈ સોરેને જણાવ્યું છે કે, ઝારખંડમાં આજે ઘૂસણખોરો એક મોટો મુદ્દો બની ગયો છે. સત્તામાં આવ્યા બાદ ભાજપ રાજ્યમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઉખાડી નાખશે. ચંપાઈ સોરેને હજારીબાગમાં આયોજિત ભાજપની પરિવર્તન મહારેલીમાં આ નિવેદન આપ્યું છે.

ચંપાઈ સોરેને જણાવ્યું હતું કે, ઝારખંડમાં અમારો સંઘર્ષ માત્ર સત્તા પરિવર્તન માટે નથી, પરંતુ જનતાને સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરીને અમારી દીકરી, માટી અને રોટી બચાવવાનો છે, પરંતુ હવે જનતા હેમંત સોરેનને ઓળખી ગઈ છે, અને જનતાએ તેમને હટાવવાનું મન બનાવી લીધું છે.
ચંપાઈ સોરેને જણાવ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં એટલા માટે જોડાયા છે. કારણ કે, તેમને ઝારખંડના લોકોની ચિંતા છે.
ઝારખંડ રાજ્યને સુધારવા માટે, મેં પ્રાદેશિક પાર્ટી છોડીને દેશની સૌથી મોટી પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો છે.
ઝારખંડ પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ઝારખંડના આદિવાસી લોકો મુશ્કેલીમાં છે, બાંગ્લાદેશીઓ આખા સંથાલ પરગણા પર કબજો જમાવી રહ્યા છે. હું પહેલા પ્રાદેશિક પાર્ટીમાં હતો, પરંતુ રાજ્યની સ્થિતિ જોઈને હું દેશની સૌથી મોટી પાર્ટીમાં જોડાયો કારણ કે હું ઝારખંડને સુધારવા માંગુ છું.
બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે ચંપાઈ સોરેને જણાવ્યું હતું કે, મેં અગાઉ કહ્યું હતું કે, શાહમૃગની જેમ રેતીમાં માથું દાટી દેવાથી સત્ય બદલાતું નથી. આદિવાસીઓના અસ્તિત્વ પર આવી રહેલા આ સંકટમાં અને આપણી માટી, દીકરી અને રોટી બચાવવાના આ સંઘર્ષમાં સમાજે એક થવાની જરૂર છે.
बांग्लादेशी घुसपैठियों को भगाने का काम सिर्फ और सिर्फ भाजपा ही कर सकती है।
— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 3, 2024
-श्री @ChampaiSoren जी, पूर्व मुख्यमंत्री pic.twitter.com/aK87cyO2hq












Click it and Unblock the Notifications
