For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડઃ ભાજપની પહેલી યાદી જાહેર, 10 ધારાસભ્યોના પત્તા કપાયા

ઝારખંડઃ ભાજપની પહેલી યાદી જાહેર, 10 ધારાસભ્યોના પત્તા કપાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે પહેલી યાદી જાહેર કરી દીધી. ભાજપે પહેલી યાદીમાં કુલ 52 ઉમેદવારોની ઘોષણા કરી છે. ભાજપે 30 ધારાસભ્યોને ટિકિટ આપી છે જ્યારે 10ની ટિકિટ કાપી છે. અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીની કેન્દ્રીય કાર્યાલયમાં પીસી કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી. જ્યારે અત્યાર સુધી સહયોગી પાર્ટીઓને આપવામાં આવનાર સીટને લઈ કેટલીય જાણકારી સામે આવી નથી.

jp nadda

આ યાદીમાં જમશેદપુરથી સીએણ રઘુવર સાદ, ચક્રધરપુર- લક્ષ્મણ ગિલુઆ, રાજમહલથી અનંત ઓઝા, બોરિયાથી સૂર્યા હાસંદા, લિટ્ટી પાડાથી ધન્યાલ કિસ્કો, બરાલથી સાઈમન બોલટૂ, મહેશપુરથી મિસ્ત્રી સોરેન, જામતારાથી બિરેન્દ્ર મંડલ, દુમકાથી લુઈસ મરાંડી, કોડરમાથી નિરા યાદવ, બરહાઈથી મનોજ યાદવ, ચતારાથી જનાર્ધન પાસવાન, જમુઆથી કેદાર હજારા, ગિરિડીહથી નિર્ભય શાહ, સિંદરીથી ઈન્દ્રજીત મહતો, બહરાગોડાથી કૃણાલ ષાડંગી, પોટકાથી મેનકા શ્રદ્ધા, ઈચાગઢથી સાધુચરણ મહતો, મનોહરપુરથી ગુરુવરણ મહતો, રાંચીથી સીપી સિંહને ટિકિટ મળી છે.

જ્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરતા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સર્વસંમતિથી ફેસલો લેવામાં આવ્યો. સમાજના તમામ વર્ગોએ તેનું સ્વાગત કર્યું અને સૌહાર્દતા પૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે હુ 130 કરોડ જનતાનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીજીના નેતૃત્વમાં લાંબા સમયથી અટકેલા વિષયો પછી તે આર્ટિકલ 370 હોય, જીએસટી હોય કે પછી ટ્રિપલ તલાક હોય, તેમને નિર્ણાયક વળાંક પર લાવવાનું કામ થયું છે.

જેપી નડ્ડાએ કહ્યું કે ઝારખંડમાં ઘણો સકારાત્મક સહયોગનું વાતાવરણ જોવા મળે છે. સમાજના તમામ વોર્ગોનું સમર્થન રઘુવર દાસજીને મળી રહ્યું છે. પાછલા પાંચ વર્ષોમાં ભાજપની સરકારને કારણે ચેન્જ જોવા મળ્યો છે, માટે લોકોનું સમર્થન ઉભરી આવ્યું છે. ઝારખંડમાં રઘુવર દાસ જીના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર રોકવામાં આવ્યો છે. આ કારણે પ્રદેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. પીએમ મોદીજીના રાષ્ટ્રીય નેતૃત્વમાં તમામ સરકારી યોજનાઓના માધ્યમથી ઝારખંડની તસ્વીર અને તકદીર બદલી છે. આ કારણે ઝારખંડમાં આપણે બહુ સારી રીતે સરકાર બનાવશું તેવો અમારો વિશ્વાસ છે.

અગાઉ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરના દિલ્હી સ્થિત આવાસ પર ગત ગુરુવારે ઝારખંડ કોર કમિટીની બેઠક મળી હતી. જે બાદ મોડી રાત સુધી ભાજપના અધ્યક્ષ અમિત શાહના આવાસ પર પણ મુખ્યમંત્રી રઘુવીર દાસ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા વગેરેની હાજરીમાં બેઠક ચાલી. જેમાં સહયોગીઓની સાથે સીટ શેરિંગને લઈ ચર્ચા થઈ.

ઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશેઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે

English summary
jharkhand assembly elections 2019: bjp declare their first list of candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X