For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૌટાલાને 10 વર્ષની સજા, કોર્ટ બહાર સમર્થકો દ્વારા વિરોધ

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ શિક્ષકોની ભરતી કૌભાંડમા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકદળ(આઇએનએલડી) અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત તમામ 55 દોષીઓને મંગળવારે સજા સંભળાવવામાં આવી છે. ચૌટાલાને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેને લઇને દિલ્હીની રોહિણી કોર્ટ બહાર મોટી સંખ્યામાં ચૌટાલાના સમર્થકો એકઠાં થઇ ગયા છે. કોર્ટ બહાર હંગામો મચાવી રહ્યાં છે, જેને લઇને પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને આસું ગેસના ગોળા છોડ્યા છે. આ સાથે જ કોર્ટની આસપાસના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

જેબીટી શિક્ષક ભરતી કૌભાંડમાં સીબીઆઇ સ્પેશિયલ કોર્ટના જજ વિનોદ કુમારે 16 જાન્યુઆરીએ ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકોને આઇપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષી જાહેર કર્યા હતા. નિર્ણય આવ્યા બાદ ચૌટાલા સહિત તમામ આરોપીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સીબીઆઇ અને બચાવ પક્ષના વકીલની અંતિમ ચર્ચા પૂર્ણ થયા બાદ કોર્ટે 17 ડિસેમ્બર 2012એ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં 16 જાન્યુઆરીએ આવેલા નિર્ણયમાં ચૌટાલા ઉપરાંત તત્કાલીન બેસિક એજ્યુકેશન ડિરેક્ટર સંજીવ કુમાર, ચૌટાલાના પૂર્વ વિશેષ અધિકારી વિદ્યાઘર અને રાજકિય સલાહકાર શેર સિંહ બડ્શામીને પણ અદલાતે દોષી જાહેર કર્યા હતા. આ મામલામાં કુલ 62 આરોપીઓમાં છના નિધન થઇ ગયા છે અને એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સીબીઆઇ કોર્ટે 55 આરોપીઓની સજા અંગે ક્રોસ એક્ઝામિનેશન માટે 17,19 અને 21 જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી.

શું હતો આખો મામલો

વર્ષ 1999-2000માં રાજ્યના 18 જિલ્લાઓમાં થયેલી 3206 જેબીટી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, આરોપ એ હતો કે નક્કી કરવામાં આવેલા માપદંડોને અવગણીને લાગવગીયા લોકોની ભરતી કરવામાં આવી હતી. સરકારે ભરતીની જવાબદારી કર્મચારી પસંદગી આયોગ પાસેથી લઇને જિલ્લા કક્ષાએ રચવામાં આવેલી સમીતિઓને આપી દીધી, આ સમિતિઓએ ખોટા ઇન્ટરવ્યુના આધારે પસંદગી યાદી તૈયાર કરી લીધી.

સીબીઆઇએ વર્ષ 2004માં મુખ્યમંત્રી ચૌટાલા સહિત 62 આરોપીઓ વિરુદ્ધ મામલો દાખલ કર્યો હતો. અદાલતમાં આપવામા આવેલી સાક્ષીઓ પરથી સાબિત થયું કે જેબીટી ભરતી માટે ઉમેદવારો પાસેથી 3થી 5 લાખ રૂપિયા સુધીની લાંચ લેવામાં આવી હતી. આવચ્ચે દિલ્હીમાં જીબી પંત હોસ્પિટલમાં દાખલ 78 વર્ષના ચૌટાલાએ અપીલ કરી હતી કે, તેમણે પોતાની સાથે બે આસિસ્ટેન્ટ રાખવાની પરવાનગી આપવામાં આવે. અદાલતે આ અંગે જેલ સુપ્રિટેન્ડેન્ટ પાસે જાણકારી માંગી હતી. આ પહેલા ચૌટાલાને સારવાર અર્થે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં મોકલવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ખારીજ કરી દીધી હતી.

સમર્થકો દ્વારા વિરોધ

સમર્થકો દ્વારા વિરોધ

આઇએનએલડીના ચીફ ઓમ પ્રકાશ ચૌટાલાના સમર્થનમાં દિલ્હીની રોહીણી કોર્ટ બહાર સમર્થકો દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ચૌટાલાને શિક્ષકોની ભરતી કૌભાંડમાં કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

સમર્થકો દ્વારા વિરોધ

સમર્થકો દ્વારા વિરોધ

આઇએનએલડીના ચીફ ઓમ પ્રકાશ ચૌટાલાના સમર્થનમાં દિલ્હીની રોહીણી કોર્ટ બહાર સમર્થકો દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ચૌટાલાને શિક્ષકોની ભરતી કૌભાંડમાં કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

અજય ચૌટાલાની કોર્ટમાં હાજરી

અજય ચૌટાલાની કોર્ટમાં હાજરી

1999-2000માં થયેલા આ કૌભાંડમાં ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકોને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તેમને 22 જાન્યુઆરીએ સજા ફટકારવામાં આવી હતી. રોહીણી કોર્ટમાં હાજર રહ્યાં તે વેળાની તસવીર.

જેલ તરફ પ્રયાણ

જેલ તરફ પ્રયાણ

1999-2000માં થયેલા આ કૌભાંડમાં ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકોને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા બાદ ચૌટાલાને જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

જેલ તરફ પ્રયાણ

જેલ તરફ પ્રયાણ

1999-2000માં થયેલા આ કૌભાંડમાં ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકોને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા બાદ ચૌટાલાને જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

English summary
Supporters of former Haryana chief minister OP Chautala were lathicharged by the Delhi police on Tuesday after they protested outside Rohini court and tried to forcefully get past the barricade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X