જો બાઈડન G20 શિખર સમ્મેલન માટે ભારત આવશે, અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પહેલી ભારતની પ્રથમ મુલાકાત હશે
ભારત આ વખતે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન સપ્ટેમ્બરમાં દિલ્હીમાં G20 શિખર સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે દુનિયાભરના મોટા નેતાઓ ભારત આવશે. અહેવાલો અનુસાર, જો બાઈડન અમેરિકી પ્રમુખ બન્યા બાદ પહેલી વખત ભારતની યાત્રા કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટ માટે 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે રહેશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટે એક બ્રીફિંગમાં આ માહિતી આપી. જણાવી દઈએ કે આ વખતે G20 સમિટ ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.

વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લેશે. સુલિવનના જણાવ્યા અનુસાર, બાઈડન ભારતમાં રહીને ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. આ અંગે તેમને વિગતે કોઈ માહિતી આપી નથી.
જણાવી દઈએ કે, ભારતમાં સપ્ટેમ્બરમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. G20 અથવા ગ્રૂપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વની 20 મોટી વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે, જે તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ બનાવે છે.












Click it and Unblock the Notifications
