ફી વધારાને લઈ JNUના વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન
ફી વધારાને લઈ JNUના વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન
નવી દિલ્હીઃ દેશના નામી શિક્ષણ સંસ્થાન જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કરી દીધું છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમને નિયંત્રિત કરવા દિલ્હી પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉફરાંત બેરિકેટિંગ પણ કરી દેવામાં આવી છે. આ પ્રદર્શન ફી વધારાને લઈ કરવાાં આવી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાછલા 15 દિવસથી અમે ફી વધારાને લઈ પ્રદર્શન કરી રહ્યા છીએ. અહીં 40 ટકા સ્ટૂડેન્ટ્સ ગરીબ પૃષ્ઠભૂમિથી આવે છે, તેઓ કઈ રીતે અભ્યાસ કરી શકશે?

વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શનને લઈ દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરી દીધા છે. વિદ્યાર્થીઓને રોકવા માટે બેરિકેટિંગ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બેરિકેટિંગને તોડવાની કોશિશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આજે જેએનયૂમાં દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ સામેલ થઈ રહ્યા છે. આ વખતે જેએનયૂ પ્રશાસને દીક્ષાંત સમારોહ વસંત કુંજ સ્થિત ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન સભાગારમાં રાખવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓની માંગણી
- પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓએ ફી વધારાનો ફેસલો પરત લેવા માંગણી કરી છે.
- હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ સર્વિસ ચાર્જ લેવામાં ન આવે.
- હોસ્ટેલમાં આવવા જવા માટે સમય સીમા ખતમ કરવામાં આવે.
- હોસ્ટેલમાં ડ્રેસ કોડ લાગૂ કરવામાં ન આવે.
- નવું હોસ્ટેલ મેન્યૂ સંપૂર્ણરીતે રદ્દ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
