Jharkhand Election 2024 : ઝારખંડના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે.
ઝારખંડમાં મતદાન પહેલા ઘણા સર્વે સામે આવ્યા છે. હાલમાં જ સામે આવેલા મેટરાઈઝ સર્વેમાં મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદનો ખુલાસો થયો છે.

ઝારખંડની જનતાએ ઝારખંડના મુખ્યમંત્રી પદ માટે પોતાની પસંદગી જાહેર કરી છે. મેટરાઇઝ સર્વેમાં લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઝારખંડમાં આ ચૂંટણી બાદ તેઓ કયા નેતાને મુખ્યમંત્રી પદ પર જોવા માંગે છે?
મેટરાઇઝ સર્વે અનુસાર, જનતાએ બાબુલાલ મરાંડીને મુખ્યમંત્રી પદ માટે પ્રથમ પસંદ જાહેર કર્યા છે. હેમંત સોરેન પાછળ હોવાનું જણાય છે. ઝારખંડમાં મતદાન પહેલા સર્વેનો આ ખુલાસો ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યો છે. બાબુલાલ મરાંડી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
આ સર્વે ઝારખંડમાં 15 ઓક્ટોબરથી 9 વેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો. સર્વેમાં 44 ટકા લોકોએ બાબુલાલ મરાંડીને મુખ્યમંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી, જ્યારે સર્વેમાં 30 ટકા લોકોએ હેમંત સોરેનને પસંદ કર્યા.
સર્વે અનુસાર, બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન 45 થી 50 સીટો જીતી શકે છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળ ઈન્ડિયા બ્લોક 18 થી 25 બેઠકો જીતી શકે છે, જ્યારે અન્ય પક્ષોને સંભવિત રીતે 2 થી 5 બેઠકો મળી શકે છે.
વોટ શેરની વાત કરીએ તો એનડીએને 53 ટકાથી વધુ વોટ શેર મળવાની ધારણા છે, જ્યારે જેએમએમ-કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનનો સંયુક્ત વોટ શેર લગભગ 27.9 ટકા હોઈ શકે છે. અન્ય પક્ષોને 18.9 ટકા વોટ શેર મળવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
