• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લાજપોર જેલમાં બંધ હાર્દિકની તબિયત બગડી

By desk
|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લાજપોર જેલમાં બંધ હાર્દિકની તબિયત બગડી

લાજપોર જેલમાં બંધ હાર્દિકની તબિયત બગડી

રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની તબિયત બગડી હોવાને પગલે તેને ગઇ કાલે સુરત સેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યો નહોતો . ઉલ્લેખનીય છે કે તેને જેલમાં જ સારવાર આપવામાં આવી હતી અને તેને સેશન કોર્ટમાં રજૂ કરવાનો હતો તે રદ કરવામાં આવ્યું હતું.

આણંદમાં ટોલટેક્ષ બાબતો લોકોનો રામધૂન કરી વિરોધ

આણંદમાં ટોલટેક્ષ બાબતો લોકોનો રામધૂન કરી વિરોધ

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવેને સિકસ લેન બનાવવાની કામગીરી છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે અને વાહનચાલકો પાસેથી બેફામ પણે ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાય ગામડાઓમાં સર્વિસ રોડ પણ આપવામાં આવ્યો નથી. આ કદાચ પહેલો નેશનલ હાઇવે હશે કે, જયાં માત્ર એક- બે કિલોમીટર માટે રૂ.100નો ટેક્ષ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવતો હોય. આ બાબતો અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચવા ગુજરાત અધિકાર સંગઠન દ્વારા એક લડત શરૂ કરવામાં આવી છે. આ લડતના ભાગરૂપે વાસદ ટોલટેક્ષ નજીક આજુબાજુના ગામના યુવાનો એકત્રિત થયા હતા અને પોતાનો વિરોધ અનોખી રીતે પ્રદર્શિત કર્યો હતો. જેમાં હનુમાનજી મંદિરના મંદિર સુધી પગપાળા યાત્રા કાઢી હતી. જેમાં રામધૂન થકી સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ તમામ કામગીરીમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની ભ્રષ્ટાચારી નિતીઓની ન્યાયિક તપાસ થાય તે માટે સીબીઆઇને તપાસ સોંપવામાં આવે તેવી માગણી પણ કરી હતી.

બાળકોને મારી નાખવાની ધમકી આપીને 8 નરાધમોએ પરિણીતા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

બાળકોને મારી નાખવાની ધમકી આપીને 8 નરાધમોએ પરિણીતા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

કચ્છના આડેસરમાં રહેતી 35 વર્ષીય મુસ્લીમ પરિણિતા અને તેના બાળકો પોતાના ઘરે હતા એ વખતે ફોર્ચ્યુનર કારમાં આવેલા આડેસરના હિંગોરજા કુટુંબના જ નજરમામદ અયુબ , હારૂન અયુબ, અનવર અયુબ, અકબર અયુબ, મુબારક હારૂન, આદમ નુરમામદ, હાજી નુરમામદ, શબ્બીર નુરમામદે ઘરમાં ઘૂસી જઈ મહિલા અને તેના બાળકોને ઢસડીને બળપૂર્વક કારમાં બેસાડી દીધા હતા. પછી આડેસર-માખેલ રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામેની વાડીમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં, નજરમામદ, હારૂન, અનવર અને અકબરે રીવોલ્વર બાળકોને લમણે રાખી, બાળકોને મારી નાખવાની ધમકીઓ આપીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ મહિલાએ આડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આનંદીબહેનની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઉજવાયો યોગ દિવસ

આનંદીબહેનની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઉજવાયો યોગ દિવસ

વિશ્વયોગ દિવસ અંતર્ગત મંગળવારે જીએમડીસી ખાતે રાજ્ય સ્તરના યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે 17 હજાર લોકોએ યોગ કર્યા હતા. 8500 બાળકોએ યોગ ચેઇન બનાવી અનોખો રેકોર્ડ કર્યો હતો. આ વ્યવસ્થા માટે લોકોને લાવવા લઇ જવા એએમટીએસ, એસટીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંદાજે એક હજાર બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૂરતમાં સૂડા વિસ્તણ બાબતે ગ્રામજનોનો રેલી દ્વારા વિરોધ

સૂરતમાં સૂડા વિસ્તણ બાબતે ગ્રામજનોનો રેલી દ્વારા વિરોધ

સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(સૂડા)ના વિકાસની વાતે ત્રીજા તબક્કામાં સુડાનું હદ વિસ્તરણની હાથ ધરાયેલી કામગીરીમાં 104 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવનાર છે. જેના વિરોધમાં ગામજનોએ ઐતિહાસિક રેલી યોજી હતી. જહાંગીરપુરાથી શરૂ થયેલી 6 કિલોમીટર લાંબી રેલીમાં આશરે 10 હજાર જેટલા લોકો જોડાયા હતાં. અને મહિલાઓએ રોષભેર મુખ્યમંત્રી આનંદીબેનનું મામેરું કરીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે સુડાના વિકાસના વિરોધમાં સિમેન્ટ કોંક્રિટના રોટલા અને રેતી કપચીના ભૂકાની દાળ શાક બનાવ્યાં હતાં. સુડાના વિરોધમાં નીકળેલી રેલીમાં અંદાજે 10 હજાર જેટલા લોકો જોડાયાં હતાં. જેમાં અંદાજે 500થી વધુ મહિલાઓ પણ હતી. રેલીમાં 200 જેટલી કાર 150 ટ્રેક્ટર અને 500થી વધુ બાઈક સહિત લોકો મોચી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સુડા હદ વિસ્તરણનું જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી જ ખેડૂત સમાજ સુડાના હદ વિસ્તરણની કામગીરીનો વિરોધ કરતો આવ્યો છે.

પ્રાંતિજના તાજપુરકૂઇ ગામે ત્રિપલ અકસ્માતમાં 13 જણાને ઇજા

પ્રાંતિજના તાજપુરકૂઇ ગામે ત્રિપલ અકસ્માતમાં 13 જણાને ઇજા

પ્રાંતિજ તાલુકાના તાજપુરકૂઇ પાસે રવિવારે વહેલી સવારે ઇકો કાર અને અન્ય બે કાર વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં 13 જણાને ઇજા થઇ હતી. જેથી તેમને 108 દ્વારા સારવાર માટે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જયાં 4ની હાલત ગંભીર જણાતા તેમને અમદાવાદ, જયારે બાકીના 9 જણાને હિંમતનગર ખસેડાયા હતા. તાજપુરકૂઇથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચોકડી ઉપરથી રવિવારે વહેલી સવારે ઇડરથી અમદાવાદ જતી ઇકો કાર નં.જીજે.09.બીડી.3507ના ચાલકે ખરાબ રીતે કાર ચલાવતા તાજપુરથી પસાર થતી કાર નં.જીજે.9.એબી.4296 સાથે અથડાવી હતી. જેના કારણે બંને કાર રોડની સાઇડમાં ચઢી ગઇ હતી.

દમણમાંથી અપહ્યત થયેલી 4 વર્ષીય બાળકી પરત મળી

દમણમાંથી અપહ્યત થયેલી 4 વર્ષીય બાળકી પરત મળી

દમણના કચીગામથી 4 વર્ષીય બાળકીનું અપહરણ થવાની ફરિયાદ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકમાં બે મહિના પહેલા નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરતા જાણ થઈ હતી કે જે ચાલીમાં દંપતી પુત્રી સાથે રહેતા હતા ત્યાંથી જ એક અન્ય દંપતીએ બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીઓના મોબાઇલ ટ્રેસ કરતા હિ‌માચલ પ્રદેશનું લોકેશન જણાતા તાત્કાલિક એક ટીમ હિમાચલ મોકલી હતી.જ્યાંથી અપહરણ થયેલી બાળકી ચાંદનીને હેમખેમ અપહરણ કરતા દંપતિના તાબામાંથી મુક્ત કરી અપહરણ કરતા દંપતીને દમણ પોલીસ મથકે લાવી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
June 21 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more