For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40 મહિલા પ્રોફેસરોને અશ્લીલ કોલ કરનારો ઝડપાયો

રાજસ્થાન યુનિવર્સીટીના 40 મહિલા પ્રોફેસરોને અશ્લીલ કોલ કરનાર અને રેપની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન યુનિવર્સીટીના 40 મહિલા પ્રોફેસરોને અશ્લીલ કોલ કરનાર અને રેપની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આરોપી હરિયાણાના હિસારથી પકડાયો છે. આ આરોપી છોકરાની ઉંમર 16 વર્ષની છે. રાજસ્થાન યુનિવર્સિટીના અધ્યાપક સતત આવા કૉલ્સ પ્રાપ્ત કરી રહ્યા હતા, જેમના માટે તેણે પોલીસ સાથે ફરિયાદ નોંધી હતી. આ કૉલ્સ ઇન્ટરનેટ દ્વારા જનરેટ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: જમીન વિવાદની તપાસ કરવા ગયેલા પોલીસકર્મીની મારી મારીને હત્યા

મહિલા પ્રોફેસરે ફરિયાદ નોંધાવી હતી

મહિલા પ્રોફેસરે ફરિયાદ નોંધાવી હતી

જયપુર પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલા પ્રાધ્યાપકોને ઇન્ટરનેટ કોલ કરતો હતો. રાજસ્થાન યુનિવર્સિટીના કેટલાક મહિલા અધ્યાપકોએ જયપુરના ગાંધી નગર અને મહેશ નગર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવ્યા હતા, જેમાં તેમને અજાણ્યા વ્યક્તિ સામે અશ્લીલ કોલ્સ અને બળાત્કારની ધમકી અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી. લગભગ એક અઠવાડિયા સુધી સાયબર ટીમની મદદથી, પોલીસ શુક્રવારે આરોપી સુધી પહોંચી ગઈ.

પાર્સલની ઓનલાઇન બૂકિંગથી પકડમાં આવ્યો

પાર્સલની ઓનલાઇન બૂકિંગથી પકડમાં આવ્યો

પોલીસે કહ્યું કે આરોપીએ પહેલા એક મહિલા પ્રોફેસરને પહેલા ફોન કરીને ગિફ્ટ આપવાની વાત કહી હતી. મહિલા પ્રોફેસરે પાર્સલ અંગે પોલીસને જાણ કરી. પોલીસે પાર્સલ ક્યાંથી બુક કર્યું તેના વિશે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પાર્સલ હિસારથી બુક કરવામાં આવ્યું છે. તેના આધારે પોલીસે જાંચ આગળ વધારી ત્યારે આઈપી એડ્રેસ હિસાર યુનિવર્સીટીનું નીકળી આવ્યું. ત્યારપછી પોલીસ ટીમ હિસાર મોકલવામાં આવી.

આરોપી પ્રોફેસરનો દીકરો છે

આરોપી પ્રોફેસરનો દીકરો છે

પોલીસે જણાવ્યું છે કે આ આરોપ કૉલેજના પ્રોફેસરનો પુત્ર છે. તે નેટવર્કિંગ અને સાયબર એક્સપર્ટ છે. યુનિવર્સિટીની વેબસાઇટ પરથી, તેમણે પ્રોફેસરોના નંબર લીધા. પોલીસે કહ્યું છે કે તે ધ્યાનમાં રાખતો હતો કે તેનું સરનામું કોઈને ખબર નહીં પડે, પરંતુ ઓનલાઈન બુકિંગને કારણે તેને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સંબંધિત વિભાગોમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

English summary
Juvenile detained for lewd calls to 40 women professors of Rajasthan University
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X