For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ પાર્ટીનો સુરતમાં ધમધમાટ, પાટીદારોને રીઝવવાના પ્રયત્નો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આપ પાર્ટીનો સુરતમાં ધમધમાટ, પાટીદારોને રીઝવવાના પ્રયત્નો

આપ પાર્ટીનો સુરતમાં ધમધમાટ, પાટીદારોને રીઝવવાના પ્રયત્નો

સુરતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા મક્ક્મ રીતે ભાજપને લડત આપવા તૈયાર હોય તેવો માહોલ બનાવ્યો હતો. તેની સાબિતી આપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ તથા વકાથાના કરંજ ખાતે થયેલી ચૂંટણી સભા દ્વારા મળતી હતી. આપ પાર્ટી ખાસ તો પાટીદારોને પોતાના પક્ષમાં લેવા માંગે છે. પાટીદારો સરકાર અને ભાજપ સામે સખ્ત રીતે નારાજ છે, ત્યારે આમ આદમી પાર્ટી તેનો લાભ લેવા માંગે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ અરવિંદ કેજરીવાલે હાર્દિકની તરફેણ કરતો વીડિયો રજૂ કર્યો હતો. ત્યારબાદ વરાછા વિસ્તારમાં કેજરીવાલનો આભાર માનતા હાર્દિકના ફોટોના બેનર લગાવાયા હતાં. આપની સભામાં ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહ, દક્ષિણ ગુજરાતના પ્રભારી બોધરાજ ભારદ્વાજ, ડો. કનુભાઈ કળસરીયા, કિશોરભાઈ દેસાઈ અને મનોજભાઈ સોરઠિયા સહિતના દિગ્ગજો હાજર હતા નોંધનીય છે કે છેલ્લા એકાદ બે દિવસથી સુરતમાં હાર્દિક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ફોટા સાથે પોસ્ટર્સ બેનર લાગ્યા છે, તેમાં પાટીદારો વતી આપનો આભાર માનવામાં આવ્યો છે

ધોરાજીમાં જાહેર રસ્તા પર પડેલા ચૂંટણીકાર્ડ જોઈ નાગરિકોનો હોબાળો

ધોરાજીમાં જાહેર રસ્તા પર પડેલા ચૂંટણીકાર્ડ જોઈ નાગરિકોનો હોબાળો

ભારતના નાગરિકની અગત્યની ઓળખ એવા ભારતીય ચૂંટણી કાર્ડ ધોરાજીના બહારપુર વિસ્તારમાં જાહેરમાં ફેંકાયેલા જોવા મળ્યા હતા. આ કાર્ડ 2006ના વર્ષના હતા. ધોરાજી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મતદારોના ચૂંટણીકાર્ડનો જથ્થો કોઇએ કચરા પેટીમાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળતા ટોળાંએ નાયબ કલેક્ટર રાઠોડને જાણ કરતા ચૂંટણીકાર્ડનો જથ્થો તંત્રએ કબજે કર્યો હતો. આ મુદ્દે ધોરાજી તાલુકા મામલતદારને તપાસ કરી અહેવાલ આપવા આદેશ આપ્યો છે.

વાસના ભૂખ્યા ફૂવાએ ભત્રીજા વહુની કરી હત્યા

વાસના ભૂખ્યા ફૂવાએ ભત્રીજા વહુની કરી હત્યા

સુરેન્દ્રનગરનાં નિર્મળનગર પાસે અશોકભાઈની પત્ની હેતલ પર તેના ફૂઆ સસરાએ નજર બગાડી હતી અને હેતલ ફૂઆ સસરાને તાબે ન થાત ફૂવા, સંધાજી ઠાકોરે હેતલની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. અશોક કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા મહિનાઓ પહેલા તેના ફૂવા સંધાજી લક્ષ્મણભાઈ ઠાકોર અશોકનાં ઝૂંપડા પાસે રહેવા માટે આવ્યા હતાં. ફૂવા બે પૈસા કમાશે તેવી આશાએ અશોકે તેને બનતી મદદ કરી હતી પરંતુ વાસનાના ભૂખ્યા ફૂવાએ બુધવારે હેતલ પોતાના પુત્ર સાથે પુલ નીચેથી જતી હતી ત્યારે ફૂવા ધારિયા સાથે હેતલબેન પર તૂટી પડયા હતાં. અને ગળાના ભાગે આડેધડ ઘા ઝીંકી હેતલને મોતને ઘાટ ઉતારી હતી. મૃતકનાં પતિ અશોકભાઈએ પોતાના ફૂવા સંધાજી ઠાકોર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

લગ્નેત્તર સંબંધથી અંધ બનેલી પરિણીતાએ પતિને આપ્યું ઝેર

લગ્નેત્તર સંબંધથી અંધ બનેલી પરિણીતાએ પતિને આપ્યું ઝેર

પાલનપુરના વડગામમાં તાલુકાના ગીડાસણ ગામમાં 23 વર્ષીય રમીલાબહેને પોતાના પતિ પ્રકાશભઆઈ રાવળને નાસ્તામાં ઝેર ખવડાવી દીધું હતું અને પોતાના બે સંતાનોને લઇ પોતાના પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. પ્રકાશ રાવળ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ળઈ રહ્યો છે ગીડાસણના પ્રકાશભાઇ મણાભાઇ રાવળ ના લગ્ન છ વર્ષ અગાઉ વડગામ તાલુકાના વરણાવાડાના લક્ષ્મણભાઇ રાવળની પુત્રી રમીલાબેન સાથે થયા હતા. આ લગ્નજીવનથી તેમને 3 વર્ષનો પુત્ર ક્રિશ અને 21 દિવસની પુત્રી છે. રમીલાબેનને વડગામના માહિ ગામના ઇશ્વરભાઇ મફાભાઇ રાવળ સાથે પ્રેમ પાંગરતા તેણે અડચણરૂપ બનતા પતિને નાસ્તામાં ઝેર આપી દીધું હતું અને બંને સંતાનોને લઇ પ્રેમી સાથે નાસી ગઈ હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પરિણીતા અને તેના પ્રેમી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંતરિક વિખવાદને પગલે લીંબડીમાં શાળામાં તાળા બંધી

આંતરિક વિખવાદને પગલે લીંબડીમાં શાળામાં તાળા બંધી

વિદ્યાર્થીઓનું ભાવિ શિક્ષકો રચે છે પરતું શિક્ષકો વચ્ચે અટંસ પડતા લીંબડીના નટવરગઢમાં શાળાને તાળા લગાવી દેવામાં આવ્યા છે જેના પગલે તે શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલમાં ખોરંભે ચડયું છે. લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં શિક્ષક અને ગ્રામજનો વચ્ચે આંતરીક વિવાદ વકર્યો હતો. ગ્રામજનોની રજૂઆતથી તંત્રે શિક્ષકની બદલી કરી દેતા મામલો શાંત પડયો હતો. પરંતુ આ શિક્ષકે નટવરગઢ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક અને એસ.એમ.સી.ના કુલ 9 સભ્યો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા લીંબડી પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી. નટવરગઢ ગામના લોકો સવારે પ્રાથમિક શાળા બહાર એકઠા થયા હતાં અને સ્કૂલને તાળાબંધી કરી ધરણા પર ઉતરી ગયા હતાં.

ભૂજમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, તંત્ર અજાણ

ભૂજમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, તંત્ર અજાણ

ભુજ નગર સેવા સદનની ઇમારત ઉપર ફરકતો રાષ્ટ્રધ્વજ પવનના કારણે અથવા તો બેજવાબદાર કર્મચારીની ભૂલને કારણે ઉંધો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રધ્વજના આ દેખિતા અપમાનથી તંત્ર અજાણ છે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો અને આચારસંહિતા છે જોકે આપણા અધિકારીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધા બાદ માત્ર પંદરમી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ તેન સામે જોવા નવરા પડે છે. તેથી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની વાત વિસરાઈ જ જાય છે હવે જોવું એ રહ્યું કે આ રાષ્ટ્રધ્વજ ક્યારે સીધો થાય છે.

કરાંચીની જેલમાં કેદ ગુજરાતના 17 માછીમારો મુક્ત થઈ આવ્યા માદરે વતન

કરાંચીની જેલમાં કેદ ગુજરાતના 17 માછીમારો મુક્ત થઈ આવ્યા માદરે વતન

પાકિસ્તાનની કરાંચીની જેલમાં કેદ 18 ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકારે મુકત કરતા તે માછીમારો પોતાના માદરે વતન ગુજરાત આવી પહોંચ્યા હતા.. કુલ 18 માછીમારોમાંથી 11 માછીમારો ઉનાના છે અને 6 વલસાડના તો 1 માછીમાર આંધ્રપ્રદેશનો રહેવાસી છે. લાંબા સમયથી જેલમાં બધ માછીમારોની હેમખેમ પરત આવતા તેમના પરિવારજનોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. માછીમારોની વાઘા બોર્ડર પર મત્સ્ય વિભાગ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. માછીમારો પણ ઘણા સમય પછી પરિવારજનોને મળ્યા હોવાથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

અમરનાથ યાત્રા પર છે આતંકીઓની નજર

અમરનાથ યાત્રા પર છે આતંકીઓની નજર

આગામી મહિને પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો કે આતંકીઓ અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવી શકે છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓના ઇનપુટને આધારે પોલીસને અલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાક.ના સરહદી વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ વધી રહી છે.

મહારાષ્ટ્રઃ કૃત્રિમ વરસાદ માટે મદદ કરશે ચીન

મહારાષ્ટ્રઃ કૃત્રિમ વરસાદ માટે મદદ કરશે ચીન

ઓછા વરસાદને લીધે મહારાષ્ટ્રના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે અમુક વિસ્તારમાં ક્લાઉડ સીડિંગ કરી કૃત્રિમ વરસાદ કરવાની યોજના ઘડી કાઢી છે. ત્યારે સોલાપુર વિસ્તારમાં કૃત્રિમ વરસાદ કરવાની ચીને તૈયારી બતાવી છે. મહારાષ્ટ્ર સરકારે કૃત્રિમ વરસાદ પાછળ ગત વર્ષે 27 કરોડ ખર્ચ્યા હતા.

ફિલ્મ સર્ટિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરાશેઃ જેટલી

ફિલ્મ સર્ટિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરાશેઃ જેટલી

શાહીદ કપૂરની આગામ ફિલ્મ ઉડતા પંજાબને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અરુણ જેટલીએ સેન્સર બોર્ડની સિસ્ટમથી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સેન્સર બોર્ડની સિસ્ટમમાં સરકાર જલદી બદલાવ કરશે.

છોટા રાજનની હત્યાનું ષડયંત્ર, 4ની ધરપકડ

છોટા રાજનની હત્યાનું ષડયંત્ર, 4ની ધરપકડ

દિલ્હી પોલીસે ચાર કોન્ટ્રાક્ટ કિલરને દબોચી લીધા છે. પકડાયેલા ચારેય શૂટર્સ તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર છોટા રાજનને મારવા આવ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. દાઉદના સહયોગી છોટા શકીલે આ ચારેય શાર્પ શૂટર્સને હાયર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની પાસેથી 9mm પિસ્તોલ અને કેટલાક કારતૂસ મળી આવ્યાં છે.

UP ચૂંટણીમાં ભાજપ રાજનાથસિંહને બનાવશે મુખ્ય ચહેરો

UP ચૂંટણીમાં ભાજપ રાજનાથસિંહને બનાવશે મુખ્ય ચહેરો

બીજેપી ઉત્તરપ્રદેશમાં 2017માં થનારી વિધાનસભા ચૂંટણીમાં રાજનાથ સિંહને મુખ્ય ચહેરો બનાવે તેવી શક્યતા છે. થોડા દિવસમાં પાર્ટી તેમને વિધાનસભા ચૂંટણીના કેમ્પેન કમિટીના હેડ જાહેર કરશે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને મહત્વનો રોલ આપવાનું વિચારી રહી છે. સીએમ માટે ઉમેદવારના નામની જાહેરાત હમણાં નહીં કરાય

બાળકી પર બળાત્કાર ગુજારીને લેતો હતો સેલ્ફી

બાળકી પર બળાત્કાર ગુજારીને લેતો હતો સેલ્ફી

દિલ્હીના લાજપત નગરમાં આવેલા બાળગૃહના પ્રભારી પર 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર અને અશ્લિલ વીડિયો બનાવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સરકારી બાળગૃહનો સુપ્રિટેન્ડન્ટ હતો. પોલીસ મુજબ આ શખસ પર બાળકીઓ પર બળાત્કાર કરીને વીડિયો તથા સેલ્ફી લેતો હોવાનો આરોપ છે.

માલ્યા અને ઓગસ્ટા મામલે તપાસ માટે SITની રચના

માલ્યા અને ઓગસ્ટા મામલે તપાસ માટે SITની રચના

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ અને વિજય માલ્યાના મામલે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સીબીઆઈએ સીટની રચના કરી. ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના આ ટીમનું નેતૃત્વ કરશે. આની પહેલાં ઇડીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં એક દિલ્હીવાસી ઉદ્યોગપતિના પરિસરમાં રેડ પાડી હતી.

English summary
June 10 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X