રાજૌરી હત્યાકાંડ પાછળ આતંકી અબૂ હમજા, પોલીસે કર્યુ 10 લાખના ઈનામનુ એલાન
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં જે રીતે એક સરકારી કર્મચારીની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી તે પછી જમ્મુ અને કાશ્મીર પોલીસે આ હત્યા પાછળના મુખ્ય સૂત્રધાર એવા લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી અબુ હમઝા સામે ઈનામની જાહેરાત કરી છે.
પોલીસે અબુ હમઝા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. પોલીસે કહ્યું છે કે જે કોઈ અબુ હમઝા વિશે માહિતી આપશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળશે. પોલીસે ઘણી જગ્યાએ આ અંગેના પોસ્ટર પણ લગાવ્યા છે.

પોલીસે દાવો કર્યો છે કે રાજૌરી હત્યાકાંડમાં લશ્કર સાથે જોડાયેલ આતંકવાદી અબુ હમલા સામેલ છે. નોંધનીય છે કે રાજૌરીના કુંડા ટોપ ગામમાં ટેરિટોરિયલ આર્મી ઓફિસર મોહમ્મદ રઝાકના ભાઈની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે કલમ 302 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે માહિતી આપી છે કે તપાસ દરમિયાન અમને પુરાવા મળ્યા છે કે એક વિદેશી આતંકવાદી જેનું કોડ નેમ અબુ હમઝા છે તે આમાં સામેલ છે.
રાજૌરી અને પૂંચમાં આ સમગ્ર સિન્ડિકેટને પકડવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓ સતત સક્રિય રીતે કામ કરી રહ્યા છે. સૈનિકો આતંકવાદીઓના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ આ હત્યાકાંડ બાદ સોમવારે સુરક્ષા જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ હત્યાકાંડ બાદ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ હત્યા પાછળ જે પણ હશે તેની અમે વહેલી તકે ધરપકડ કરીશું. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયાની અંદર આતંકીઓએ બીજી વખત ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.












Click it and Unblock the Notifications
