આધાર કાર્ડ વિરુદ્ધની અરજી લઇ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા જ્હોન અબ્રાહમ

Written By:
Subscribe to Oneindia News

આજ-કાલ આધાર કાર્ડ વિના કોઇ પણ કામ કરવું મુશ્કેલ થઇ પડ્યું છે. સરકારે આધાર કાર્ડ ફરજિયાત કર્યા બાદ બાળકના નર્સરી એડમિશનથી માંડીને ફોન અને પાન નંબરના વેરિફિકેશન સુધી દરેક કામમાં આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યો છે. આધાર કાર્ડ વિના આજે કામ ચલાવવું મુશ્કેલ છે, પરંતુ લાગે છે જ્હોન અબ્રાહમને આ બધી વાતોથી ખાસ ફરક નથી પડતો. તેમણે આધાર કાર્ડ વિરુદ્ધ જાણે યુદ્ધ છેડ્યું છે અને આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મદદ પણ માંગી છે.

સરકાર દબાણ ન કરી શકે

સરકાર દબાણ ન કરી શકે

જ્હોનનું કહેવું છે કે, સરકારે આધાર કાર્ડ ફરજિયાત કર્યો હોવા છતાં તેઓ પોતાના પરિવારનો આધાર કાર્ડ નહીં બનાવે. તેમનું કહેવું છે કે, સરકાર કોઇની પર દબાણ કરીને કોઇ કાર્ય ન કરાવી શકે અને કાર્ડ ફરજિયાત કરવો ખૂબ મોટો અન્યાય છે. જ્હોન અબ્રાહમને આધાર કાર્ડ ન હોવાને કારણે અનેક મુસીબતો ભોગવવી પડે છે અને આમ છતાં તેમણે આધાર કાર્ડ બનાવવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ આધાર ન હોવાને કારણે તેમને ખૂબ મુશ્કેલી પડી હતી.

આધાર કાર્ડ વિના ભોગવી રહ્યા છે અનેક તકલીફો

આધાર કાર્ડ વિના ભોગવી રહ્યા છે અનેક તકલીફો

જો કે, આ બોલિવૂડ સેલિબ્રિટી જ્હોન અબ્રાહમ નથી, પરંતુ રેલવેમાં કામ કરનાર કર્મચારી છે. મુંબઇની અંધેરીના રહેવાસી જ્હોને કેન્દ્ર સરકારને પડકાર આપતા સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આધાર ન હોવાને કારણે તેમના 17 વર્ષના પુત્રનું મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન ન થઇ શક્યું. તેમણે હાલમાં જ રેલવેની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અને તેમને એ પણ ખબર નથી કે આધાર કાર્ડ વિના પેન્શન મળશે કે કેમ!

પોતાના નિર્ણય પર અડીખમ જ્હોન

પોતાના નિર્ણય પર અડીખમ જ્હોન

અનેક મુસીબતોનો સામનો કર્યા બાદ પણ જ્હોન અબ્રાહમ પોતાના નિર્ણય પર અડીખમ છે. તેમના પુત્રને એડમિશન ન મળતાં જ્હોને ઓગસ્ટમાં બોમ્બે હાઇકોર્ટમાં સેન્ટ ઝેવિયર્સ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટમાં અરજી કરી હતી કે, કોર્ટ કોલેજને આધાર વિના એડમિશન આપવાનો આદેશ આપે, પરંતુ કોર્ટે જ્હોન અબ્રાહમની અરજી નકારી કાઢી હતી. કોર્ટે જ્હોનને કહ્યું કે, જો તેઓ આધાર કાર્ડ બનાવડાવી લે, તો કોર્ટ તરફથી તેમને રાહત મળી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં મળશે રાહત?

સુપ્રીમ કોર્ટમાં મળશે રાહત?

બોમ્બે હાઇકોર્ટના આ ચુકાદા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે મહારાષ્ટ્ર સરકાર અને બોમ્બે હાઇકોર્ટ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. કોલેજમાં એડમિશન ન મળવાને કારણે તેમના પુત્રનું અડધું વર્ષ નકામુ ગયું છે, આથી તેમણે કોર્ટને પ્રશ્ન કર્યો છે કે, આની જવાબદારી કોણ લેશે? તેમનું કહેવું છે કે, ભલે ગમે એટલી મુસીબતો આવે, પરંતુ હું આની વિરુદ્ધ લડાઇ ચાલુ રાખીશ.

English summary
John Abraham From Mumbai Challenges Aadhar Card In Supreme Court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.