For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંચીપીઠના શંકરચાર્યનું નિધન, વિવાદો સાથે હતો જૂનો સંબંધ

બુધવારે, કાંચીપીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની મધુમેહ અને આયુને લગતી સમસ્યાના કારણે નિધન થયું. નોંધનીય છે કે વિવાદો સાથે શંકરાચાર્યનો જૂનો સંબંધ હતો. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

બુધવારે, કાંચીપીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની આયુએ નિધન થયું. તેમને ગત મહિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પછી તે સ્વસ્થ થયા હતા પણ શુગરની સમસ્યાના કારણે તેમનું નિધન થયું હતું. કાંચી પીઠ હિંદુ ધર્મને માનનાર માટે ખૂબ જ મહત્વનું સ્થાન માનવામાં આવે છે. વળી દક્ષિણના તમામ મોટા બ્રાહ્મણો સમાજ તેમાં વિશ્વાસ રાખે છે. આ પીઠ દક્ષિણ ભારતના તમિલનાડુના કાંચીપુરમ નગરમાં આવેલ છે. જેના મુખિયા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી હતા. જયેન્દ્ર સરસ્વતીનો જન્મ 18 જુલાઇ 1935 થયો હતો. શંકરાચાર્ય બનવા પહેલા તેમનું નામ સુબ્રમણ્યમ મહાદેવ હતું. 22 માર્ચ 1954 તેમને અધિકૃત રીતે કાંચીપીઠના શંકરાચાર્ય બનાવ્યા હતા. કાંચીપીઠ અનેક ધાર્મિક સંસ્થાનનું સંચાલન કરે છે. સાથે જ શિક્ષા, હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ જેવી સમાજિક સેવાઓથી પણ જોડાયેલું છે.

shankaracharya

કાંચી કામકોટી પીઠ પર 69માં શંકરાચાર્ય તરીકે જયેન્દ્ર સરસ્વતીની પસંદગી થઇ હતી. 2003માં તેમણે પોતાના કાર્યકાળના 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. તે સમયે તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ પણ ત્યાં હાજર હતા. અને પીએમ મોદી સાથે પણ તેમની તસવીરો જોવા મળે છે. 2004માં શંકરાચાર્ય પર શંકરરામનની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ મામલે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી મુખ્ય આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. પણ પોંડિચેરીની કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી. અયોધ્યા મામલે પણ તેમણે પોતાનું સમર્થન આપ્યું હતું જો કે તેમના નિવેદનોના કારણે તે આ મામલે પણ વિવાદોમાં રહ્યા હતા. જો કે આ વિવાદોને બાદ કરીએ તો તેમને વેદાનું સારું જ્ઞાન હતું. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

English summary
Complete profile of Kanchi Mutt Jagadguru Sri Jayendra Saraswathi shankaracharya who died at the age of 82. He was under the scanner of murder charge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X