JNU દેશદ્રોહ કેસઃ દિલ્હી સરકારનો આરોપ- પોલીસે ઉતાવળે આરોપપત્ર દાખળ કર્યું

JNU દેશદ્રોહ કેસઃ દિલ્હી સરકારે પોલીસ પર લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ જેએનયૂ દેશદ્રોહ મામલામાં દિલ્હી સરકારે શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો છે. દિલ્હી સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ જવાબમાં દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે છાનીમાની રીતે ઉતાવળે આરોપપત્ર દાખલ કર્યો છે અને કન્હૈયા કુમાર તથા અન્યો વિરુદ્ધ કેસ ચલાવવાની અનુમતી આપવાના સંબંધમાં ફેસલો લેવા માટે સરકારને એક મહિનાથી વધુનો સમય લાગશે.

kanhaiya kumar

આમ આદમી પાર્ટીની સરકારે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવત સમક્ષ જૂ કરેલ પોતાના જવાબમાં પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે દિલ્હી પોલીસ સમક્ષ અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી પ્રાપ્ત કર્યા વિના ઉતાવળે ચાર્જશીટ દાખલ કરી. અદાલતે અગાઉ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે તેઓ કેસ ચલાવવા માટે મંજૂરી આપવાના સંબંધમાં સ્પષ્ટ સમય સીમાની સાથે ઉચિત જવાબ દાખલ કરે.

આ મામલાની આગામી સુનાવણી 8 એપ્રિલે થવી ફાઈનલ છે. દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું કે ચાર્જશીટ પર ફેસલો સ્ટેન્ડિંગ કાઉન્સિલની સલાહ મળ્યાના એક મહિનામાં લેવામાં આવશે. આ મામલા પર હજુ દિલ્હી સરકારની સીનિયર સ્ટેન્ડિંગ કાઉન્સિલની સલાહ લેવામાં આવી નથી જેનો ઈંતેજાર છે. દિલ્હી સરકારે પોતાના આ જવાબમાં એમ પણ કહ્યું કે હજુ સુધી એ નક્કી નથી થઈ શક્યું કે જે કથિત નારા લગાવ્યા તે દેશદ્રોહ હતો કે નહિ.

આ પણ વાંચો- ચૂંટણી પછી તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની વિશેષ શાખાના ડીસીપી પ્રમોદ કુશવાહાએ અગાઉ અદાલતને કહ્યું હતું કે એજેન્સીએ પહેલા જ અનુમતી માટે દિલ્હી સરકારને અનુરોધ મોકલ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે મંજૂરી લેવી એક પ્રશાસનિક પ્રક્રિયા છે અને તેના વિના પણ આરોપપત્ર દાખલ કરવામાં આવી શકે છે. 14 જાન્યુઆરીએ પોલીસે કન્હૈયા કુમાર તથા અન્યો વિરુદ્ધ અદાલતમાં એક આરોપ પત્ર દાખલ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે તેઓ 9 ફેબ્રુઆરી 2016ના રોજ એક કાર્યક્રમ દરમિયાન જેએનયૂ પરિસરમાં દેશદ્રોહી નારા લગાવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X