વિપક્ષી નેતાઓની બેઠક પહેલા જીતનરામ માંઝીએ સમર્થન પાછુ ખેંચ્યુ, બીજેપી સાથે જઈ શકે છે
2024 લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર તમામ વિપક્ષી નેતાઓને એક મંચ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે તેમને બિહારમાંથી જ મોટો ઝટકો મળ્યો છે. હિંદુસ્તાન આવામ મોરચાના નેતા જીતનરામ માંઝીએ નીતિશ સરકારને આપેલુ સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત કરી છે.
પટનામાં 23 જૂને મહાગઠબંધનની બેઠક પહેલા વિપક્ષો માટે આ મોટો ઝટકો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમારથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને માંઝીની પાર્ટી હિંદુસ્તાન આવામ મોરચાએ જાહેરાત કરી દીધી છે.

જેડીયુને આપેલુ સમર્થન પાછું ખેંચ્યા બાદ હિંદુસ્તાન આવામ મોરચાના પ્રમુખ સંતોષ સુમને કહ્યું કે, તે બિહાર સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો પત્ર રાજ્યપાલને સોંપશે. સંતોષ સુમને જણાવ્યું કે, નીતીશ કુમાર આજે સાંજે સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો તેમનો પત્ર રાજ્યપાલને સોંપશે. રાજ્યપાલ પાસે સમય માંગવામાં આવ્યો છે.
જેડીયુમાંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ જીતનરામ માંઝી બીજેપી સાથે જોડાઈ શકે છે. જીતનરામ માંઝીએ આ માટે લગભગ આખી જમીન તૈયાર કરી દીધી છે.
તમને એ પણ જણાવી દઈએ કે, HAM કારોબારીની બેઠક પટનામાં જીતન માંઝીના સત્તાવાર આવાસ પર યોજાવા જઈ રહી છે. હિન્દુસ્તાની આવામ મોરચાએ ભાજપ સાથે ગઠબંધન કરવાનું મન બનાવી લીધું છે. આ માટે માંઝીએ મહાગઠબંધન પાસે 5 સીટોની માંગણી કરી હતી. કારોબારીની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન માટે સર્વસંમતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
