જસ્ટિસ કબીરે દેશના 39માં મુખ્ય ન્યાયધીશ તરીકે સપથ ગ્રહણ કર્યા

જસ્ટિસ સરોશ હોમી કાપડિયાના સ્થાને 64 વર્ષિય જસ્ટિસ કબીરની નિયુક્તિ કરવામાં આવી છે. નવા મુખ્ય ન્યાયધીશનો કાર્યકાળ 18 જુલાઇ 2013એ પૂર્ણ થશે. 39માં મુખ્ય ન્યાયધીશનો જન્મ 19 જુલાઇ 1948ના રોજ પશ્ચિમ બંગાળના કોલકતામાં થયો છે. તેમણે કોલકતા યુનિવર્સિટીમાંથી એમએ અને એલએલબીની ડિગ્રી મેળવી હતી.
1973માં જસ્ટિસ કબીર બારમાં જોડાયા હતા અને સિવિલ તથા ક્રિમિનલ લોમાં કોલકતા જિલ્લા કોર્ટ અને કોલકતા હાઇકોર્ટમા્ પ્રેક્ટિસ કરતા હતા. તેઓ આજ કોર્ટમાં 1990માં જજ તરિકે નિયુક્તિ પામ્યા હતા. તેઓ 1 માર્ચ 2005એ ઝારખંડ હાઇકોર્ટના ચિફ જસ્ટિસ બન્યા હતા. તેમની સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ તરીકે 9 સપ્ટેમ્બર 2005એ પસંદ કરવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
