For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભાથીજી મહારાજની છબી બીડીના રેપર પર છાપતા ઠાકોર સમાજ નારાજ

ભાથીજી મહારાજની છબી બીડીના રેપર પર છાપતા ઠાકોર સમાજ નારાજ

ઠાકોર સમાજના ઇસ્ટદેવ ગણાતા ભાથીજી મહારાજની છબી ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે બીડી બનાવતી એક કંપનીએ બીડીના રેપર પર ચિહ્ન તરીકે રાખી હતી જેને લીધે ઠાકોર સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેને કારણે ઠાકોર સમાજમાં ભારે રોષ પણ વ્યાપ્યો હતો, આ મુદ્દે અરવલ્લી જિલ્લાની ઠાકોર સેના દ્વારા બીડીના પેકેટ પર છાપવામાં આવેલ ભાથીજી મહારાજનું ચિત્ર દૂર કરવાની માંગણી સાથે અરવલ્લી જિલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પાંચ દિવસમાં બીડીના પેકેટ પરથી ભાથીજી મહારાજનું ચિત્ર દૂર કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

ચીખલીમાં કોંગ્રેસે મોંઘવારીના રાક્ષસની કાઢી સ્મશાન યાત્રા

ચીખલીમાં કોંગ્રેસે મોંઘવારીના રાક્ષસની કાઢી સ્મશાન યાત્રા

દક્ષિણ ગુજરાતના ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા બુધવારે મોંઘવારીના રાક્ષસની સ્મશાનયાત્રા કાઢીને મોંઘવારીના રાક્ષસનું પૂકળું બાળવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા "ગ્રેસ જિંદાબાદ, હાય રે ભાજપ હાય હાય, ભાજપ શાસન કા ખેલ દેખો, સસ્તા દારૂ મહેંગા તેલ" વા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી સ્મશાનયાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.ડી.પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય અને નવસારી જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન પટેલ સમેત મોટા કોંગી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં ભાજપ કોંગ્રેસના સભ્યો બાખડ્યા

જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં ભાજપ કોંગ્રેસના સભ્યો બાખડ્યા

જૂનાગઢ મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડમાં ફરી એક વખત ભાજપ કોંગ્રેસના સભ્યો અસભ્ય ભાષા બોલીને બાખડી પડ્યા હતા. જૂનાગઢ મનપાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. વિકાસ કે પ્રજાલક્ષી કામોનાં બદલે ભાજપ-કોંગ્રેસને પોતોની ''આવડત''નો દાખલો બેસાડતા બાખડ્યા હતા. બોર્ડમાં સ્વભંડોળામાંથી નાણા આપવામાં વિસંગતા હોવાનાં મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણીના પ્રશ્ને મંજૂલાબેન પરસાણાએ બોર્ડમાં પાણીનો બોટલ ફેંકી હતી. જેના પગલે ભાજપનાં કોર્પોરેટરે કહ્યું હતું કે બોર્ડ કોઇના બાપનું નથી. આ પ્રકારનાં ઉચ્ચારણથી કોંગ્રેસનાં કોર્પોરેટર તેના પર ઘસી ગયા હતા. તેમજ બોર્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસનાં કેટલાક કોર્પોરેટરોએ મેયર જીતુ હિરપરા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી.

કામ માટે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ ઘરે પરત આવ્યો!

કામ માટે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ ઘરે પરત આવ્યો!

દિયોદર તાલુકામાં આવેલા જાડા ગામનો યુવક ત્રણ દિવસ અગાઉ કામે જઇને આવું છું કહી પરત ના આવતા તેના ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવક સુરેશ જાડા એલએન્ટી કંપનીના નાણા વિભાગમાં કામ કરતો હતો. સુરેશનો મૃતદેહ બુધવારે કાંકરેજના વરસડા ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. કાંકરેજ તાલુકાના વરસડા ગામની સીમમાંથી મંગળવારે સાંજે અજાણ્યા શખસની લાશ પડી હોવાની જાણ થતાં થરા પ્રોબેશનલ પીએસઆઇ બી.એમ. કરમટા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં શરીરના માથાના પાછળના ભાગે ઇજાઓ થયેલી હાલતમાં મૃતદેહ જણાયો હતો. તેમજ તેનું બાઇક પણ ત્યાંથી થે દૂર પડેલું મળી આવ્યું હતું.

કચ્છમાં મેહુલાનું આગમન ખેડૂતોમાં વ્યાપ્યો આનંદ

કચ્છમાં મેહુલાનું આગમન ખેડૂતોમાં વ્યાપ્યો આનંદ

કચ્છના નખત્રાણા તથા લખપતમાં વરસાદને કારણે ખેડૂતો હરખાઈ ઉઠ્યા છે. કચ્છના નખત્રાણા અને લખપત તાલુકામાં ત્રણ દિવસનો બ્રેક લીધા બાદ ફરીથી અડધાથી દોઢ ઇંચ જેટલી મહેર કરી હતી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોના ચહેરે ચમક આવી હતી. તો બીજી તરફ અબડાસાના કેટલાક ગામોમાં ઝરમર વરસાદ આવ્યો હતો.

સાપુતારા તથા કેવડિયાની જેમ સાસણમાં થશે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન

સાપુતારા તથા કેવડિયાની જેમ સાસણમાં થશે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 10 મી જુલાઇએ સાસણમાં સૌપ્રથમવાર સાસણ મોન્સુન ફેસ્ટીવલનું આયોજન થશે. એક મહિના સુધી ચાલનારા આ ફેસ્ટીવલને યાદગાર બનાવવા હાલ પ્રવાસન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અત્યાર સુધી 15 જૂનથી ત્રણ મહિના માટે સિંહોના મેટીંગ પિરીયડને લઇને સાસણ પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. સિંહ દર્શનના પિરીયડ બાદ સાસણનું ટુરીઝમ લગભગ બંઘ થઈ જતું હોય છે તેથી પ્રવાસીઓ ખેંચી લાવવા આ વર્ષે સાપુતારા અને કેવડીયાની જેમ સાસણમાં પણ મોન્સુન ફેસ્ટીવલ યોજવા રાજ્ય સરકારના ટુરીઝમ વિભાગે આયોજન કર્યું છે. 10 જુલાઇથી 10 જૂલાઇથી 10 ઓગસ્ટ દરમિયાન આ કાર્યક્રમમાં લોકલ કલાને પ્રદર્શિત કરતા હેન્ડિક્રાફ્ટ સ્ટોલ્સ, કાર્ટુને કરેક્ટર્સ અને બાળકો સાથેની પરેડ, અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

બુટલેગરને ત્યા રેડ પાડવા ગયેલા પોલીસ કર્મચારીને માર્યો માર

બુટલેગરને ત્યા રેડ પાડવા ગયેલા પોલીસ કર્મચારીને માર્યો માર

અરવલ્લી જીલ્લાના બાયડના લીંબ ગામે દારૂના પીઠાની બાતમીના આધારે આબલીયારા પોલીસ મથકના પોલીસ કર્મચારી અન્ય બે પોલીસ કર્મચારીને સાથે લઈ દારૂ અંગેની રેડ કરવા મોડી સાંજે ગયા હતા. જ્યાં બુટલેગરે પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. અને બુટલેગરના પરિવારે પોલીસ કર્મીના કપડાં ફાડી નાખ્યાં હતા. તેમજ હથિયારના ઘા ઝીંક્યા હતા. ઘટના બાદ દોડી આવેલી પોલીસે બુટલેગરના પરિવારની ત્રણ મહિલા સહિત 7 લોકો સામે પોલીસ કર્મીને જાનથી મારી નાખવાની કલમ લગાવી ગુનો નોધ્યો હતો.

 આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી 48 કલાકમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. તેમજ આગામી બે દિવસ માટે વરસાદી માહોલ રહેશે. પશ્ચિમ બંગાળમાં અપર એર સાક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જે લો પ્રેશર બની જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં સારો વરસાદ પડશે.

139મી રથયાત્રાને અનુલક્ષીને 166 જોખમી મકાનો ઉતારવાની નોટિસ અપાઈ

139મી રથયાત્રાને અનુલક્ષીને 166 જોખમી મકાનો ઉતારવાની નોટિસ અપાઈ

ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનનો સર્વે કરવામાં આવ્યો છે. અને ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર કુલ 166 ભયજનક મકાનોને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી છે. જેથી રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને.

ભગવાનન જગન્નાથની યાત્રામાં નાગાલોન્ડ અને કેરળના જવાનો જોડાશે

ભગવાનન જગન્નાથની યાત્રામાં નાગાલોન્ડ અને કેરળના જવાનો જોડાશે

અમદાવાદ શહેરમાં વર્ષમાં એક વાર અષાઢી બીજે નીકળતી જગન્નાથ યાત્રા માટે નગરજનો થનગની રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસ પણ એટલી જ જાગૃત છે. રના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં નાગાલેન્ડ અને કેરળની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જેમાં આસામના 72 જવાન અને નાગાલેન્ડના 80 જવાનો ઉપરાંત મહિલાકર્મીઓને પણ સમાવેશ થાય છે. ઉપરાંત રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રમાણે પોલીસ ફોર્સ સીસીટીવી દ્વારા વોચ પણ રાખશે.

ભાડલી ગામમાં મહિલાને મગફળી કાઢતા સાપ કરડ્યો

ભાડલી ગામમાં મહિલાને મગફળી કાઢતા સાપ કરડ્યો

ડીસામાં આવેલા ભાડલી ગામે ખેતરમાં મગફળી કાઢતી મહિલાને સાપ કરડતાં લીલીબહેન નામની મહિલાને ડીસા સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. દાંતા તાલુકાના ગુડા ગામના અમરાભાઇ અંગારી પાંથાવાડા નજીક આવેલા ભાડલી ગામે રમેશભાઈ છોગાજી બ્રાહ્મણના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. ત્યાં અમરાભાઇના પત્ની લીલાબેન ખેતરમાં મગફળી કાઢી રહ્યા હતા. ત્યારે જમણા હાથની હથેળી પર ડંખ મારતાં તેમની ચીસો સાંભળીને બાજુમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. લીલીબેનને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લાલજી અને સુરેશ પટેલે આમને સામને કર્યા આક્ષેપ

લાલજી અને સુરેશ પટેલે આમને સામને કર્યા આક્ષેપ

જેલભરો આંદોલન તોફાન કેસમાં જામીન પર છૂટેલા પાસના કન્વીનર સુરેશ પટેલ (ઠાકરે)એ આક્ષેપ કર્યો હતો કે જેલભરો આંદોલન લાલજી પટેલે ફક્ત ને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કરી પાસના નિર્દોષ કન્વીનરો, ક્રાંતિકારી યુવાનો અને આગેવાનોને જેલમાં ધકેલીને આ આંદોલન બંધ કરવાની બેવડી નીતિ અપનાવી છે ઉલ્લેખનીય છે કે હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે લાલાજી પટેલે એવી બાંહેધરી આપી છે કે તે હવે કોઈ આંદોલનમાં ભાગ નહી લે. સુરેશ પટેલની આ ટિપ્પણી સામે લાલજી પટેલે જણાવ્યું હતું કે મેં જો સરકારને આવું કોઈ લખઆણ આપ્યું હોત તો સરકારે ક્યારનુંય તેને માધ્યમોમાં આપી દીધું હોત.

English summary
June 30 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X