કેજરીવાલે કૈલાશ ગહેલોતને બનાવ્યા નાણામંત્રી, સોંપ્યા આ મહત્વના મંત્રાલય, રાજકુમાર સંભાળશે શિક્ષણ સહિત આ વિભાગ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેબિનેટે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી મંત્રી કૈલાશ ગહેલોતને સોંપી છે.
દિલ્લીની આમ આદમી પાર્ટી(AAP)ની સરકારમાંથી ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામુ આપી દીધુ. સીએમ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામા એલજી વિનય સક્સેનાને મોકલ્યા હતા. એલજીએ તેને રાષ્ટ્રપતિને મોકલી દીધા. રાષ્ટ્રપતિએ બંનેના રાજીનામા સ્વીકારી લીધા છે. કેજરીવાલ સરકારના આ બે મંત્રીઓના રાજીનામા બાદ દિલ્લી સરકારના 18 વિભાગોનો પોર્ટફોલિયો ખાલી થઈ ગયો ત્યારબાદ કેજરીવાલ કેબિનેટે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી મંત્રી કૈલાશ ગહેલોતને સોંપી છે.

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્લી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ મંત્રી કૈલાશ ગેહલોતને નાણા, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને જળ વિભાગો આપવામાં આવ્યા છે. બીજી તરફ મંત્રી રાજ કુમાર આનંદને શિક્ષણ, જમીન અને મકાન, તકેદારી, સેવા, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચારના આરોપોને કારણે દિલ્લીના કેબિનેટ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ આ બે નવા મંત્રીઓની નિમણૂક કરી છે. આ મંત્રીઓના નામની જાહેરાત કરતા પહેલા રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ હતુ કે નાના દિલ્લી કેબિનેટમાં મોટા ભાગના મહત્વના પોર્ટફોલિયો સિસોદિયા અને જૈન સંભાળતા હતા અને સરકારના કામમાં વિલંબ ન થાય તે માટે નવા મંત્રીઓની નિમણૂક જરૂરી હતી, તેથી આ જવાબદારી બે નવા મંત્રીઓને સોંપવામાં આવી રહી છે.
આપ પ્રવક્તા ભારદ્વાજે કેન્દ્ર પર વિકાસ માટે અથાગ મહેનત કરતી રાજ્ય સરકારોને નિશાન બનાવવાનો આરોપ લગાવીને પરિસ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યુ કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંને તેમના જાહેર કાર્યો માટે વિશ્વભરમાં જાણીતા છે. આ જ કારણ છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તેમને ખોટા કેસમાં નિશાન બનાવ્યા. ભારદ્વાજે કહ્યું, "આ સારો સંકેત નથી. સિસોદિયા અને જૈન ઈમાનદાર અને મહેનતુ મંત્રી છે અને આમ આદમી પાર્ટીના દરેક સભ્ય તેમની સાથે ઉભા છે."
તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાએ દિલ્લી મંત્રીમંડળને આપેલા પોતાના રાજીનામામાં આરોપ લગાવ્યો કે ખોટા અને નિરાધાર આરોપો પર તેમની સામે ષડયંત્ર રચવામાં આવ્યુ છે, સત્ય સામે આવશે. તેમણે પૂરી ઈમાનદારી સાથે દિલ્લી સરકારના વિવિધ વિભાગો માટે કામ કર્યુ. તેમની સાથે લાખો બાળકોના આશીર્વાદ અને તેમના માતાપિતાનો પ્રેમ છે. સૌથી મોટી વાત એ છે કે દિલ્લીમાં શિક્ષણ ક્રાંતિની શરુઆત કરનારા હજારો શિક્ષકોના આશીર્વાદ છે. મારા પર લગાવેલા આરોપીની સચ્ચાઈ સામે આવશે અને એ સાબિત થશે કે એ ખોટા છે.












Click it and Unblock the Notifications
