For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની હત્યાના કથિત કાવતરામાં જેયૂએચના નેતા મૌલાના કાવીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચ: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં છે. તેની સાથે સાથે આતંકી હુમલાની ભીતિ પણ ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા આપવામાં આવી છે. ગઇકાલે ગુજરાતની એટીએસ ટીમ અને દિલ્હીની સ્પેસિયલ સેલે સાથે મળીને મદ્રેસા અશરફુલ ઉલમ હૈદરાબાદના રેક્ટર અને જમૈતુલ ઉલેમ હિન્દના સિનિયર લિડિર મૌલાના મોહમ્મદ અબ્દુલ કાવીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. મૌલાના કાવીની ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હત્યાના કથિત કાવતરાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મૌલાના કાવીને એ સમયે ધરદબોચી લેવામાં આવ્યા જ્યારે તેમની ફ્લાઇટ હૈદરાબાદથી દિલ્હી ખાતે ગઇકાલે રાત્રે 8 વાગ્યે લેન્ડ થઇ. મૌલાના તેમના એક વિદ્યાર્થી સાથે દિલ્હીથી દેઓબંધ ખાતે એક જેયૂએચની એક બેઠકમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના તમામ પૂરાવા મળ્યા હતા પરંતુ મૌલાના કાવીના ઠેકાણાના કોઇ પૂરાવા પોલીસને મળ્યા નથી.

qavi
અત્રે નોંધનીય છે કે મૌલાના અબ્દૂલ કાવી છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના રડારમાં હતો. તેની સામે 2003માં 'આઇએસઆઇના મોટા ષડયંત્ર કેસમાં' ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ઘણા મુસ્લિમ યુવકોની ગુજરાત પોલીસે પોટા અંતર્ગત હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. તેમની પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તત્કાલિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને વીએચપી નેતા પ્રવીણ તોગડીયાની હત્યાના કથિત ષડયંત્રનો આરોપ હતો. પોલીસે કાવીની ધરપકડ કરીને વધુ પૂછપરછ આગળ ધપાવી છે, તેમજ તેના ષડયંત્ર અંગે જાણવાના પ્રયત્નો કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજસ્થાનની ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમણે પણ એવો ખુલાસો કર્યો કે તેઓ મોદીની વારાણસી રેલીને ટાર્ગેટ કરીને હુમલાની પ્લાનીંગ કરી રહ્યા હતા. તેમની પાસે ભરપૂર માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.

English summary
In a shocking turn of events Maulana Mohammed Abdul Qavi, Rector of Madrasa Ashraful Uloom Hyderabad and senior leader of Jamaitul Ulema Hind has been arrested at Delhi airport in a joint operation by Gujarat ATS and Delhi police special cell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X