JNUમાં હિંસા મામલે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો
નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટીમાં નકાબધારક બદમાશોએ કેટલાય વિદ્યાર્થીઓની ખરાબ રીતે પિટાઈ કરી હતી. સૂત્રો મુજબ આ મામલે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. કેમ્પસમાં ઘુસીને નકાબપોશ બદમાશોએ શિક્ષકોને પણ ટાર્ગેટ કર્યા હતા. આ નકાબપોશ બદમાશોએ જેએનયૂ પરિસરમાં ઘૂસીને તાંડવ કર્યો અને વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા. ઘટનાને પગલે કેમ્પસમાં અફરા તફરીનો માહોત સર્જાયો હતો.
જણાવી દઈએ કે જેએનયૂ કેમ્પસમાં થયેલ મારપીટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશઅનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને હાલાતના રિપોર્ટ મેળવ્યા. સાથે જ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓથી તપાસ કરાવવામાં આવે અને જલદી જ રિપોર્ટ રજૂ કરવામાં આવે. જે કોઈપણ જરૂરી પગલાં હોય તે ઉઠાવવામાં આવે. માનવ સંસાધન મંત્રાલયે પણ તત્કાળ જેએનયૂ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી શાલિન સિંહને સોંપવામાં આવી છે. બીજી તરફ કેમ્પસની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે માર્ચ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ કેમ્પસની સ્થિતિ કાબૂમાં છે.
JNU હિંસાઃ છાત્રએ પ્રિયંકાને જણાવ્યુ, પોલિસે ઘણી વાર માથા પર મારી લાત