શ્રીનગરની રહેવાસી શેહલા રાશીદ વિશે જાણો ખાસ વાતો

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે તેવુ કહેનાર શેહલા રાશિદ વિશે જાણો ખાસ વાતો.

જેએનયુ છાત્રા અને પૂર્વ છાત્ર સંઘ લીડર શેહલા રાશિદ કાશ્મીર પર કરવામાં આવેલા એક પછી એક વિવાદિત ટ્વીટ બાદ સતત ઘેરાતી જોવા મળી રહી છે. સેનાએ શેહલાના આરોપોને ફગાવી દઈને તેને તથ્યહીન ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ ખરાબ હોવાનો દાવો કરીને શેહલાએ રવિવારે 10 ટ્વીટ કર્યા હતા. આ દરમિયાન તેની સામે સુપ્રીમ કોર્ટમાં વકીલ આલોક શ્રીવાસ્તવે જૂઠાણુ ફેલાવવા અને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને ગુનાહિત ફરિયાદ નોંધાવી છે. અરજીકર્તાએ છાત્ર નેતાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

કાશ્મીર પર નકલી ટ્વીટ કરીને ઘેરાઈ શેહલા રાશિદ

કાશ્મીર પર નકલી ટ્વીટ કરીને ઘેરાઈ શેહલા રાશિદ

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદથી જ તે સતત ટ્વીટર પર સરકાર સામે સક્રિય છે. રવિવારે શેહલામાં એક બાદ એક ફેક ટ્વીટ કરીને દાવો કર્યો કે કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે. સેના અને પોલિસના લોકો સામાન્ય નાગરિકોના ઘરમાં ઘૂસી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે. તેમણે શોપિયાંમાં સુરક્ષાબળો દ્વારા અમુક લોકોને બળજબરીથી ધરપકડ કરવા અને ટૉર્ચર કરવાનો આરોપ પણ લગાવ્યો જેનુ સેનાએ આજે જોરદાર ખંડન કર્યુ છે.

કોણ છે શેહલા રાશિદ શોરા

કોણ છે શેહલા રાશિદ શોરા

ઉલ્લેખનીય છે કે શેહલા રાશીદ શોરા મૂળ રીતે શ્રીનગરની રહેવાસી છે. તેની મા શ્રીનગરની હોસ્પિટલમાં એક નર્સ છે અને તેણે પોતાના હોમટાઉનમાં જ એનઆઈટી કોલેજથી એન્જિનિયરીંગ કર્યુ હતુ. એન્જિનિયરીંગ બાદ તેની પ્રખ્યાત કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી પરંતુ નોકરી દરમિયાન તેને લાગ્યુ કે કોર્પોરેટ વર્લ્ડમાં ઘણો પક્ષપાત થાય છે અને આ કારણે તેણે જોબ છોડીને આઈઆઈએમ બેંગલોરથી વુમન લીડરશીપનો શોર્ટ ટર્મ કોર્સ કર્યો.

ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન છાત્ર

ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન છાત્ર

કોર્સ દરમિયાન જ તેને જેએનયુ કેમ્પસમાં એક વીક રહેવાનો મોકો મળ્યો. તેને અહીંનો માહોલ ગમી ગયો અને તેણે અહીંથી પીએચડી કરવાનુ નક્કી કરી લીધુ. શેહલા વર્ષ 2015-16માં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સ્ટુડન્ટની વાઈસ પ્રેસિડન્ટ રહી ચૂકી છે. રાજકારણમાં આવતા પહેલા શેહલા કાશ્મીરમાં મહિલાઓ પર એસિડ એટેક જેવા મુદ્દાઓ ઉઠાવતી રહી છે. જેએનયુમાં તેને એક્ટિવ સ્ટુડન્ટ પોલિટિક્સમાં ઈન્વોલ્વ થવાનો મોકો મળ્યો. AISA (ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન) જોઈન કર્યા બાદ તેણે ઘણી મુવમેન્ટ્સમાં ભાગ લીધો. જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ લોકસભા ચૂંટણી 2019 પહેલા ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ) છોડીને નેતા બનેલા ફેઝલે પોતાની નવી રાજકીય પાર્ટી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ બનાવી હતી. શેહલા રાશિદ પણ આ પાર્ટીનો ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X