Ramdas Soren: રામદાસ સોરેને ઝારખંડના કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ, ચંપઈ સોરેનની લીધી જગ્યા

Ramdas Soren: ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ઘાટશિલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રામદાસ સોરેને શુક્રવારે (30 ઓગસ્ટ) ઝારખંડમાં હેમંત સોરેનની સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ચંપઈ સોરેનની જગ્યા લીધી છે. ચંપઈ સોરેન આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા જઈ રહ્યા છે.

ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે ધારાસભ્ય રામદાસ સોરેનને શપથ લેવડાવ્યા છે. ચંપઈ સોરેનના રાજીનામા બાદ રામદાસ સોરેને હેમંત કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે રામદાસ સોરેન ઝારખંડ સરકારનો ભાગ બનવા જઈ રહ્યા છે.

Ramdas Soren

રામદાસ સોરેન પણ ચંપઈ સોરેનની જેમ સંથાલ આદિવાસી સમુદાયના છે. કોલ્હાન પ્રદેશમાં તેમનો ઘણો પ્રભાવ છે. રામદાસ સોરેન ઘાટસિલાથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હેમંત સોરેન પોતાની કેબિનેટમાં રામદાસ સોરેનને સ્થાન આપીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઝારખંડના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન તેમના પુત્ર બાબુલાલ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. રાંચીના શહીદ મેદાનમાં બપોરે 3 વાગે ચંપાઈ સોરેનનો બીજેપી મેમ્બરશિપ ઇન્ડક્શન પ્રોગ્રામ યોજાશે. ચંપાઈ સોરેન પણ અહીં શક્તિ પ્રદર્શન કરશે.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપઈ સોરેને 27 ઑગસ્ટના રોજ ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનો નિર્ણય કેમ લીધો છે. ચંપઈ સોરેને કહ્યું, "ગયા અઠવાડિયે (18 ઓગસ્ટ) મેં એક પત્ર દ્વારા ઝારખંડ સહિત સમગ્ર દેશના લોકો સમક્ષ મારા વિચારો વ્યક્ત કર્યા હતા. આ પછી હું ઝારખંડના લોકોને મળતો રહ્યો અને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરતો રહ્યો. કોલ્હાન લોકો આ વિસ્તારના દરેક પગલા પર મારી પડખે ઊભા રહ્યા અને મેં નિવૃત્તિનો વિકલ્પ નકારી કાઢ્યો."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X