જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ જણાવ્યુ, કેમ છોડી કોંગ્રેસ પાર્ટી, ગણાવ્યા 3 કારણો
છેલ્લા 18 વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહેલ મધ્ય પ્રદેશ રાજપરિવારના રાજકુમાર જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો પાલવ પકડી ચૂક્યા છે. મંગળવારે 10 માર્ચે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ અને બુધવારે 11 માર્ચે તે ભાજપમાં શામેલ થઈ ગયા. સિંધિયાએ સભ્યપદ ગ્રહણ કર્યા બાદ મીડિયાને જણાવ્યુ કે તે જે જનસેવાની ભાવના લઈને રાજનીતિમાં આવ્યા અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા તે હવે પૂરુ થઈ શકતુ નહોતુ. આ સાથે તેમણે ખુદ એ ત્રણ કારણોનો ખુલાસો કર્યો જે હેઠળ તેમણે પાર્ટીને અલવિદા કહેવુ પડ્યુ.
વાસ્તવિકતાથી દૂર છે પાર્ટી
જ્યાતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડવાના જે ત્રણ કારણો ગણાવ્યા તે છે - પાર્ટીનુ વાસ્તવિકતાથી દૂર હોવુ, જડતાનો માહોલ હોવો અને પાર્ટીમાં યુવા નેતૃત્વ અને યુવા વિચારને આગળ વધવાનો અવસર ન મળવો. સિંધિયાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી વાસ્તવિકતાનો સમાવેશ કરવા નથી ઈચ્છતી. સિંધિયાએ પાર્ટી પર હુમલો કરતા કહ્યુ કે આજે પાર્ટી આ પાર્ટીને નજરઅંદાજ કરી રહી છે કે પાર્ટીમાં આજે જડતાનો માહોલ છે અને ઘણા લોકોને નેતૃત્વનો મોકો નથી આપવામાં આવી રહ્યો. આખા દેશમાં આ સ્થિતિ છે પરંતુ મધ્ય પ્રદેશમાં જે સપના અમે સાથે મળીને જોયા હતા તે બધા વિખેરાઈ ગયા છે.
આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્યએ સિંધિયાએ ભગવો પહેરી કહ્યુઃ વ્યથિત છુ, બહુ બદલાઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટી