કૈફિયત એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 74 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં એક જ મહિનામાં બીજી વાર રેલ્વે દુર્ધટના બની છે. પ્રાપ્ત જાણકારી મુજબ આજમગઢથી દિલ્હી જઇ રહેલી 12225 (અપ) કૈફિયત એક્સપ્રેસ ઔરેયાની પાસે માનવ રહિત ફાટક પર મોડી રાતે એક ડંપર જોડે અથડાઇ હતી. તે પછી ટ્રેનના એન્જિન સહિત 10 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં 74 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. જેમાંથી 21 લોકોની હાલત ગંભીર જાણવા મળી છે. તમામ ઇજાગ્રસ્તોને પાસેની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

Kaifiyat Express accident

જો કે હજી સુધી આ ઘટનામાં કોઇ વ્યક્તિની મૃત્યુ થઇ હોવાની ખબર નથી મળી. સૂચના મળતા જ દિલ્હીથી પણ મેડિકલ રિલીફ ટ્રેન પણ ત્યાં પહોંચી ગઇ છે. સાથે જ લખનઉથી એક એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. ઐરેયાના ડીએમ અને એસપી પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. અને રાહત કાર્ય હાલ ત્યાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.

English summary
The Kaifiyat Express has derailed near Auraiya in Uttar Pradesh. Ten coaches of the train derailed following which over 74 were injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.