મને ફસાવવામાં આવી રહ્યો છે: વિનોદ વર્મા

Written By:
Subscribe to Oneindia News

પત્રકાર વિનોદ વર્માની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ઘરેથી છત્તીસગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર, વિનોદ વર્માની ધરપકડ માટે છત્તીસગઢ પોલીસ ગાઝિયાબાદ પહોંચી હતી. શુક્રવારે સવારે 4 વાગ્યે તેમની ધરપકડ કર્યા બાદ કેટલાક કલાકથી તેમની પૂછપરછ થઇ હતી. ગાઝિયાબાદના ઇંદિરાપુરમ મથકમાં આ પૂછપરછ થઇ હતી. બપોરે 12 વાગ્યે વિનોદ વર્માને અદાલત સામે રજૂ કરવાના હતા.

vinod verma

વિનોદ વર્માને પોલીસ અદાલત લઇ જઇ રહી હતી તે દરમિયાન તેમણે મીડિયા સામે પોતાની ધરપકડ અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારી પાસે મંત્રીની સીડી હતી, આથી મને નિશાન બનાવવામાં આવ્યો છે. મને ફસાવવામાં આવ્યો છે. છત્તીસગઢ સરકાર મારાથી ખુશ નથી. મારી પાસે પેન ડ્રાઇવ છે, સીડી સાથે મારે કોઇ લેવાદેવા નથી. રાજ્યના પીડબલ્યુડી મંત્રી રાજેશ મૂણતની સીડી મારી પાસે હતી. આ બહુ મોટો મામલો છે, જે દબાવવા માટે મારી ધરપકડ કરવામાં આવી છે. સીડી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. આ અંગે સમાચાર માટે તેઓ ચાર સંપાદકોના સંપર્કમાં હતા. હું આ સમાચાર કરું એ પહેલાં જ મારી ધરપકડ કરવામાં આવી. વિનોદ વર્મા આગળ કંઇ બોલે એ પહેલા જ પોલીસ કર્મીએ તેમના મોઢા પર હાથ મુકી દીધો હતો.

Uttar Pradesh

પત્રકાર ઉર્મિલેશ ઉર્મિલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે, વિનોદ પર કોઇ મંત્રીની પોર્ન સીડી રાખવાનો આરોપ ઘડવામાં આવ્યો છે અને આ કારણે જ તેમની ધરપકડ થઇ છે. પોલીસે પણ વિનોદ વર્માની ધરપકડની વાત સ્વીકારી હતી, પરંતુ આ અંગે કોઇ પણ પ્રકારની જાણકારી આપવાની ના પાડી હતી. વિનોદ વર્મા એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય છે. ઉર્મિલેશ ઉર્મિલ સહિત અનેક વરિષ્ઠ પત્રકારોએ વિનોદ વર્માની ધરપકડ અંગે જાણકારી આપી હતી. આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ કુમારે લખ્યું છે કે, બીબીસીના પૂર્વ પત્રકાર અને અમર ઉજાલાના એડિટર જનરલ રહી ચૂકેલા વિનોદ વર્માની સંદિગ્ધ રીતે ધરપકડ કરવામાં આવી છે. શું આ પ્રેસ પર હુમલો છે?

છત્તીસગઢના કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બઘેલે પણ આ ધરપકડની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે સીડીના આધારે ધરપકડ કરવામાં આવી છે, એ અનેક લોકો પાસે છે. એ સીડી મારી પાસે પણ છે. આ રીતે કોઇના ઘરેથી ધરપકડ કરવી અયોગ્ય છે. પોલીસે વિનોદ વર્મા પર ધમકી આપવાનો તથા પૈસા માંગવાનો આરોપ મુક્યો છે. આ મામલે છત્તીસગઢના રાયપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી પ્રકાશ બજાજે મીડિયાને જણાવ્યું હતું કે, 'વિનોદ વર્માએ મને કહ્યું હતું કે, સીડી મારી પાસે છે. તારા આકાની સીડી છે.' સાથે જ પ્રકાશ બજાજે દાવો કર્યો હતો કે, આ સીડીની 1000 કોપી બનાવડાવવામાં આવી છે.

English summary
Journalist vinod verma in Custody of chhattisgarh police.Read More detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.