સિંધિયાના પિતરાઈ ભાઈનો દાવો- સિંધિયાએ રાહુલ ગાંધીને મળવાની બહુ કોશિશ કરી
સિંધિયાના પિતરાઈ ભાઈનો દાવો- સિંધિયાએ રાહુલ ગાંધીને મળવાની બહુ કોશિશ કરી
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના નજીકના સહયોગી તરીકે ઓળખવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસનો ભાગ નથી. 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલ સિંધિયા હવે જલદી જ ભગવો ધારણ કરશે. આ દરમિયાન હવે સિંધિયાના પિતરાઈ ભાઈએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ત્રિપુરા શાહીના સભ્ય અને સિંધિયાના પિતરાઈ ભાઈ પ્રદ્યુત દેબ બર્મને કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીને મળવા માટે કેટલાય મહિનાથી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેઓ તેમને મળી નહોતા શક્યા. બર્મને કહ્યું કે જ્યારે આપણા નેતા આપણી સાંભળી નથી રહ્યા અને જૂના સાથી એક-એક કરીને બહાર નિકળી રહ્યા છે, તો આ આગળ વધવાનો સમય છે.

જો તેઓ અમને સાંભળવા નહોતા માંગતા તો...
પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રિપુરા કોંગ્રેસ ચીફના પદેથી રાજીનામું આપનાર પ્રદ્યુત દેબ બર્મને કહ્યું કે, મને ખબર છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા મહિનાઓથી રાહુલ ગાંધીને મળવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ તેમણે રાહુલ ગાંધીને મળવાનો સમય નહોતો આપ્યો. જો તેઓ (રાહુલ ગાંધી) અમારી સાંભળવા નહોતા માંગતા, તો તેઓ પાર્ટીમાં કેમ લાવ્યા? દેબ બર્મને હાલના ઘટનાક્રમને લઈ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં દેબ બર્મને રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, પોતાની અને પોતાની મા સાથેની એક તસવીર પણ શેર કરી છે.

પાર્ટીને જોઈ દુખ થાય છે
દેબ બર્મને ફેસબુક પર લખ્યું કે, પાર્ટીને જોઈ દુખ થાય છે કે આગલા એક દશકામાં ભારત પોતાના તમામ યુવા નેતાઓને ગુમાવી દેશે. મેં મોડી રાતે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે વાત કરી અને તેમણે મને જણાવ્યું કે, મેં ઘણો ઈંતેજાર કર્યો પરંતુ આપણા નેતાઓ મળવાનો સમય જ ના આપ્યો. જ્યારે મેં ત્રિપુરામાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે રાહુલ ગાંધીના અચાનક અધ્યક્ષ પદ છોડવાથી યુવા નેતાઓ 'અનાથ' મહેસૂસ કરી શકે છે. તેમણે અમને બધાને એકલા છોડી દીધા.

રાહુલ ગયા બાદ અચાનક અમારા વિચારોને ઠોકર મારવામાં આવી
દેબ બર્મને લખ્યું કે, રાહુલ ગાંધીના ગયા બાદ અચાનક અમારા વિચારોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા અને પાર્ટીના દિગ્ગજોએ પ્રમુખ પદો પર અમારી નીતિઓને ઠોકર મારવી શરૂ કરી દીધી. 2018માં જ્યારે ભાજપે મારો અને મારી માનો સંપર્ક કર્યો તો મેં વિશેષ રૂપે સિંધિયા અને રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે કોંગ્રેસ ત્રિપુરા અને પૂર્વોત્તરના સ્વદેશી લોકો માટે બોલે અને હું કોંગ્રેસમાં પાછો આવી ગયો.

રાહુલ ઘોર ઊંઘમાં ચાલ્યા ગયા છે
જેના બે વર્ષ બાદ પણ રાહુલ ઘોર નિંદ્રામાં છે. મને ખુશી છે કે સિંધિયાએ પાર્ટી છોડી દીધી છે અને હું પણ આ વાત માટે તૈયાર છું. મને લાગે છે કે આ મારા ક્ષેત્રના લોકોના અધિકારો માટે સાચો નિર્ણય છે. જે ના તો ભાજપમાં છે અને ના તો કોંગ્રેસમાં. શું મુસિબત છે કે એક મોટી જૂની પાર્ટી એક સાધારણ જૂની પાર્ટી બનીને રહી ગઈ છે. શું થઈ રહ્યું છે તે જોવું ખરેખર દિલ ચકનાચુર કરી દે તેવું છે.












Click it and Unblock the Notifications
