For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નોઇડાની ફેમિલીને લૂંટી માતા-પુત્રી પર ગેંગરેપ

નોઇડાની ફેમિલીને લૂંટી માતા-પુત્રી પર ગેંગરેપ

યુપીના બુલંદશહરમાં એક પરિવારને બંધક બનાવી નરાધમોએ માતા-પુત્રી પર ગેંગરેપ આચર્યો. જાણ થતાં જ મેરઠ ઝોનના ડીઆઇજી અને એસએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા. દેહાતના પોલીસ અધિકારી રામસેનને સસ્પેન્ડ કરી 15ની અટકાયત કરવામાં આવી છે.

કર્ણાટકના સીએમના પુત્રનું નિધન

કર્ણાટકના સીએમના પુત્રનું નિધન

સિદ્ધારમૈયાના પુત્ર રાકેશનું બ્રસેલ્સમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ થવાના કારણે દેહાંત થયો. બેલ્જિયમ પ્રવાસ દરમિયાન રાકેશ સિદ્ધારમૈયાની તબિયત લથડી હતી. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પાઇલટ સાથે છેલ્લી વાત બાદ જ વિમાન ખાબક્યું

પાઇલટ સાથે છેલ્લી વાત બાદ જ વિમાન ખાબક્યું

એરફોર્સના AN-32 વિમાને ભારે ભરખમ લોડ અને 29 લોકો સાથે પોર્ટ બ્લેયર માટે ઉડાન ભરી હતી. વિમાનના પાઇલટે હવામાન ખરાબ હોવાથી રસ્તો બદલ્યો હોવાની એટીસીને જાણ કરી હતી. જે બાદ અચાનક જ વિમાન નીચે ખાબકી પડ્યું હતું.

રિલાયન્સ જિયોને કારણે નાના શહેરોને ફાયદો થઇ શકે

રિલાયન્સ જિયોને કારણે નાના શહેરોને ફાયદો થઇ શકે

ભારતની પોતાની બેંગ્લુરુ સ્થિત સિલિકોન વેલીને દિલ્હી એનસીઆરથી રોકાણના મામલે જોરદાર ટક્કર મળી રહી છે. રીલાયન્સ જિયો આવવાને કારણે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઈન્ટરનેટની સ્પીડ વધશે. સાથે જ સ્ટાર્ટઅપ પણ તેજીથી વધશે.

ચીનમાં ઓબામાને મળશે મોદી

ચીનમાં ઓબામાને મળશે મોદી

આગામી 4-5 સપ્ટેમ્બરે ચીનના હેંગઝોઉમાં જી-20 સમિટ યોજવામાં આવી રહી છે. ત્યારે ચીનની જમીન પર ફરીથી મોદી અને ઓબામા ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપની વાત કરશે. મોદી-ઓબામાની આ આઠમી મુલાકાત હશે.

પ્રેમચંદની નવલકથા ગૌદાન પરથી ગૂગલનું નૂડલ

પ્રેમચંદની નવલકથા ગૌદાન પરથી ગૂગલનું નૂડલ

હિન્દીના પ્રસિદ્ધ લેખક મુન્શી પ્રેમચંદનો આજે 136મો જન્મ દિવસ છે. આ અવસર પર ગૂગલે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. મુન્શી પ્રેમચંદના મોટા ભાગના લખાણમાં ગ્રામીણ ભારતનો જ પ્રભાવ જોવા મળે છે.

સાઉદીમાં ફસાયેલા ભારતીયોને સુષ્માનું આશ્વાસન

સાઉદીમાં ફસાયેલા ભારતીયોને સુષ્માનું આશ્વાસન

સાઉદી અરેબિયામાં જેદ્દાહ શહેરમાં એરપોર્ટ પર 10 હબજાર ભારતીયો ફસાઇ ગયા છે. નોકરી છૂટી જતા પરેશાન લોકોમાંથી એક શખ્સે ટ્વીટ કરી વિદેશ મંત્રી પાસે મદદ માગી હતી. સુષમા સ્વરાજે સાઉદી એમ્બેસી સાથે સંપર્ક કરી ફસાયેલા લોકો માટે ફૂડની વ્યવસ્થા કરી હતી. કહ્યું કે કોઇ પણ ભારતીય ભૂખ્યો નહીં રહે.

'રન ફોર રિયો' દોડને લીલી ઝંડી બતાવતા મોદી

'રન ફોર રિયો' દોડને લીલી ઝંડી બતાવતા મોદી

બ્રાઝિલના રિયો ડી જેનેરો શહેરમાં પાંચ ઓગસ્ટથી રિયો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થનાર છે. જેને જુસ્સો ઘરમાં પહોંચાડવા માટે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રન ફોર રિયો યોજવામાં આવી. પીએમ મોદીએ સવારે 8 વાગ્યે લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.

મોદીએ કરી મનની વાત

મોદીએ કરી મનની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત મન કી બાત દ્વારા લોકોને સંબોધ્યા. સંબોધનમાં મોદીએ જણાવ્યું કે, રિયો ઓલિમ્પિક માં રમવા માટે ગયેલા ખેલાડીઓનું મનોબળ મજબૂત કરવાનું કામ સવા સો કરોડ દેશવાસીઓનું છે. સવારે 'રન ફોર રિયો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

English summary
july 31 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X