For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ નક્સલીઓએ ITBPના બેઝ કેમ્પ પર હુમલો કર્યો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરતમાં કેજરીવાલ અને હાર્દિકના પોસ્ટરથી રાજકીય ગરમાવો

સુરતમાં કેજરીવાલ અને હાર્દિકના પોસ્ટરથી રાજકીય ગરમાવો

સુરતમાં અરવિંદ કેજરીવાલની સાથે હાર્દિકના પોસ્ટરથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભવિષ્યમાં હાર્દિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વિશે સહાનુભૂતિ દર્શાવી હતી. જેથી આજ રોજ સુરતાનાં વરાછા વિસ્તારમાં પાવર ઓફ પટેલ ગ્રુપે હાર્દિક પટેલ અને અરવિંદ કેજરીવાલની તસવીર સાથેના બેનર લગાવ્યાં છે. જેમાં અરવિંદ કેજરીવાલનો આભાર માનવામાં આવ્યો છે. આ બેનર આપ દ્વારા લગાવવામાં આવ્યા છે. પાવર ઓફ પટેલ ગ્રુપના પંકજ ધામેલિયા સહિતના લોકોના નામ સાથેના આ બેનર લગાડવામાં આવ્યાં છે.

સુરતમાં બાળકોને ફોલિક એસિડની ગોળી આપ્યા બાદ થયા ઝાડા ઉલ્ટી

સુરતમાં બાળકોને ફોલિક એસિડની ગોળી આપ્યા બાદ થયા ઝાડા ઉલ્ટી

સુરતના ઉધના વિસ્તારમાં બાળકોને સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આયર્ન અને ફોલીક એસિડની ગોળીઓ અપાતા આડઅસર થઇ હતી. જેમાં ત્રણ બાળકની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. બાળકોને ઝાડા ઊલટી થતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બાળકોને ઝાડા ઉલટી સાથે પેશાબમાંથી લોહી પણ નીકળ્યું હતું. તેમજ આર્યન નામના એક બાળકનું મોત થયું હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે જોકે હજી સુધી તેને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી.

અમદાવાદમાં પ્રૌઢ વયની શિક્ષિકા કિશોર વિદ્યાર્થી સાથે ભાગી જતા ચકચાર

અમદાવાદમાં પ્રૌઢ વયની શિક્ષિકા કિશોર વિદ્યાર્થી સાથે ભાગી જતા ચકચાર

અમદાવાદના રામોલમાં રહેતી મનિષા જોશી નામની ટ્યુશન શિક્ષિકા તથા અને ઈશ્વર પ્રજાપતિ નામનો વિદ્યાર્થી 1 જૂનથી લાપતા છે. વિદ્યાર્થીના પરીવારજનોએ રામોલ પોલીસ મથકમાં શિક્ષિકા સામે ફરિયાદ દાખલ કરી છે કે આ શિક્ષિકા વિદ્યાર્થીને લઇને ભાગી ગઈ છે. પોલીસને શિક્ષિકાનું છેલ્લું મોબાઈલ લોકેશન ભરૂચ પાસે આવતા પોલીસે એક ટીમ ભરૂચ તરફ રવાના કરી છે. શિક્ષિકા મનિષાને 12 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર છે.

નવસારીમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો તથા પોલીસ અને અગ્રણીઓ સામસામે

નવસારીમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો તથા પોલીસ અને અગ્રણીઓ સામસામે

નવસારી તાલુકાના કંબાડા ગામે જમીન સંપાદન મુદ્દે સ્થાનિક ખેડૂતો તથા અગ્રણીઓ તંત્ર સામે આવી ગયા હતા. માપણીની કામગીરી દરમ્યાન કામ કરી રહેલા કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતા. જેથી વિરોધ કરી રહેલા 15થી વધુ મહિલા ખેડૂતો અને આગેવાનો સાથે 33થી વધુ વિરોધ પ્રદર્શન કરનારની પોલીસે અટકાયત કરી વિજલપોર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા છે અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે માપણીની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીએ રાજકોટમાં લોન્ચ કરી સ્વચ્છતા મેપ એપ

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીએ રાજકોટમાં લોન્ચ કરી સ્વચ્છતા મેપ એપ

દેશમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ સાતમા સ્થાને આવેલું રંગીલું રાજકોટ સ્વચ્છતા માટે ટેકનોલોજીના સહારે આગળ વધવા માંગે છે તે માટે સ્વચ્છ મેપ નામની એક મોબાઇલ એપ્લિકેશન આજથી લોન્ચ કરવામાં આવી હતી. આ એપનું લોકાર્પણ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ કર્યુ હતું વેંકૈયા નાયડૂએ આ પ્રયાસની પ્રશંસા કરી હતી આ એપની સુવિધા પ્રમાણે કોઇપણ નાગરિક જે જગ્યાએ ગંદકી હોય તેનો ફોટો પાડીને આ એપ્લિકેશન પર અપલોડ કરે એટલે 24 કલાકમાં જ ત્યાં સફાઇ થઇ જાય એવી આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફરિયાદનો નિકાલ થયાનો ફોટો સેનેટરી ઇન્સ્પેક્ટરે અપલોડ કરવાનો રહેશે. આ ફોટો અપલોડ થયે રેડ સિગ્નલ આપોઆપ ગ્રીન સિગ્નલમાં તબદીલ થઇ જશે. કેન્દ્રીય મંત્રી વૈંકયાએ મુખ્યમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું.

સુરતમાં મહિલાએ એસિડ પીને તાપી પરથી લગાવી છલાંગ

સુરતમાં મહિલાએ એસિડ પીને તાપી પરથી લગાવી છલાંગ

45 વર્ષીય ચંદ્રીકાબહેન પટેલ નામની મહિલાએ તાપી નદી પર બનેલા વિયર કમ કોઝવે પરથી મહિલાએ મોતની છલાંગ મારી હતી. જોકે કૂદતા પહેલા મહિલાએ એસિડ પી લીધો હતો. સ્થાનિકો દ્વારા જ્યારે તેને નદીમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે આ મહિલા જીવિત હતી. બહાર કાઢતા પહેલાં 108ને ઉપસ્થિત લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી, તેમ જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે તે દરમિયાન રાંદેર અને ચોક બજાર પોલીસ વચ્ચે હદ બાબતે બોલાચાલી પણ થઈ હતી.

 જૂનાગઢમાં પોલીસનો ગુન્હાઓ ડામવા નવતર પ્રયોગ

જૂનાગઢમાં પોલીસનો ગુન્હાઓ ડામવા નવતર પ્રયોગ

જૂનાગઢ પોલીસ દ્વારા 100 નંબર ઉપરાંત એક મોબાઇલ નંબર 95122111000 કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં લોકો ટ્રાફિક, અકસ્માત, દારૂ, જુગાર, ગેરકાયદેસર ખાણકામ જેવી વિવિધ ગુનાઇત પ્રવૃત્તિને ડામવા નાગરિકોને સામેલ કરવામાં આવ્યા છે. નાગરિકો અઘટનાનો મેસેજ કે ફોટો પાડી આ મોબાઇલમાં મોકલાશે તો તરત જ પોલીસ સ્ટેશનના અમલદારને જાણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની વિગત આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે સાથે સાથે કાગળનો પણ ઉપયોગ નહીં થાય તેથી પર્યાવરણ પણ બચશે. અત્યાર સુધીમાં આ નંબર ઉપર 6થી 8 ફરિયાદ આવી છે, તે મોટે ભાગે ટ્રાફિક અને ગેરકાયદેસર પાર્કિંગને લગતી હતી.

ગરીબી દૂર કરવા માથાદીઠ આવક 6000 ડોલર કરવી પડશેઃ રઘુરામ રાજન

ગરીબી દૂર કરવા માથાદીઠ આવક 6000 ડોલર કરવી પડશેઃ રઘુરામ રાજન

રઘુરામ રાજને કહ્યું કે કે દેશમાં ગરીબી દૂર કરવા માટે માથાદીઠ આવક વધારવી પડશે. હાલમાં ભારતની માથાદીઠ આવક 1500 ડોલર છે. રાજને જણાવ્યા મુજબ સિંગાપુરમાં માથાદીઠ આવક 50,000 ડોલર છે.

ભારતમાં નકલી નોટો ફેલાવે છે ISI

ભારતમાં નકલી નોટો ફેલાવે છે ISI

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા ભારતમાં નકલી નોટો ફરતી કરવામાં આવી રહી છે. નકલી નોટો ફેલાવી આઇએસઆઇ વાર્ષિક 3500 કરોડનો નફો રળે છે. આઈબી, રો અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને સીબીઆઈએ તૈયાર કરેલા અહેવાલમાં આ ઉલ્લેખ કરાયો છે.

છત્તીસગઢઃ નક્સલીઓએ ITBPના બેઝ કેમ્પ પર હુમલો કર્યો

છત્તીસગઢઃ નક્સલીઓએ ITBPના બેઝ કેમ્પ પર હુમલો કર્યો

છત્તીસગઢના કોંડાગાવ ખાતે ભારત તિબ્બત સીમા પોલીસના ઓપરેટિંગ બેઝ કેમ્પ પર નક્સલીઓએ હુમલો કર્યો. 100 જેટલા નક્સલીઓએ વિવિધ દિશામાંથી હુમલો કર્યો હતો. બન્ને તરફથી 600 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ હુમલામાં ITBPના જવાનોને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.

ભારતના પરમાણુ પ્લાન્ટ પર ખતરો

ભારતના પરમાણુ પ્લાન્ટ પર ખતરો

વૈશ્વિક પર્યાવરણિય સંસ્થા ગ્રીનપીસ દ્વારા ભારતના પરમાણુ પ્લાન્ટની સુરક્ષા અંગે અહેવાલ રજૂ કરાયો છે. જેમાં કાકરાપાર સહિતના પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત ન હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કાકરાપારમાં ખામી સર્જાઈ ત્યારે 21 દિવસ પછી પ્લાન્ટ કાર્યરત થઈ શક્યો હતો.

રાજસ્થાનના યુવાને સૌચાલય બનાવવા બકરી વેચી

રાજસ્થાનના યુવાને સૌચાલય બનાવવા બકરી વેચી

રાજસ્થાનના અનુસૂચિત જનજાતિનો એક માણસ ખરી રીતે સ્વચ્છ ભારત અભિયાનથી આકર્ષાયો છે. સૌચાલય બનાવવા માટે કાન્તિલાલે પોતાની બકરી વેચી મારી અને પત્નીના ઘરેણા પણ ગીરવે મુકી દીધાં છે. વાતની જાણ થતાં નગરપાલિકાએ ગિરવે ઘરેણા છોડાવવા માટે કાન્તિલાલને 4000 રૂપિયા આપ્યા.

ઉડતા પંજાબઃ સેન્સર બોર્ડને છે 13 બાબતોથી વાંધો, HCમાં આજે સુનાવણી

ઉડતા પંજાબઃ સેન્સર બોર્ડને છે 13 બાબતોથી વાંધો, HCમાં આજે સુનાવણી

ફિલ્મ ઉડતા પંજાબમાં 14 ગાળો અને પંજાબના 8 શહેરોના નામની સેન્સર બોર્ડને વાંધો છે. અગાઉ બોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ ટાઇટલમાંતી પંજાબ હટાવવાનું અને 89 કટ્સનો નિર્ણય કર્યો હતો. ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે બોમ્બે હાઇકોર્ટમાં સેન્સર બોર્ડ સામે આરજી કરી છે. આજે આ મામલે વધુ સુનાવણી થનાર છે.

English summary
June 9 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X