For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનૂનમંત્રીના રાજીનામાનો પ્રશ્ન જ પેદા નથી થતો: કમલનાથ

|
Google Oneindia Gujarati News

kamal nath
નવી દિલ્હી, 26 એપ્રિલ: સંસદીય કાર્યમંત્રી કમલનાથે શુક્રવારે જણાવ્યું કે કાનૂનમંત્રી અશ્વની કુમારના રાજીનામાનો પ્રશ્ન જ પેદા નથી થતો. કેન્દ્રીયમંત્રીએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે સીબીઆઇના નિર્દેશક દ્વારા આજે સુપ્રિમ કોર્ટને એવું જણાવ્યું કે તેમણે કોલ બ્લોક ફાળવણીના રિપોર્ટ કાનૂનમંત્રીને બતાવ્યો હતો, એ મુદ્દે વિપક્ષે કાનૂનમંત્રીના રાજીનામાની માંગ કરી.

કમલનાથે પત્રકારોને જણાવ્યું કે 'સીબીઆઇના નિર્દેશકે સ્પષ્ટ જણાવ્યું છે કે કાનૂનમંત્રીને તપાસનો ડ્રાફ્ટ રિપોર્ટ જ બતાવ્યો હતો, અંતિમ રિપોર્ટ નહીં. માટે તેમના રાજીનામાની વાત જ પેદા નથી થતી.'

અત્રે ઉલ્લેખનીય છે કે કોલ બ્લોક ફાળવણીમાં અનિયમિતતાની તપાસને લઇને સીબીઆઇએ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંધનામુ રજૂ કર્યું હતું. સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાએ બે પાનાના સોગંધનામામાં સ્વીકાર્યું હતું કે તેમણે આ મુદ્દે બનેલા સ્ટેટસ રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરતા પહેલા પીએમઓ, કાનૂનમંત્રી, અને કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવને બતાવ્યો હતો.

કમલનાથે જણાવ્યુ્ં કે 'આ રિપોર્ટમાં મુખ્ય સવાલ તપાસ સામગ્રીનો છે, જેમાં સૌથી વધારે કોયલા મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય અને કાનૂન મંત્રાલય દ્વારા ઉપલપ્ધ કરાવવામાં આવી. સીબીઆઇએ સામગ્રી એકઠી કરી અને અંતિમ રિપોર્ટ તૈયાર કરી. સીબીઆઇ દ્વારા તૈયાર અંતિમ રિપોર્ટને કોઇપણ રાજનૈતિક પ્રતિનિધિએ નથી જોયો'

English summary
Kamal Nath takes on BJP, says 'PM, Law Minister will not resign'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X