Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીયોને મૂર્ખ કહેવા બદલ કાત્જુને મળી નોટિસ

markandey katju
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: ભારતીય પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુને લખનઉ કોર્ટે કાનૂની નોટિસ ફટકારી છે. કાત્જુએ એક કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે 90 ટકા ભારતીયો 'મૂર્ખ' હોય છે માટે તેમને ધર્મના નામે સરળતાથી ઉશ્કેરી શકાય છે. કાત્જુના આ નિવેદન બાદ લખનઉના બે બાળકો તાન્યા અને આદિત્ય ઠાકુરે તેમને કાનૂની નોટિસ ફટકારી છે.

કાત્જુએ સેમિનારમાં કહ્યું હતું કે 'હુ કહી શકું છે 90 ટકા ભારતીયો મૂર્ખ હોય છે. જેમના લોકોના મગજમાં ભેજુ હોતુ નથી. જેમને સરળતાથી ઉશ્કેરી શકાય છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ફક્ત 2000 રૂપિયા માટે કોમી હુલ્લડો ભડકાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે કોઇ પૂજા સ્થાને અસન્માન બતાવતાં કોઇ તોફાનીભર્યું કામ કરી દો અને લોકો એકબીજા સાથે ઝઘડવાનું શરૂ કરી દે છે.

માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે તમે ગાંડા જેમ અંદરો અંદર ઝઘડવા લાગશો અને તે વાતને સમજશો નહી કે આની પાછળ કેટલાક ભડાકવનાર લોકો છે. 1857 પહેલાં દેશમાં કોઇ સાંપ્રદાયિકતા ન હતી પરંતુ આકે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે 80 ટકા હિન્દુ સાંપ્રદાયિક છે અને 80 ટકા મુસ્લિમ સાંપ્રદાયિક છે.

હું તમને જણાવી દઉં કે આ કડવી સચ્ચાઇ છે. આવું કેવી રીતે બન્યું 150 વર્ષોમાં તમે લોકો આગળ વધવાને બદલે પાછળ ચાલ્યાં ગયા કારણ કે અંગ્રેજ તમારી અંદર જેર રેડી રહ્યાં છે. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે 1857 બાદ લંડનથી આવનારી નીતિ આવી હતી કે આ દેશ પર નિયંત્રણ રાખવું જરૂરી છે માટે હિન્દુ અને મુસ્લિમ અંદરો અંદર ઝઘડતા રહે.

તેમણે કહ્યું હતું કે દુષ્પ્રચાર ચાલી છે કે હિન્દી હિન્દુઓની ભાષા છે અને ઉર્દૂ મુસ્લિમોની. આપણા પૂર્વજોએ પણ ઉર્દૂ ભણ્યાં હતા પરંતુ તમને મૂર્ખ બનાવવા સરળ છે. તમે મૂર્ખ છો માટે તમને સરળતાથી મૂર્ખ બનાવી શકાય. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે આ કડવી વાતો કહી રહ્યો છું કે ભારતીય આ રમતને સમજે અને મૂર્ખ ન બને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X