Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાનમાં દાઉદના ભાઇ હૂમાયૂ કાસકરનું કેન્સરથી મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાનમાં દાઉદના ભાઇ હૂમાયૂ કાસકરનું કેન્સરથી મોત

પાકિસ્તાનમાં દાઉદના ભાઇ હૂમાયૂ કાસકરનું કેન્સરથી મોત

ભારતના મોસ્ટ વોન્ટેટ અપરાધી દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ હુમાયું કાસકરની ગુરુવારે મોત થઇ ગઇ છે. તે 2007થી કેન્સરની બિમારીથી પીડિત હતો. જો કે પોતાના ભાઇથી વિપરીત કાસકર પર કોઇ પણ ક્રિમિનલ રેકોર્ડ નહતો. જો કે તેના ભાઇની મોતની પૃષ્ટિની ખબર મહારાષ્ટ્ર સરકારે આપી છે. તે મુંબઇ બ્લાસ્ટ પછી ફરાર હતો.

મુંબઇમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી

મુંબઇમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી

શુક્રવારે મુંબઇની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો જેના કારણે પાછલા કેટલાક દિવસથી અહીં અનુભવાતી ભીષણ ગરમીથી લોકોને થોડી રાહત મળી છે. પણ કોલાબામાં 26 અને સાંતાક્રુઝમાં 50 મિલિમીટર વરસાદ થતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાઇ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

રેગિંગના નામ પર વિદ્યાર્થીને પીવડાવ્યું ટોયલેટ ક્લીનર, 3ની અટક

રેગિંગના નામ પર વિદ્યાર્થીને પીવડાવ્યું ટોયલેટ ક્લીનર, 3ની અટક

કર્ણાટકના ગુલબર્ગામાં રેગિંગના નામ પર જૂનિયર વિદ્યાર્થી અસ્વથીને તેના સિનયરોએ ટોયલેટ ક્લીનર પીવા માટે મજબૂર કર્યો હતો. જે બાદ તેની હાલત ગંભીર થઇ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સંસ્થાને રેગિંગની વાત નકારી છે પણ પોલિસે આ મામલે 3 લોકોની અટક કરીને તપાસ શરૂ કરી છે.

વાપીમાં ધોધમાર વરસાદ, અમદાવાદ બે દિવસ રાહ જુએ

વાપીમાં ધોધમાર વરસાદ, અમદાવાદ બે દિવસ રાહ જુએ

ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે. જે અંતર્ગત આજે વાપીમાં ધોધમાર વરસાદ થયો હતો. જો કે હવામાન ખાતાએ જણાવ્યું છે કે અમદાવાદમાં બે દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન થશે. ત્યારે ગરમીમાં ચોમાસાની ઠંડી લહેરે લોકોને ખુશ કરી દીધા હતા.

થરાદમાં વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે આવતા થયું મોત

થરાદમાં વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે આવતા થયું મોત

થરાદની એમ.એસ. વિદ્યામંદિરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા દિલીપ નાગજીભાઇ પટેલ જ્યારે થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે રોડની સાઇડમાં પડેલા નાના પથ્થર ઉપર બાઇકનું વ્હીલ આવી જતાં સ્લીપ ખાઇ ગયો હતો. અને તે તેના કાકા સાથે નીચે પટકાયો હતો પણ તે જ સમયે એમ.એસ. વિદ્યામંદિરની બસ જીજે 8વાય 5199 આવી જતા તેનું પાછળનું ટાયર ફરી વળતાં હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ દિલીપને માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. મોટી સંખ્યામાં લોકો તથા શાળાના પ્રમુખ વણાજી રાજપુત, મંત્રી અમરતલાલ માળી, કે.ડી. રાજપુત સહિત ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા. પોલીસે મૃતકની લાશ પીએમ માટે રેફરલમાં મોકલી મૃતકના કાકા અગજીભાઇની ફરિયાદ આધારે બસચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નવસારીમાંથી 3 વર્ષીય બાળકની લાશ કોથળામાંથી મળી વતા ચકચાર

નવસારીમાંથી 3 વર્ષીય બાળકની લાશ કોથળામાંથી મળી વતા ચકચાર

નવસારી શહેરમાંથી ત્રણ વર્ષીય બાળકની લાશ કોથળામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના એવી હતી કે સવિતાબને ભરત રાઠોડ પોતાની ત્યક્તા પુત્રી ટીના રાઠોડ સાથે રહે છે. જેમાં ટીના રાઠોડને ચાર બાળકો પૈકી સૌથી નાનો 3 વર્ષીય પુત્ર ગણેશ રાઠોડ સાથે સૂતી હતી ત્યારે 22મી જૂનના રોજ મધરાત્રિએ અજાણ્યા શખ્સો દ્વારા ગણેશ રાઠોડને ઉંઘમાં જ ઉઠાવી ગયા હતા.ત્યાર બાદ સ્થાનિકોને આ બાબતની જાણ થતા ગણેશની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ગત રાત્રે 9 વાગ્યાના સમયે રુસ્તમવાડીથી મિથીલાનગરી જવાના પુલ ઉપર કોઇ સ્થાનિકે કોઇ બાળકને કોથળામાં પુલ નીચે નાંખી ગયુ હોવાની ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાળા રંગના પ્લાસ્ટિકના કોથળાની તપાસ હાથ ધરતા મોઢા પર પ્લાસ્ટિકની બેગ વિંટાળેલી અને પગ બાંધેલી હાલતમાં બાળકની વિકૃત લાશ મળી આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X