Jharkhand : આખરે હેમંત સોરેનનું રાજીનામું, આ વ્યક્તિને રાજ્યની કમાન સોંપાઈ

અટકળો વચ્ચે ઝારખંડની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને પદ પરથી રાજીનામું આપી દીધુ છે.000000000

જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનની ધરપકડ વચ્ચે ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે.

Hemant Soren

ઝારખંડના સીએમ હેમંત સોરેન રાજભવન પહોંચ્યા અને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ED ની ટીમ કથિત જમીન કૌભાંડના સંબંધમાં હેમંત સોરેનની સતત પૂછપરછ કરી રહી છે. દરમિયાન એવી આશંકા છે કે હેમંત સોરેનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

ED દ્વારા પૂછપરછ પછી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા અને રાજીનામું આપ્યું. સમગ્ર ઘટના પર કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ઠાકુરે કહ્યું કે, સીએમ હેમંત સોરેને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અમારી સાથે છે.

ઝારખંડના મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યુ કે, અમે ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. અમે રાજ્યપાલને શપથ સમારોહ માટે વિનંતી કરવા રાજભવન આવ્યા હતા.

તપાસ એજન્સીએ હેમંત સોરેનની છ કલાકથી વધુ પૂછપરછ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. અહેવાલો અનુસાર ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેમંત સોરેનની ધરપકડના ડર વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યોને અન્ય સ્થળે લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઝારખંડના રાજ્યપાલ રાત્રે 9 થી 9.30 વાગ્યાની વચ્ચે જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યોને મળશે.

બીજી તરફ રાંચીમાં રાજભવનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રાજભવન, મુખ્યમંત્રી નિવાસસ્થાન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, આ પહેલા હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સામે સતામણીનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હેમંત સોરેને તપાસ એજન્સીના અધિકારીઓ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આરોપ છે કે અધિકારીઓએ તેને અને તેના સમગ્ર સમુદાયને પરેશાન કરવાનો અને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X