• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધીને લઇને સ્મૃતિએ કરી કટાક્ષ

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધીને લઇને સ્મૃતિએ કરી કટાક્ષ

રાહુલ ગાંધીને લઇને સ્મૃતિએ કરી કટાક્ષ

રાહુલ ગાંધીનેકોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચા જાગી છે.

કોંગ્રેસના આ નિર્ણયને સ્મૃતિ ઇરાનીએ ભાજપ માટે ફાયદાકારક ગણાવ્યો હતો. જેએનયૂ અને હૈદરાબાદ યુનિ. મામલે સરકારે પર દરમિયાન કરવાનો આરોપ પાયાવિહોણો ગણાવ્યો હતો.

ગુલમર્ગ કેસને પગલે અમદાવાદ ફેરવાયું છાવણીમાં

ગુલમર્ગ કેસને પગલે અમદાવાદ ફેરવાયું છાવણીમાં

ગુલબર્ગ હત્યાકાંડ કેસનો આજે મહત્વનો ચૂકાદો આવવાનો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સુરક્ષા 150થી વધુ પોલીસ જવાનો ખડકીને કોર્ટ સંકુલમાં કિલ્લેબંધી કરી દેવાઈ છે. મેઘાણીનગર ઉપરાંત ચમનપુરા, નરોડા અને કોર્ટમાં એસઆરપી અને ક્રાઇમબ્રાંચ, એસઓજી સહિતનો સ્ટાફ ખડેપગે પેટ્રોલિંગ થકી સઘન સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. કોર્ટ પરિસર તેમજ ગુલબર્ગ સોસાયટી વિસ્તારમાં નેત્ર (ડ્રોન કેમેરા) દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

સારસાના સંત કૈવલ મંદિરને ઉડાવાની મળી ધમકી

સારસાના સંત કૈવલ મંદિરને ઉડાવાની મળી ધમકી

આણંદ પાસેના સારસા ગામ ખાતે સંત કૈવલ મંદિર અને પ્રખ્યાત શાળા આવેલી છે. મંદિરમાં મહંત તરીકે અવિચલદાસજી મહારાજ છે. મંગળવારે સાંજે સાડા સાત કલાકે શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડો. ભગીરથભાઈ પટેલને એક આંતરદેશીય કવર મળ્યું હતું. આ કવર પર સત કૈવલ મંદિર, સારસા, આણંદ માત્ર એટલું જ લખાયું હતું. આ પત્ર તેમણે ખોલતાં પત્રમાં સત કૈવલ મંદિર અને મંદિરના મહંતને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર હિન્દી ભાષામાં વાકાં-ચૂકાં અક્ષરોમાં લખ્યું હતું કે "ઈલ્લાહ મૂર્ઝમ, અવીચલદાસજી મહારાજ કો હમ માર ડાલેગેં. ઔર મંદિર કો ભી ઉડા દેગેં" જે બાદ લોકોમાં ખળભળાટ મચતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ પત્ર આણંદ અને સુરતથી પોસ્ટ થયા છે.

હાર્દિકના ફોટાવાળી કાર, કાર માલિકે જ સળગાવી હોવાનો ઘટસ્ફોટ

હાર્દિકના ફોટાવાળી કાર, કાર માલિકે જ સળગાવી હોવાનો ઘટસ્ફોટ

ગઈ કાલે હાર્દિકના ફોટાવાળી પાસની કારને સળગાવાઈ હોવાની જાણથાત હોબાળો મચ્યો હતો પરંતુ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ કાર તેના મિલેક જ સળગાવવાનું કહ્યું હતું, કારણ કે તેન આ કારનો વીમો જોઈતો હતો. પોલીસના જણાવ્યા મુજબ કારને સળગાવતા પહેલા તેમાંથી તમામ એકસેસરીઝ કાઢી લેવામાં આવી હતી. કારને સળગાવનારા બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે કારનો માલિક દિનેશ હાલ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. દિનેશની કતારગામમાં રેડીમેઇડ ગારમેન્ટની દુકાન છે અને દિનેશ વિચારતો હતો કે તેની કાર સળગાવાથી તેને પાસ તેમજ જ્ઞાતિના લોકોની સહાનુભૂતિ સાંપડશે.

સિદ્ધપુરમાં બે દિવસથી ગુમ થયેલા દુકાનદારની લાશ મળી

સિદ્ધપુરમાં બે દિવસથી ગુમ થયેલા દુકાનદારની લાશ મળી

સિદ્ધપુર ખાતે દેસાઇના મહાડ કંસારાની ખડકીમાં રહેતા 65 વર્ષીય પ્રકાશભાઇ રતિલાલ રામી, જે એચ.એચ.લોખંડવાળાના નામ હેઠળ કેરોસીનની દુકાન ઘણા વર્ષોથી ચલાવતા હતા તેઓ 31 મેના રોજ સવારે 11 કલાકે તેમની હોન્ડાઇ ઇઓન ગાડી જીજે- 24 કે 3158 લઇને દુકાને જવાનું કહી નીકળ્યા હતા. તે પછી પરંતુ બપોરે જમવા માટે ઘરે ન આવતાં પત્ની રેણુંકાબેને સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા સંપર્ક ના થતા તેઓના સ્નેહી અશોકભાઇ પંચાલ સહિતના સગાસંબંધીઓએ તપાસ કરવા છતા પ્રકાશભાઇની ભાળ ન મળતાં બુધવારે પતિ ગુમ થયાની રેણુકાબેને પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જોકે બુધવારે બપોરે 1 કલાકે દેથળીના વટેશ્વર મહાદેવના પૂજારીને બાજુના ખેતરમાંથી અજાણી લાશ વિશે પોલીસને માહિતી આપી હતી અને આ લાશ પ્રકાશભાઈની હોવાનું માલૂમ પડ્યુ હતું.

નડિયાદમાં પાણીની અછત મુદ્દે નાગરિકોનો હોબાળો અને ચક્કાજામ

નડિયાદમાં પાણીની અછત મુદ્દે નાગરિકોનો હોબાળો અને ચક્કાજામ

નડિયાદમાં જૂના બસ સ્ટેન્ડ, કાલુપુર, જૂની વસાહત, હરિજનવાસ વગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાની પાણીની અછતથી બૂમો ઉઠી રહી છે. આ સમસ્યા માટે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નહતો. આ વિસ્તારની મહિલાઓ સહિત 200 જેટલું ટોળું રસ્તા પર ઉતરી આવ્યુ હતું. ટોળાએ નગરપાલિકા કચેરી ખાતે ‘નગરપાલિકા હાય હાય', નગરપાલિકા ચોર છે, તેવા સૂત્રોચ્ચાર કર્યા અને ત્યારબાદ રોષે ભરાયેલું ટોળું પાલિકાના પ્રમુખ અને સી.ઓની ચેમ્બરમાં ધસી આવ્યુ હતું. ચેમ્બર ખાલી હોવાથી ટોળાંએ નગર પ્રમુખ ચેમ્બરના કાચની તોડફોડ કરી હતી.

પીપાવાવમાં વધુ એક સિંહબાળનું મોત

પીપાવાવમાં વધુ એક સિંહબાળનું મોત

રાજુલા પાસે આવેલા પીપવાવમાં રસ્તા ઉપર વાહનની અડફેડે આવી જતા એક સિંહ બાળનું મોત નીપજ્યું હતું. જેના પરિણામે પશુપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો, કારણ કે સિંહબાળ ઘણા સમયથી મૃત પડ્યું હતું તેમ છતાં વન વિભાગ સિંહબાળને લેવા આવ્યું નહોતું. આ પહેલા પણ એક સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સિંહોના ઉપરાઉપરી મોત થતા સ્થાનિકોમાં તેમજ પશુપ્રેમીઓમાં ચિંતા તેમજ રોષ વ્યાપ્યો છે.

અયોધ્યાઃ રામમંદિર મુદ્દે સર્વાનુમતીના સંકેત

અયોધ્યાઃ રામમંદિર મુદ્દે સર્વાનુમતીના સંકેત

અયોધ્યામાં રામજન્મભૂમિ મુદ્દે સર્વાનુમતિ સધાવાવના સંકેત મળ્યા.

સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણ વિશે શ્રીમહંત નરેન્દ્રગિરી મહારાજ અને હાસિમ અન્સારી વચ્ચે ચર્ચા થઇ હતી. બંને પક્ષો સુપ્રીમ કોર્ટમાં રોજબરોજની સુનાવણી અથવા પરસ્પર સંમતી સાથે કેસ પરત ખેંચવા સંમત થઈ ગયા છે.

જાતિવાદ તરફ આગળ વધી રહ્યું છે દિલ્હીઃ હાઇકોર્ટ

જાતિવાદ તરફ આગળ વધી રહ્યું છે દિલ્હીઃ હાઇકોર્ટ

આફ્રિકન નાગરિક પર થયેલ હુમલાને પગલે દિલ્હી હાઇકોર્ટે આકરી ટિકા કરી. કહ્યું કે દિલ્હી હવે જાતિવાદ તરફ આગળ વધી રહ્યું છે. લોકો દ્વારા કાયદો હાથ લેવાની ઘટનાને પગલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

પોસ્ટ ઑફિસને બેંકનો દરજ્જો આપશે મોદી સરકાર

પોસ્ટ ઑફિસને બેંકનો દરજ્જો આપશે મોદી સરકાર

મોદી સરકારે દેશભરની પોસ્ટ ઑફિસને બેંકનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે યોજાયેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે આ અંગે વધુ વિગતો જણાવી હતી. સપ્ટેમ્બર 2017 સુધીમાં પોસ્ટલ પેમેન્ટ બેન્કની 650 બ્રાન્ચ ખોલવામાં આવશે.

સહારાની 1200 કરોડની પ્રોપર્ટીની હરાજી થશે

સહારાની 1200 કરોડની પ્રોપર્ટીની હરાજી થશે

4 જુલાઇના રોજ સેબી દ્વારા સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ લિ.ની 10 પ્રોપર્ટી વેચવામાં આવશે. આ 10 પ્રોપર્ટીની અંદાજીત કિંમત 1200 કરોડ છે. સહારા દ્વારા ગેરકાયદે મેળવવામાં આવેલ રૂપિયાની રિકવરી માટે આ હરાજી કરવામાં આવી રહી છે.

જમીન કૌભાંડ મામલે અમિત શાહે રિપોર્ટ માગ્યો

જમીન કૌભાંડ મામલે અમિત શાહે રિપોર્ટ માગ્યો

મહારાષ્ટ્રના મહેસુલ મંત્રી એકનાથ ખડસે પુણેની જમીન મામલે ફસાયા છે. આ અંગે અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખડસેને બરતરફ કરવાની માંગણી કરી છે.

English summary
June 2 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more