For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભાજપશાસિત રાજ્યમાં હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે દારૂ

રાજ્યમાં કરિયાણાની દુકાનમાં દારૂના વેચાણનો પ્રસ્તાવ ઝારખંડ આબકારી વિભાગે મૂક્યો છે. કરિયાણાની દુકાનોમા દારૂના વેચાણના પ્રસ્તાવને મંજૂરી માટે મુખ્યમંત્રી કાર્યાલય મોકલવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં કરિયાણાની દુકાનમાં દારૂના વેચાણનો પ્રસ્તાવ ઝારખંડ આબકારી વિભાગે મૂક્યો છે. કરિયાણાની દુકાનોમા દારૂના વેચાણના પ્રસ્તાવને મંજૂરી માટે મુખ્યમંત્રી કાર્યાલય મોકલવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સીએમઓએ અમુક સવાલો સાથે આબકારી વિભાગને ફાઈલ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં ઝારખંડ સરકારે પોતાની આબકારી નીતિઓમાં બે વાર સુધારો કર્યો છે.

આબકારી વિભાગ લઈને આવ્યુ પ્રસ્તાવ

આબકારી વિભાગ લઈને આવ્યુ પ્રસ્તાવ

મુખ્યમંજ્ઞત્રી સચિવાલયે સિટી કાઉન્સિલર અને નગર પંચાયતોની કરિયાણાની દુકાનોમાં દારૂ વેચવાની જરૂરિયાતની સમીક્ષા કરીને ફરીથી પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો છે. પહેલા ઝારખંડમાં દારૂ લાયસન્સની હરાજી દ્વારા વેચવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે આબકારી નીતિમાં ફેરફાર કર્યો. વર્ષ 2017માં ભાજપ સરકારે સરકારી દુકાનોના માધ્યમથી દારૂના વેચાણની શરૂઆત કરી.

રાજસ્વ વસૂલી માટે રાખવામાં આવ્યુ લક્ષ્ય

રાજસ્વ વસૂલી માટે રાખવામાં આવ્યુ લક્ષ્ય

આ પગલાંથી રાજસ્વમાં કોઈ ખાસ ફાયદો ન મળ્યો. રાજસ્વ વસૂલીના મામલે અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ ઝારખંડ સરકારે ફરીથી આબકારી નીતિમાં સુધારો કર્યો. ત્યારબાદ સરકારે એક એપ્રિલ, 2019થી દારૂની દુકાનોની હરાજી પણ શરૂ કરી દીધા. હવે આબકારી વિભાગના નવા પ્રસ્તાવ મુજબ કરિયાણાની દુકાનોને લાયસન્સ આપીને પંચાયત સ્તર પર પણ દારૂની દુકાનો ખોલી શકાય છે.

આ પણ વાંચોઃ Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયાઆ પણ વાંચોઃ Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા

તો.. કરિયાણા દુકાનદાર લાયસન્સ લઈને વેચી શકશે દારૂ!

તો.. કરિયાણા દુકાનદાર લાયસન્સ લઈને વેચી શકશે દારૂ!

આ રીતે રાજ્ય સરકારે દારૂના વેચાણ માટે રાજસ્વ મેળવવાનું લક્ષ્ય રાખ્યુ છે. રાજ્ય સરકારે દર વર્ષે 1500 કરોડનુ રાજસ્વ મેળવવાનું લક્ષ્ય રાખ્યુ છે. આ પ્રસ્તાવમાં ઝારખંડના બધી નગર નિગમોમાં વાર્ષિક 30 લાખ રૂપિયાનું જીએસટી રિટર્ન ભરનારા કરિયાણા દુકાનદારોને દારૂ વેચવાની અનુમતિ આપવાની વાત કહેવામાં આવી છે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા હાદ રાજ્યના બધા શહેરી વિસ્તારોના પરચૂરણ કે કરિયાણા દુકાનદાર લાયસન્સ લઈને બીયર કે દારૂનુ છૂટક વેચાણ કરી શકશે.

English summary
jharkhand: Liquor sale from grocery shops proposed in bjp ruled state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X