For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત અને ભારતના લેટેસ્ટ સમાચાર સંક્ષિપ્તમાં, વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની,

તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જામનગરમાં ઘોડામાં દેખાણો જીવલેણ ગ્લેન્ડર રોગ

જામનગરમાં ઘોડામાં દેખાણો જીવલેણ ગ્લેન્ડર રોગ

જામનગરમાં પ્રથમ વખત પશુઓમાં ફેલાતો જીવલેણ રોગ ગ્લોન્ડર ઘોડાઓમાં જોવા મળ્યો હતો. પશુપાલન વિભાગે લોહીના પરિક્ષણ કર્યા હતા. તેમા ફલીત થયું હતું કે આ રોગ ગલેન્ડર છે. નોંધનીય છે કે આ રોગ શ્વાસોશ્વાસ દ્વારા મનુષ્યમાં ફેલાઇ શકે છે. જેથી તંત્ર દ્વારા કાયદાકીય નિયમ અનુસાર બે ઘોડાને ઝેરી ઇન્જેક્શન આપી મોત આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પશુપાલન અધિકારી અને તેની 12 જણાની ટીમે તેમજ પોલીસ સહીતના સ્ટાફે ઘોડાને એન્ટીબાયોટીક વસ્ત્ર પહેરીને ઘોડાને ઝેરી ઇન્જેકશન આપ્યું હતું. ત્યારબાદ મેડીકલ ઓફિસરો અને સ્ટાફે પહેરેલાં કપડાં દવાઓ સહીતની તમામ વસ્તુઓ બાળી નાખવામાં આવી હતી જેથી આ રોગ વધુ ન ફેલાય. અને આવનારા સમયમાં આ રોગ ન ફેલાય તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.

ચૂંટણી માટે ભાજપની કવાયત બની તેજ

ચૂંટણી માટે ભાજપની કવાયત બની તેજ

ગાંધીનગરના બે બુથમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રુપાણીએ મુલાકાત લીધી હતી. ગાંધીનગરના સેકટર-30 અને ધોળાકુવામાં પ્રદેશ પ્રમુખએ કાર્યકરો સાથે બેઠક કરી અને બુથની ઉપયોગીતા ચૂંટણી જીતવા માટે મહત્વની માહિતી આપી હતી. નોંધનીય છે કે ભાજપ દ્વારા આજથી વિધાનસભા 2017ની ચૂંટણી જીતવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ કાર્યક્રમ હેઠળ 25 હજાર કાર્યકરો બૂથ પ્રમાણે બેઠકો કરશે. જે અંતર્ગત આજે પ્રદેશ ભાજપ દ્વારા આગામી 6 જુલાઇ પહેલા રાજયમાં પાંચ લાખ બુથ કાર્યકરોની ફોજ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં મળી આવ્યા 200 મૃત કાચબા

ભાવનગરમાં મળી આવ્યા 200 મૃત કાચબા

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી આમ વરસાદમાં નવું પાણી આવતા તેમાં રહેતા આશરે ૨૦૦ થી વધુ કાચબાના મોત નીપજ્યા છે. કાચબાના મોતથી સ્થાનિકોમાં તેમજ પશુ પક્ષી પ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રવર્તી ગઈ છે કાચબાના મોત પાછળનું કારણ પ્રાથમિક રીતે કુંભારવાડા પાછળ આવેલી ચિત્ર જીઆઈડીસી માનવામાં આવે છે. જીઆઈડીસીમાંથી આવતા કેમિકલયુક્ત પાણીના લીધે પહેલા પણ માછલાઓ અને પક્ષીઓ મરવાની ઘટના પહેલા પણ બની છે. ત્યારે આજે ફરી એક સાથે 200 થી વધુ કાચબાના મોટે વનવિભાગ સામે અને પ્રદુષણ બોર્ડ સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

બહેરામપુરામાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતા ચકચાર

બહેરામપુરામાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતા ચકચાર

રથયાત્રાના તૈયારીઓ વચ્ચે રવિવારે અમદાવાદના અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી દેશી બનવાટના બોમ્બ મળી હોવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બહેરામપુરા વિસ્તારની ઉંટવાળી ચાલી પાસે પડેલા કચરાના ઢગલામાંથી બાળકોને દેશી બનાવટના બોમ્બ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ડીસીપી, એસીપી, બોમ્બ સ્કોર્ડ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. કચરાના ઢગાલમાં પણ તપાસ કરતા કોઈ વાંધા જનક વસ્તુ હાથે લાગ્યું ન હતું. પોલીસના જણાવ્યા મુજબ આ પદાર્થ ફટાકડામાં ઉપયોગમાં લેવાયો છે તેથી તેનાથી મોટું નુકશાન થવું શક્ય નથી.

આજે રથયાત્રાના રૂટ પર થશે ગ્રાન્ડ રિહર્સલ

આજે રથયાત્રાના રૂટ પર થશે ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદમાં લોકોત્સવ તરીકે પ્રખ્યાત બનેલી રથયાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે તેનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં પણ આવશે. અમદાવાદમાં રથયાત્રામાં દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. 6 જુલાઈના રોજ રથયાત્રા હોવાથી 14 હજાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ રવિવારે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું અને રવિવારની ખામીને આજના ગ્રાન્ડ રિહર્સલમાં સુધારી લેવામાં આવશે.

પંચમહાલ અને ગોધરામાં અનરાધાર વરસાદ, NDRFની ટીમ રવાના કરાઈ

પંચમહાલ અને ગોધરામાં અનરાધાર વરસાદ, NDRFની ટીમ રવાના કરાઈ

ગુજરાતમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામી ચૂક્યું છે પંચમહાલ અને આસપાસમાં રવિવારે મોડી રાત્રે અને આજે સોમવારે વહેલી સવારે પંચમહાલ અને ગોધરામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીઓ, નાના વોકળા પાણીથી છલકાઈ ગયા છે 20થી વધુ વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા જ્યારે 50થી વધુ પશુઓ નદીમાં પૂર આવવાને કારણે તણાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય માટે વડોદરાથી NDRFની ટીમ મોકલવામાં આવી છે. ગોધરામાં મેસરી નદી બે કાંઠે વહી રહી છે અને થંભી ગયેલો વરસાદ ફરી પાઠો શરૂ થઈ જતા પાણી ભરાવામાં વધારો થયો છે.

English summary
Read latest update on national and regional news. Save your time and remain updated with news through this bullet news segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X