‘બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ

બળાત્કારના આરોપોને સંમતિથી બનેલા સંબંધો ગણાવવા પર પત્રકારે એમ જે અકબર પર નિશાન સાધ્યુ છે.

બળાત્કારના આરોપોને સંમતિથી બનેલા સંબંધો ગણાવવા પર પત્રકારે એમ જે અકબર પર નિશાન સાધ્યુ છે. ભારતીય-અમેરિકી પત્રકારે શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પત્રકારના આરોપો બાદ અકબરે નિવેદન જારી કરીને આ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યુ કે બંનેના સંબંધો એકબીજાની સંમતિથી હતા. અકબરના નિવેદનો પર પત્રકારે વળતો પ્રહાર કરતા કહ્યુ કે તે પોતાની વાત પર સંપૂર્ણપણે અડગ છે.

‘શક્તિના દુરુપયોગથી બનેલા સંબંધમાં સંમતિ નથી હોતી'

‘શક્તિના દુરુપયોગથી બનેલા સંબંધમાં સંમતિ નથી હોતી'

પત્રકારે ટ્વિટર પર નિવેદન જારી કરીને કહ્યુ, ‘પોતાની ભૂલોની જવાબદારી લેવાના બદલે તે બધા સીરિયલ યૌન શોષણોની જેમ આ સંબંધને સંમતિથી બનેલ ગણાવી રહ્યા છે. એક સંબંધ જે બળજબરી અને શક્તિના દુરુપયોગ પર આધારિત છે, સંમતિથી નથી હોતો.' પલ્લવી ગોગોઈએ કહ્યુ કે તે વૉશિંગ્ટન પોસ્ટમાં લખેલા બ્લોગની એક-એક વાત પર અડગ છે. ‘હું સચ્ચાઈ બોલતી રહીશ જેથી બાકીની મહિલાઓ, જેમનું યૌન શોષણ અકબરે કર્યુ છે, તેમને સામે આવવાની હિંમત મળે.'

વૉશિંગ્ટન પોસ્ટમાં પત્રકારે લખ્યો હતો બ્લોગ

વૉશિંગ્ટન પોસ્ટમાં પત્રકારે લખ્યો હતો બ્લોગ

પત્રકારે વૉશિંગ્ટન પોસ્ટમાં એક બ્લોગ લખીને અકબરની કરતૂતોનો ખુલાસો કર્યો. તેમણે બ્લોગમાં જણાવ્યુ કે એમ જે અકબરે જયપુરમાં એક હોટલમાં તેમના પર બળાત્કાર કર્યો હતો. ‘અકબરે મને કહ્યુ કે હું જયપુરમાં તેમની હોટલમાં આવીને સ્ટોરી ડિસ્કસ કરુ. તે રૂમમાં તેમણે મારા કપડા ફાડ્યા અને મારા પર બળાત્કાર કર્યો. હું તેમની સાથે લડી પરંતુ તે શારીરિક રીતે વધુ તાકાતવાન હતા. તેમની સામે પોલિસમાં ફરિયાદ કરવાના બદલે હું શરમમાં ડૂબી ગઈ. મે આના વિશે ત્યારે કોઈને પણ જણાવ્યુ નહિ. શું કોઈ મારો વિશ્વાસ કરતુ? મે મારા પર જ આરોપ લગાવ્યો. હું એ રૂમમાં કેમ ગઈ?'

સંમતિથી બનાવેલ સંબંધ ગણાવ્યો હતો અકબરે

સંમતિથી બનાવેલ સંબંધ ગણાવ્યો હતો અકબરે

આનો જવાબ આપતા માત્ર એમ જે અકબરે જ નહિ પરંતુ તેમની પત્ની મલ્લિકા અકબરે પણ નિવેદન જારી કર્યુ હતુ. બળાત્કારના આરોપોને ખોટા ગણાવતા અકબરે કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે તે અમુક વાતો પર પ્રકાશ પાડે. તેમણે કહ્યુ હતુ, ‘1994 દરમિયાન પલ્લવી ગોગોઈ અને તે એક સંબંધમાં હતા જે ઘણા મહિનાઓ સુધી ચાલ્યો હતો. અમને બંનેને જાણનારા ઘણા લોકો આના પર સાક્ષી આપવા માટે સામે આવવા માટે તૈયાર છે. કોઈ પણ સ્ટેજે એવુ નહોતુ લાગ્યુ કે મિસ પલ્લવી કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં કામ કરી રહી છે.'

પતિના બચાવમાં સામે આવી મલ્લિકા અકબર

પતિના બચાવમાં સામે આવી મલ્લિકા અકબર

માત્ર અકબર જ નહિ પરંતુ તેમની પત્ની મલ્લિકા અકબરે પણ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પોતાના પતિનો બચાવ કર્યો છે. મલ્લિકા અકબરે પોતાના નિવેદનમાં કહ્યુ, ‘મારા પતિના વિરોધમાં જ્યારે મી ટુ અભિયાન ચલાવવામાં આવ્યુ ત્યારે હું ચૂપ રહી. જો કે વૉશિંગ્ટન પોસ્ટમાં પહેલ વાર પલ્લવી ગોગોઈના મારા પતિ પર બળાત્કારના આરોપો બાદ હું બોલવા માટે મજબૂર બની ગઈ. 20 વર્ષ પહેલા પલ્લવી ગોગોઈએ અમારા ઘરમાં કંકાશ પેદા કર્યો હતો. મને તેના અને પોતાના પતિના સંબંધ વિશે મોડી રાતના ફોન કોલ્સથી જાણ થઈ. તેણે મારા આખા પરિવારને પીડા આપી છે. અમારા ઘરે થયેલી એશિયન એજની એક પાર્ટીમાં મે પીડા સાથે તેને પોતાના પતિ સાથે ખૂબ નજીકથી ડાંસ કરતા જોઈ. મે ત્યારે મારા પતિને સવાલ કર્યા અને તેમણે પોતાના પરિવારને પસંદ કર્યો.'

20 થી વધુ મહિલાઓએ લગાવ્યા છે યૌન શોષણના આરોપ

20 થી વધુ મહિલાઓએ લગાવ્યા છે યૌન શોષણના આરોપ

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર અત્યાર સુધી ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવી ચૂકી છે. વળી, બળાત્કારનો એ પહેલો કેસ છે. પલ્લવી ગોગોઈના આરોપોને એમ જે અકબરે ખોટા ગણાવ્યા છે. એમ જે અકબર સામે સૌથી પહેલા પત્રકાર પ્રિયા રમાનીએ અવાજ ઉઠાવ્યો હતો. રમાનીએ #MeToo અભિયાન હેઠળ એમ જે અકબર પર 20 વર્ષ પહેલા યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઘણી મહિલાઓ ખુલીને સામે આવી હતી અને પોતાની સાથે થયેલી ઘટનાઓના ખુલાસા કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X