For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સાથે જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના તાર, વડોદરામાં બન્યો પ્લાન

મધ્ય પ્રદેશમાં રાજકીય તોફાન લાવી દેનાર સિંધાયા સંકટના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

હોળી 2020 પર મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના રંગમાં ભંગ પડી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધ્યા દ્વારા 10 માર્ચે રાજીનામુ આપવાથી કમલનાથની ચૌદ મહિના જૂની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો અને પાર્ટીએ રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી દીધુ છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

4 મહિના પહેલા સાસરિયામાં બન્યો પ્લાન

4 મહિના પહેલા સાસરિયામાં બન્યો પ્લાન

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં રાજકીય તોફાન લાવી દેનાર સિંધિયા સંકટના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. મીડિયાના સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાનુ પ્લાનિંગ ગુજરાતના વડોદરા સ્થિત તેમના સાસરિયામાં થયુ. મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર સામે બાગી થવા અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપવાની આખી ઘટના ચાર મહિના પહેલા સિંધિયાના સાસરિયામાં લખવામાં આવી અને હોળી 2020 પર તેને અંજામ આપવામાં આવ્યો છે.

મરાઠા રાજપરિવારની પુત્રી સાથે સિંધિયાના લગ્ન

મરાઠા રાજપરિવારની પુત્રી સાથે સિંધિયાના લગ્ન

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડોદરાના ગાયકવાડ મરાઠા રાજપરિવારની પ્રિયદર્શીની સાથે 12 ડિસેમ્બર 1994માં જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થયા હતા. સાસરિયુ હોવાના કારણે સિંધિયાનુ વડોદરામા જવા આવવાનુ રહે છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત ચૂંટણી દરમિયાન તેમને વડોદરા વિસ્તારની જવાબદારી સોંપી હતી. વડોદરાની આસપાસની જે સીટો તેમને જીતાવવાની જવાબદારી સિંધિયાને સોંપવામાં આવી હતી. સિંધિયાએ આ દરમિયાન ત્યાં જઈને પ્રચાર પણ કર્યો.

સિંધિયા નવેમ્બર 2019માં ગયા હતા વડોદરા

સિંધિયા નવેમ્બર 2019માં ગયા હતા વડોદરા

આ તરફ વડોદરા મહારાજ સાથે પ્રધાનમંત્રીને સારા સંબંધો છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ પહેલી વાર લોકસભા ચૂંટણી પણ વડોદરાથી લડી હતી. મીડિયાના સાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બર 2019માં વડોદરા મહારાજના ત્યાં કોઈ પારિવારિક કાર્યક્રમ હતો. તેમાં દેશભરમાંથી રાજકીય જગતના ઘણા લોકો પહોંચ્યા હતા. સિંધિયાએ પણ ભાગ લીધો હતો. રાજકીય ગલીઓમાં એ અટકળો લગાવવામાં આવી રહી છે કે અહીં વડોદરા મહારાજ સાથે સિંધિયાએ પોતાની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી.

સિંધિયાએ 10 માર્ચ 2020એ રાજીનામુ સોપ્યુ

સિંધિયાએ 10 માર્ચ 2020એ રાજીનામુ સોપ્યુ

કોંગ્રેસમાં સિંધિયા એકદમ જ અલગ પડી ગયા હતા. પાર્ટીએ ન તો તેમને પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી આપવા તૈયાર હતી અને ના રાજ્યસભામાં મોકલવા. એવામાં સિંધિયા પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. વડોદરા મહારાજ સાથે નરેન્દ્ર મોદીના સંબંધો જગજાહેર છે. આ ફેમિલી પાર્ટીમાં સિંધિયાની આગળની રાજકીય સફર પર ચર્ચા થઈ. થોડા દિવસો પહેલા તેમણે પોતાના સોશિયલ પ્રોફાઈલથી કોંગ્રેસનુ નામ હટાવી દીધુ હતુ. ત્યારબાદ સિંધિયા આગળની તૈયારીમાં લાગી ગયા હતા. છેવટે તેમણે 10 માર્ચ 2020એ રાજીનામુ આપી દીધુ.

આ પણ વાંચોઃ આલ્કોહોલથી કોરોના કાબુ રહેવાની અફવા વચ્ચે ઝેરી શરાબથી ઈરાનમાં 27ના મોતઆ પણ વાંચોઃ આલ્કોહોલથી કોરોના કાબુ રહેવાની અફવા વચ્ચે ઝેરી શરાબથી ઈરાનમાં 27ના મોત

English summary
Jyotiraditya Scindia's resignation planned in Baroda Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X