For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાએ સાધ્યુ કોંગ્રેસ પર નિશાન, ‘આપણે ક્યારેક મુઘલ-બ્રિટિશ કે ઈટાલિયન સરકારના ગુલામ રહ્યા'

મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કંગનાએ કોંગ્રેસ વિશે તીખુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે નવ રાજ્યોની 72 સંસદીય સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. આમાં મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની 8, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6-6, બિહારની 5 અને ઝારખંડની 3 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. આ સીટો પર કુલ 116 ઉમેદવાર મેદાનમાં છે જેના માટે આજે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાન કર્યુ છે. આજે સવારથી જ બોલિવુડના દિગ્ગજો પોત પોતાના પોલિંગ બુથો પર મતદાન કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ પુત્ર સની દેઓલ માટે ધર્મેન્દ્રએ કર્યુ ટ્વીટ, 'રાજકારણ બહુ વિકૃત થઈ ચૂક્યુ છે એટલે..'આ પણ વાંચોઃ પુત્ર સની દેઓલ માટે ધર્મેન્દ્રએ કર્યુ ટ્વીટ, 'રાજકારણ બહુ વિકૃત થઈ ચૂક્યુ છે એટલે..'

આપણે ક્યારેક મુઘલ, બ્રિટિશ તો ક્યારે ઈટાલિયન ગવર્મેન્ટના ગુલામ રહ્યા

આપણે ક્યારેક મુઘલ, બ્રિટિશ તો ક્યારે ઈટાલિયન ગવર્મેન્ટના ગુલામ રહ્યા

આ ક્રમમાં આજે બોલિવુડ ક્વીન કંગના રનોતે પણ મત આપ્યો. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કંગનાએ કોંગ્રેસ વિશે તીખુ નિવેદન આપ્યુ છે. કંગનાએ કહ્યુ કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે પાંચ વર્ષોમાં એક વાર આવે છે. આ દિવસનો ઉપયોગ દરેક જણે કરવો જોઈએ. મને લાગે છે કે ભારત હવે ખરા અર્થમાં આઝાદ થઈ રહ્યુ છે. આ પહેલા આપણે ક્યારેક મુઘલ, ક્યારેક બ્રિટિશ તો ક્યારેક ઈટાલિયન ગવર્મેન્ટના ગુલામ હતા. મને લાગે છે કે આજે આપણે મુક્ત છીએ. તમને સ્વરાજનો હક છે, તમે મતનો ઉપયોગ કરો, એ તમારો હક છે.

આપણે માત્ર ફરિયાદ કરતા રહીએ છીએઃ કંગના

કંગનાએ આગળ કહ્યુ કે આપણે માત્ર ફરિયાદ કરતા રહીએ છીએ પરંતુ ક્યારેય આપણી ડિમાન્ડ નથી કહેતા. જે પોલિટિશયન છે, તે કોઈ થિંકર, ઑથર કે આર્ટિસ્ટ નથી, તે સેવા કરનારા લોકો છે. આપણે તેમને કહેવાનું છે કે આપણને શું જોઈએ છે. આપણે મત આપવો જોઈએ અને દેશને આગળ વધવામાં સાચો રસ્તો બતાવવો જોઈએ.

આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે

આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે

તમને જણાવી દઈએ કે આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશની જનતાએ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તે આજે મત જરૂર આપે અને લોકતંત્રને મજબૂત કરવા માટે પોતાનું મહત્વનું યોગદાન કરે.

ચોથા તબક્કામાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

ચોથા તબક્કામાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

તમને જણાવી દઈએ કે ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ માટે ચૂંટણીનો આ તબક્કો ઘણો મહત્વનો માનવામાં આવે છે કારણકે 2014ની લોકસભા ચૂંટણીમાં આ 72માંથી 56 સીટો પર તેમને જીત મળી હતી. બાકી બચેલી 16 સીટોમાંથી બે પર કોંગ્રેસને જીત મળી હતી જ્યારે બાકી સીટો તૃણમૂલ કોંગ્રેસ (6) અને બીજદ (6) જેવી વિપક્ષી પાર્ટીઓના ખાતામાં ગઈ હતી. ચોથા તબક્કામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ, શ્રીપ્રકારશ જયસ્વાલ, યુપીના કેબિનેટ મંત્રી સત્યદેવ પચૌરી, સપાની ડિમ્પલ યાદવ, સાક્ષી મહારાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશનના અધ્યક્ષ રામશંકર કઠેરિયા જેવા રાજકીય દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે.

English summary
Kangana Ranaut attacks Congress on Mumbai poll day: We were servants of Italian govt, are free today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X