• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભ્રષ્ટાચારની ઉધઇથી દેશને મુક્ત કરવાનો છેઃ મોદી

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બાવળા હાઇ વે પાસે થયેલી પાંચ કરોડની લૂંટમાં 6ની ધરપકડ

બાવળા હાઇ વે પાસે થયેલી પાંચ કરોડની લૂંટમાં 6ની ધરપકડ

અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળા પાસે આંગડિયા પેઢીની ટ્રકને નકલી પોલીસ બનીને લૂંટારૂઓએ ચેકિંગના બહાને રોકીને આશરે પાંચ કરોડની લૂંટ ચલાવી હતી. આ લૂંટના કેસમાં પોલીસે સુત્રધાર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ લૂંટમાં એક એસઆરપી જવાનની સંડોવણી બહાર આવી છે. પોલીસે અંદાજે ત્રણ કરોડ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં ખોડા ભરવાડ અને પરબરત ભરવાડ સહિત 6 ની ધરપકડ કરી છેઆરોપીઓની ઝડપી પાડવા માટે પોલીસે ટેકનીકલ સપોર્ટ લીધો હતો જેમાં મોબાઈલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટ ચલાવાયેલી 12 બોરની બંદૂકને પણ કબ્જે લીધી છે.

બાળમજૂરોને મુક્ત કરાવનારી યુવતી પર હુમલો

બાળમજૂરોને મુક્ત કરાવનારી યુવતી પર હુમલો

બાળ મજૂરને છોડાવનાર અમદાવાદની યુવતી ઝરણા જોશી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઝરણાએ 111 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. ઝરણા રવિવારે તેની બહેનના ઘરે ચરાડવા હતી ત્યારે મોરબી તાલુકા પોલીસમાંથી તેણીને નિવેદન લેવા માટે ફોન આવ્યો હતો અને તેને બોલાવવામાં આવી હતી.રવિવારે સાંજે 6 કલાકે તેની બહેન અને બનેવી ઘરે ન હોવાથી તે એકલી જ મોરબી આવવા નીકળી હતી. ચરાડવાથી ત્રણ કિમી દૂર, જેટકો કંપનીના પાવર હાઉસ પાસે પહોંચી ત્યારે અચાનક જ મોટર સાયકલ પર બે યુવાનો તેની નજીક ધસી આવ્યા હતા અને તેને પૂછ્યું કે કારખાનામાં તેં જ રેડ કરાવી હતી ને? જવાબમાં ઝરણાએ હા પાડતાં ઝરણાનો દુપટ્ટો ખેંચીને તેને નીચે પાડી દીધી હતી .આસપાસ નહિવત વસ્તી હોવાથી ઝરણાની બૂમો કોઈએ સાંભળી નહોતી. બાદમા ઝરણાએ જાતે જ ચરાડવાના સરપંચને ફોન કર્યો હતો. સરપંચે 108ને બોલાવીને ઝરણાને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલિસે મારી ફરિયાદ ના નોંધી- ઝરણા

પોલિસે મારી ફરિયાદ ના નોંધી- ઝરણા

નોંધનીય છે કે ઝરણા પર જાનલેવા હુમલાના કેસમાં પોલિસ ફરિયાદ અંગે પૂછતા ઝરણાએ જણાવ્યું હતું કે જયારથી અમે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારથી જ મને મારવોના પ્રયાસો થઇ રહ્યા અને હું એફઆઇઆર નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશન ગઇ ત્યારે ત્યાં એફઆઇઆર લેવાની જ મને ના પાડવામાં આવી હતી.

કોડીનારના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો લાપતા, એકનુ મોત, 3નો બચાવ

કોડીનારના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો લાપતા, એકનુ મોત, 3નો બચાવ

મુસ્લિમ બુખારી સમાજના છ જેટલા 15 થી 17 વર્ષના કિશોરો મૂળ દ્વારકા બંદરે ફરવા આવ્યા હતા અને દરિયામાં ન્હાવા પડયા હતા. જેમાં ચાર કિશોર ડૂબવા લાગતા તેને જોઇ મહમદ જોહર નજર અબ્બાસ નકવી ડરીને બહાર નીકળી ગયો હતો અને બૂમાબૂમ કરીને સૌને ભેગા કર્યા હતા. જે બાદ ત્રણ યુવાનોને બચાવવામાં આવ્યા હતા. જો કે હજી પણ બે યુવાનો લાપતા છે અને એક યુવાનની લાશ મળી છે.

ગુજરાતમાં ફરીથી અગનવર્ષા, આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ફરીથી અગનવર્ષા, આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ

આકરી ગરમી સાથે ફરીથી ગુજરાતમાં અગનવર્ષા શરૂ થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે રવિવારે 4 ડિગ્રી સાથે ઇડર સૌથી ગરમ શહેર બન્યું હતું તો 44 ડિગ્રી ગરમી સાથે અમરેલી સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45 ને વટાવી ગયો હતો. સોમવાર તથા મંગળવારે પણ ગરમી વધારે રહેવાની હોવાથી ઓરેન્ગજ એલર્રટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીને કારણે વેકેશનના છેલ્લા રવિવારે પણ માર્ગો પર લોકોની અ‌વરજવર મોડી સાંજ સુધી ઓછી થઈ ગઈ હતી હજુ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હિટવેવની અસર રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલીક શાળાઓ વેકેશન લંબાવવા માટે પણ વિચારણા કરી રહી છે.

ગુલબર્ગ કેસમાં સજાની સૂનાવણી 9મી જૂને કરાશે

ગુલબર્ગ કેસમાં સજાની સૂનાવણી 9મી જૂને કરાશે

આજે ગુલબર્ગ કેસમાં 24 દોષીઓને સજા ફટકારવાની હતી. પણ હવે આ કેસમાં સજાની સુનવણી હાલ પુરતી પાછળ ગઇ છે. શક્યતા છે કે 9મી જૂને બન્ને પક્ષોની ચર્ચા સાંભળ્યા બાદ આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે ગુલબર્ગ કેસમાં 2 જૂને ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ આજે આ કેસમાં જાહેર કરવામાં આવેલા 24 દોષીઓને સજા ફટકારવામાં આવશે. જેમાંથી 11 પર ખૂનના ગુના પણ લગાવામાં આવ્યા છે.

પ્રેમી સાથે રહેતી પત્ની અને પ્રેમીની પતિએ કરી હત્યા

પ્રેમી સાથે રહેતી પત્ની અને પ્રેમીની પતિએ કરી હત્યા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ટ્રેકટરમાં સુતેલા પરિણીત પ્રેમી પંખીડાની મધરાત્રે હથોડાના ઘા ઝીંકી પતિએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની અને તેના પ્રેમીને હથોડાના ઉપરા છાપરી ઘા ઝીંકી પતિએ મારી નાખ્યા હતા. અમરોલી પોલીસે ડબલ હત્યા કેસના આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. અમરોલી પીઆઇએ જણાવ્યું હતું કે, મરનાર ભુરો સુરતમાં ટ્રેકટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે તેનો અન્ય પરિણીત મહિલા કાંતાબેન સાથે અનૈતિક સંબંધ હતો. જેને લઇ વારંવાર બંન્ને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતાં હતા. નવ મહિના પહેલા ભૂરો કાંતાબેનને ભગાડીને સુરત લઇ આવ્યો હતો. ત્યારબાદ પતિ યોગેશે પત્ની અને તેના પ્રેમીને સમજાવ્યા પણ હતા. જોકે બંને ન સમજતાં આખરે યોગેશે બંનેની હત્યા કરી નાખી હતી.

M.S યુનિવર્સિટીની વેબસાઇટ થઇ હેક, લખાયું

M.S યુનિવર્સિટીની વેબસાઇટ થઇ હેક, લખાયું "પાકિસ્તાન જિંદાબાદ"

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઇટ www.msubaroda.ac.in હેક કરતા હેકર્સે સંદેશ લખ્યો છે કે, ભારતીયો અમે ફરી એક વખત તમારી સાયબર સ્પેશ પર કબજો જમાવવા માટે આવી પહોંચ્યા છીએ. તમે લોકો અમારી વેબસાઇટ અને સર્વરને ટચ કરવાનું બંધ દો નહીં તમે એ ક્યારેય ભૂલશો નહીં કે અમે લોકોએ જ તમારી સીબીઆઇ, ઇન્ડિયન રેલવેની વેબસાઇટ પણ હેક કરી હતી. સાથે જ એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઇટ પર પાકિસ્તાન જિંદાબાદના નારા લખવામાં આવ્યા છે.

પાકિસ્તાની ક્રિકેટર કનેરિયાએ કર્યા અંબાજીના દર્શન

પાકિસ્તાની ક્રિકેટર કનેરિયાએ કર્યા અંબાજીના દર્શન

મૂળે ભારતના પરંતુ વર્ષોથી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના ખેલાડી દાનેશ કનેરિયા રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે પોતાની પત્ની સાથે મા અંબાના દર્શન કર્યા હતા. આ સમયે કનેરિયાના ચાહકોએ તેની સાથે સેલ્ફી પણ લીધા હતા તેમજ મા અંબાની મૂર્તિ પણ ભેંટમાં આપી હતી.

દવા તરીકે ચઢાવવાની બોટલમાં નીકળ્યા જીવડાને કચરો

દવા તરીકે ચઢાવવાની બોટલમાં નીકળ્યા જીવડાને કચરો

બનાસકાંઠાના પાલનપુરમાં આજે એક યુવક પોતાની પત્ની માટે બજારમાંથી ગ્લુકોઝની બોટલ ખરીદવા ગયો હતો. તેને સ્થાનિક મેડીકલમાંથી ગ્લુકોઝની બોટલ ખરીદી હતી જેમાં જીવજંતુ દેખાતા તેણે ડોક્ટરને જાણ કરી હતી પરંતુ ડોક્ટરે કોઈ સંતોષકાર જવાબ આપ્યો નહોતો. ઇર્શાદ ખાન પરમાર નામના આ યુવાને આ અંગે સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર સહીત ગ્રાહક સુરક્ષા મંડળ ને પણ જાણ કરી છે

અણ્ણા હઝારેને ધમકી આપનાર ગુંડો ઝડપાયો

અણ્ણા હઝારેને ધમકી આપનાર ગુંડો ઝડપાયો

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન ચળવળ ચલાવનારા અણ્ણા હઝારેને વારંવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. ધમકીને પગલે અણ્ણાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે નેવાસાના એક લોજના માલિક જ્ઞાાનેશ મોહિનરાજ પાનસરેની ધરપકડ કરી છે.

તાલિબાનને નાશ કરનારી મિસાઇલ ટેક્નોલોજી મળી શકે ભારતને

તાલિબાનને નાશ કરનારી મિસાઇલ ટેક્નોલોજી મળી શકે ભારતને

5 દેશોના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સોમવારે રાત્રે અમેરિકા જવા રવાના થશે. યુએસ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરાર થઇ શકે તેમ છે. ભારતને મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રિજીમમાં પણ એન્ટ્રી મળી શકે છે. ઉપરાંત અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન્સ ખરીદી શકશે.

દેશમાં હજુ 30 લાખ કરોડનું કાળું નાણું ફરી રહ્યું છે

દેશમાં હજુ 30 લાખ કરોડનું કાળું નાણું ફરી રહ્યું છે

એમ્બિટ કેપિટલ દ્વારા કાળા નાણાં સંબંધે એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. ભારતમાં કાળુ નાણું થાઇલેન્ડ અને આર્જેન્ટિનાની ઇકોનોમી કરતાં પણ વધુ છે. જો કે મોદી સરકારે અપનાવેલા આકરા વલણ બાદ કાળા ાણામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંદી કોંગ્રેસના વડા જ છેઃ જયરામ રમેશ

રાહુલ ગાંદી કોંગ્રેસના વડા જ છેઃ જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે હકીકતે તો પક્ષના વડા રાહુલ ગાંધી જ છે. ઉપરાંત કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અસંતોષ વધે તેની રાહ જોયા વિના પક્ષને ચૂંટણીયુદ્ધ માટે તૈયાર કરવા સત્તાવાર રીતે પક્ષપ્રમુખપદ સ્વીકારી લેવું જોઇએ. બદલાતા સમય સાથે કોંગ્રેસમાં પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું.

ભ્રષ્ટાચારની ઉધઇથી દેશને મુક્ત કરવાનો છેઃ મોદી

ભ્રષ્ટાચારની ઉધઇથી દેશને મુક્ત કરવાનો છેઃ મોદી

પાંચ દિવસીય પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કતારમાં ભારતીય સમાજના લોકો વચ્ચે પહોંચ્યા હતા. અહ્યાં મોદીએ કહ્યું કે કતાર પહોંચીને એવું લાગતું જ નથી કે ભારતથી દૂર છું. કતારથી તેઓ જિનિવા જવા માટે નિકળ્યા.

ભારતના દરેક શહેર પર હુમલો કરવા માટે ડ્રોન તૈયારઃ હાફિઝ સઇદ

ભારતના દરેક શહેર પર હુમલો કરવા માટે ડ્રોન તૈયારઃ હાફિઝ સઇદ

મુંબઇ હુમલાના ગુનેગાર આતંકી હાફિઝનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઇદ ભારત અને અમેરિકા સામે ઝેર ઓકી રહ્યો હોવાનું સામે આવ્યુ્ં. હાફિઝે કહ્યુ કે જો ભારતના અડ્ડાઓથી કોઇ ડ્રોન ઉડ્યુ અને હુમલા થયો તો અમારી પાસે ડ્રોન છે જે ભારતના દરેક શહેરને નેસ્ત નાબુદ કરી દેશે.

અગાઉની યુપીએ સરકારને કારણે છે બેરોજગારીઃ અમિત શાહ

અગાઉની યુપીએ સરકારને કારણે છે બેરોજગારીઃ અમિત શાહ

પૂણેમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાજર રહ્યા હતા. અહ્યાં તેમણે દેશમાં બેરોજગારી માટે અગાઉની યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. ઉપરાંત કહ્યું કે મોદી સરકારની સ્કીલ ઈન્ડિયા, મુદ્રા બેંક, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવી યોજનાઓ દ્વારા બેરોજગારી દૂર કરાવનું બીડુ ઝડપ્યું છે.

મહારાષ્ટ્રમાં ધો.10નું પરિણામ જાહેર, છોકરીઓએ બાજી મારી

મહારાષ્ટ્રમાં ધો.10નું પરિણામ જાહેર, છોકરીઓએ બાજી મારી

મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે દસમા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. રાજ્યનું 89.56 ટકા પરિણામ આવ્યું છે. કોંકણ વિભાગનું આ વખતે પણ સૌથી વધુ 96.56 ટકા પરિણામ આવ્યું છે. 91.42 ટકા છોકરીઓ પાસ થઇ જ્યારે 87.98 ટકા છોકરાઓ પાસ થયા.

English summary
June 6 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more