Jharkhand : ઝારખંડ નવી સરકાર પર 5 ફેબ્રુઆરી સુધી સંકટ, 37 વિધાયકો હાલ સિક્યુરિટીમાં
હેમંત સોરેન વિરૂદ્ધ ઈડીની કાર્યવાહી બાદ ઝારખંડમાં રાજકિટ ઉથલપાથલ ચાલી રહી છે. આ ઉથલપાથલ વચ્ચે નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને શપથ લ લીધા છે અને હવે ફ્લોર ટેસ્ટ થશે.
નવા મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે પરંતુ આ સરકાર પર હજુ ખતરો છે. કેન્દ્રની બીજેપી સરકાર આ સરકારને પાડી દેવા માટે કોઈપણ હદે જઈ શકે છે.

શુક્રવારે શપથગ્રહણ બાદ જેએમએમ અને ગઠબંધનમાં સામેલ તમામ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. જ્યાં તેની કડક સુરક્ષા કરાઈ રહી છે. આ દરમિયાન સોમવારે 5 ફેબ્રુઆરીએ ઝારખંડ સરકારે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાની છે.
વિશ્વાસ મત પહેલા ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના કોઈપણ પ્રયાસોને રોકવા મહાગઠબંધને તેના તમામ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલ્યા છે. ચંપાઈ સોરેને શુક્રવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ JMM, કોંગ્રેસ અને RJD ગઠબંધનના 37 ધારાસભ્યો હૈદરાબાદ પહોંચી ગયા છે. અહીં તે લિયોનિયા રિસોર્ટમાં રોકાયા છે.
ચંપાઈ સોરેન ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીના સત્યાનંદ ભોક્તાએ પણ શુક્રવારે શપથ લીધા હતા. બંને નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.
જેએમએમના નેતૃત્વવાળા મહાગઠબંધનને 5 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. ચંપાઈ સોરેને રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે.
બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચામાં બળવો શરૂ થઈ ગયો છે. સાહિબગંજ જિલ્લાના બોરિયો વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય લોબીન હેમબ્રેમનો એક વીડિયો સામે આવ્યો છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ પાર્ટી છોડવાની વાત કરી રહ્યા છે. આ ઉપરાંત બિશુનપુરથી જેએમએમના ધારાસભ્ય ચમરા લિન્ડા પણ નારાજ હોવાનું કહેવાય છે.
ઝારખંડમાં કુલ 81 વિધાનસભા સીટો છે. આવી સ્થિતિમાં બહુમત સાબિત કરવા માટે સરકાર પાસે 41 ધારાસભ્યો હોવા જોઈએ. જો આપણે પક્ષો વચ્ચે ધારાસભ્યોની સંખ્યા વિશે વાત કરીએ તો, JMM પાસે કુલ 29 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 17 અને આરજેડી પાસે માત્ર એક ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં ઝારખંડના સત્તાધારી મહાગઠબંધન પાસે ધારાસભ્યોની સંખ્યા 47 છે.
મહાગઠબંધનને ડાબેરી પક્ષના ધારાસભ્ય વિનોદ સિંહનું સમર્થન પણ છે. અહીં જો આપણે વિરોધ પક્ષોની સંખ્યાની વાત કરીએ તો ભાજપ પાસે 26, AJSU પાસે ત્રણ અને અપક્ષ અને અન્ય પાસે 3 ધારાસભ્યો છે.












Click it and Unblock the Notifications
