• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દુષ્કર્મનો ન્યાય તો મળતો મળશે, પણ અન્યાય હાલ જ મળી રહ્યો છે!

દુષ્કર્મનો ન્યાય તો મળતો મળશે, પણ અન્યાય હાલ જ મળી રહ્યો છે!

ઝાલાવાડમાં સામૂહિક દુષ્કર્મની પીડિત 12 વર્ષની દીકરીને ન્યાય અપાવવા હાઈકોર્ટની મદદ લેવાનું કામ દલિત પરિવારને આકરું પડી રહ્યું છે. કારણ કે હાઈકોર્ટમાં ફરિયાદ કર્યા પછી આ દલિત પરિવારને એટલી બધી ધમકી મળવા લાગી હતી કે તેમનું ગામમાં રહેવાનું આકરુ થઈ ગયું છે અને અંતે સતત મળતી ધમકીઓના કારણે સમગ્ર પરિવારે ગામ છોડીને ડરના કારણે સ્થ્ળાંતર પડ્યું હતું. પહેલાં ઝાલાવાડ જિલ્લાનો આ પરિવાર તેમના સંબંધીઓ સાથે કોટામાં એક આશ્રમમાં રહે છે.

સ્કોર્પિયોનો આતંક 1ની મોત, મહિલા પોલિસ PSI-ASIને પણ મારી ટક્કર

સ્કોર્પિયોનો આતંક 1ની મોત, મહિલા પોલિસ PSI-ASIને પણ મારી ટક્કર

અમદાવાદમાં નારોલ સક્રલ પાસે એક 40 વર્ષીય વ્યક્તિને ટ્રકે ટક્કર મારતા ગિરીશભાઇનું ઘટનાસ્થળે મોત થયું હતું. બહેરામપુરામાં રહેતા ગિરીશભાઈ સુપ્રીમ હોટલ પાસેથી રસ્તો પસાર કરી રહ્યા હતા. આ ઘટના બાદ રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. દરમિયાન ઘટનાના જાણ થતાં મહિલા પીએસઆઇ જે. એમ. ચાવડા અને એએસઆઇ સ્થળ પર પહોંચી ગયા હતા અને રસ્તા પરથી લોકોને ખસેડીને ટ્રાફિકનું સંચાલન સંભાળી રહ્યા હતા ત્યારે જ સફેદ રંગની સ્કોર્પિયોએ મહિલા પીએસઆઇ અને એએસઆઇને હડફેટે લઈને પગે ઈજા પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. જે બાદ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરાઇ છે.

ગુંદરી ચેક પોસ્ટ ખાતે ભ્રષ્ટાચારની પોલ ખોલતી ABC

ગુંદરી ચેક પોસ્ટ ખાતે ભ્રષ્ટાચારની પોલ ખોલતી ABC

બનાસકાંઠા જિલ્લામાં આંતરરાજ્યોને સાંકળતી ચેકપોસ્ટ ઉપર વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના રેકેટનો અગાઉ એસીબીની ટીમે પર્દાફાશ કર્યા હતા. જેમાં પોરબંદર એસીબીની ટીમે શનિવારે વહેલી પરોઢીયે 4 વાગ્યે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક આવેલી ગુંદરી આરટીઓ ચેકપોસ્ટે આકસ્મિક છાપો માર્યો હતો. જોકે અહીં સતત પંદર દિવસ અવલોકન રાખવામાં આવ્યું હતું. જ્યાં 16 કલાકની તપાસ દરમિયાન એક બોલેરોમાંથી બિનહિસાબી રૂ. 2.74 લાખ મળી આવ્યા હતા. આ અંગે એઆરટીઓ, ઓપરેટર અને ચાર ફોલ્ડરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

શંકરસિંહ વાઘેલાને અજાણ્યો કારચાલક ટકકર મારી થયો ફરાર

શંકરસિંહ વાઘેલાને અજાણ્યો કારચાલક ટકકર મારી થયો ફરાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કારને રવિવારે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. તે સમયે શંકર સિંહ ડીસાના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. સ્કોર્પિયો કાર ચાલક કાર નંબર GJ 1R 9391 દ્વારા વારંવાર શંકરસિંહ વાઘેલાના કારના કાફલામાં ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ અજાણી કારે, કોગ્રેસ નેતાની કારને ત્રણ વખત ટક્કર મારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોગ્રેસ નેતા શંકરસિંહે આ અંગે પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ધટનામાં કોઇ ઇજાગ્રસ્ત નથી થયું.

નવસારીમાં બાળકની લાશનો ભેદ ઉકેલાયો; માતાના પ્રેમીએ જ કરી હત્યા

નવસારીમાં બાળકની લાશનો ભેદ ઉકેલાયો; માતાના પ્રેમીએ જ કરી હત્યા

નવસારીમાં થોડા દિવસ પહેલા ગણેશ નામના માસૂમ બાળકનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તે બાળક તે સમયે તેની માતા સાથે સૂતો હતો. આ ઘટનામાં બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બાળકની હત્યા તેની માતાના પ્રેમીએ જ કરી હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકનું અપહરણ કલ્પેશ ઉર્ફે કપ્પુ રાઠોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

વેજલપુરમાંથી 22 લોકો સટ્ટો રમતા પકડાયા

વેજલપુરમાંથી 22 લોકો સટ્ટો રમતા પકડાયા

વેજલપુર પોલીસે મોડીરાત્રે હોટેલ અવધમાંથી જૂગાર રમતા 22 લોકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા લોકોમાં સટ્ટા કિંગ જીતુ થરાદ, અનિલ નવકાર અને દિલીપ કાઠીનો પણ સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી 8 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો છે. પકડાયેલા તમામ લોકોને પોલીસે જરૂરી કાર્યવાહી બાદ જામીન પર મુક્ત કર્યા હતા.

વાપીમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેડ ઝડપાયું

વાપીમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેડ ઝડપાયું

વાપીના ગુંજન વિસ્તારમાં સ્પા પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અતિ પોશ કહી શકાય તેવા વાપીના આ વિસ્તારમાં ડીવાયએસપી અધિકારીની ટીમે મહિલા સંચાલકને ઝડપી પાડીને 2 યુવતીને છોડાવી છે. અને સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે થોડા મહીના પહેલા પોલીસે આજ પાર્લરમાં રેડ કરી હતી અને હવે આજ સ્પા પાર્લરનું નામ બદલી બીજા નામથી સેક્સ રેકેટ ચાલવતું હતું. પહેલા વ્હાઇટ ઓર્ચિડ અને હવે હવાનાના નામે ચાલતા આ ગોરખ ધંધાના તાર મુંબઈ સુધી ફેલાયેલા છે. તેવું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું.

અમદાવાદ કડી હાઇવે ઉપર તોફાની ટોળાની આગચંપી

અમદાવાદ કડી હાઇવે ઉપર તોફાની ટોળાની આગચંપી

અમદાવાદ-કડી હાઈ-વે પર તોફાની ટોળકીએ અચાનક કેટલાક વાહનોને આગ ચાપી દીધી હતી. જે બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. કડી હાઈ-વે પર રીક્ષાને આગચંપી કરવામાં આવી છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં તંગદિલીનો માહોલ પણ સર્જાયો હતો. તોફાની ટોળાએ શા કારણોસર આગચંપી કરી તેની તપાસ પોલીસ કરી રહી છે તેમજ આસપાસ સીસીટવી કેમેરાને આધારે પણ તપાસ કરવામાં આવશે.

થરાદ-ડીસા હાઇવે પર અકસ્માત, સગર્ભા મહિલા સહિત બેનાં મોત

થરાદ-ડીસા હાઇવે પર અકસ્માત, સગર્ભા મહિલા સહિત બેનાં મોત

થરાદથી ડીસા હાઇવે પાસેના પડાદર ગામના પાટિયા પાસે સામેથી પૂરઝડપે આવેલા જીજે 12 બીટી 7847 નંબરના ટેન્કરના ચાલકે ખોટી સાઇડમાં આવીને જીપને ધડાકાભેર ટક્કર મારતાં જીપચાલક લક્ષ્મણગીરી તથા ભગાભાઇ અને તેમની પત્ની બબીબેનનું સ્થળ પર જ મોત થયું હતું. જીપમા સાત મુસાફરો હતા. ચારને ગંભીર હાલતમાં 108ની મદદથી થરાદના સરકારી અને ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. પોલીસે નાસી છૂટેલા ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 ગીર સોમનાથમાં બીજા દિવસે મેઘમેહર, અમદાવાદ- રાજકોટ હજીય તરસ્યા

ગીર સોમનાથમાં બીજા દિવસે મેઘમેહર, અમદાવાદ- રાજકોટ હજીય તરસ્યા

મેઘરાજા ગીર સોમનાથ તથા અમરેલી પંથકમાં મન મૂકીને વરસી રહ્યા છે. ગીર સોમનાથમાં બે દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા ભારે ઠંક વ્યાપી ગઈ છે તો દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પણ વરસાદ થયો હતો. જોકે વરસાદ બાબતે અમદાવાદ તથા રાજકોટ હજીય તરસ્યા રહ્યા છે જૂન મહિનો પતવા આયો છે પણ અમદાવાદમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. અને વાદળા તથા સૂર્યના કારણે બફારાનું પ્રમાણ અતિશય વધી જતા લોકો ત્રસ્ત થઈ ગયા છે.

માંગરોળમાં કન્ટેનરે પલટી ખાતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

માંગરોળમાં કન્ટેનરે પલટી ખાતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

માંગરોળથી ઝીંગા ભરીને પીપાવાવ બંદર જઈ રહેલું કન્ટેનર ટ્રક નંબર જીજે11ઝે1996માં માલગામ નદીનાં પુલ ઉપર સામેથી આવતા ટ્રક સાથે અથડાતા રેલિંગ તોડી નીચે પડી હતી. અને ટ્રચાલક બલવંત સીંઘ(ઉ.વ.45) ને ગંભીર ઇજાઓ પહોંચી છે. ક્લીનરને સામાન્ય ઇજા થઇ છે. જ્યારે ટ્રકચાલકને ગંભીર ઇજા થતાં વેરાવળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરમાં ઓક્ટોપસ રાઇડની ટ્રોલી તૂટી, મોટી હોનરત ટળી

વડોદરમાં ઓક્ટોપસ રાઇડની ટ્રોલી તૂટી, મોટી હોનરત ટળી

વડોદરાના કમાટી બાગમાં ઓકટોપસ રાઇડની ટ્રોલી તૂટતા ભારે અસ્થિરતા ફેલઈ ગઈ હતી અને લોકો ભયભીત બની ગયા હતા. રવિવારની રજા માણવા આવેલા પરિવારો એકદમ ગભરાઈ ગયા હતા. માંજલપુરના ત્રણ પરિવારના 12 સભ્યો આજે રવિવારની રજાને પગલે કમાટી બાગ ફરવા આવ્યા હતા. જે પૈકી સાંજે ચાર બાળકો અને ત્રણ મહિલા સાથે આઠ લોકો ઓક્ટોપસ રાઇડમાં બેઠા હતા. દરમિયાન રાઇડની એક ટ્રોલી તૂટી બીજી ટ્રોલી પર પડી હતી. અંદાજે 24 ટ્રોલીની રાઇડમાંથી એક ટ્રોલી બીજી ટ્રોલી પર ફંગોળાતા અંદર બેઠેલા લોકોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાની જાણ થતા જ બનાવની જાણ થતા ડેપ્યુટી મ્યુ.કમિશ્નર એલ.કે.મીણા અને સયાજી ગંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. તેમજ આજે સવારે ફરીથી ડેપ્યુટી કમિશ્નર ઘટના સ્થળે પહોચ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

એસ.ટીના ખાનગીકરણ સામે કર્મચારીઓએ કાળી પટ્ટી સાથે કર્યો દેખાવ

એસ.ટીના ખાનગીકરણ સામે કર્મચારીઓએ કાળી પટ્ટી સાથે કર્યો દેખાવ

બનાસકાંઠાના થરાદમાં એસટીના ખાનગીકરણની બાબતે કર્મચારીઓએ દેખાવ કર્યા હતા.એસટીના ખાનગીકરણના વિરોધમાં થરાદ એસટી નિગમના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી આપી હતી. કર્મચારીઓનો ડર છે કે જો એસટીનુ ખાનગી કણ થશે તો તેમને મળતી સવલતોમાં અવરોધ આવશે. તેમજ તેમને સરકારમાંથી મળતા લાભ પણ ઓછા થશે. અને પડતર માંગણીઓ પૂરી નહીં થાય. આથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

English summary
June 27 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more