Kangana Ranaut : કંગના રનૌતની હાર કે જીત? જાણો શું કહે છે મંડી સીટના એક્ઝિટ પોલ
Kangana Ranaut Himachal lok sabha chunav exit poll 2024 : હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર નજર છે. અહીં બોલિવૂડની બડબોલી અભિનેત્રી કંગના રનૌત ચૂંટણી લડી રહી છે.
શનિવારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકો પર સાતમા તબક્કામાં એક સાથે મતદાન થયું છે. લોકસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં 70%થી વધુ મતદાન નોંધાયુ.

8 વાગ્યા સુધી ચાર લોકસભા સીટો માટે બહાર આવેલા આંકડામાં સૌથી વધુ 71.48% મતદાન મંડીમાં થયું. હિમાચલની સાથે સાથે સમગ્ર દેશની નજર મંડી સીટ પર ટકેલી છે.
ભાજપે અહીંથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે. જેનો સામનો કોંગ્રેસ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહ સાથે થઈ રહ્યો છે. આ બેઠકના પરિણામ અંગે પણ સૌ કોઈને ઉત્સુકતા છે.
1 જૂને મતદાનનો અંતિમ તબક્કો પૂરો થતાંની સાથે જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. હિમાચલમાં ફરી એકવાર ભાજપે ચાર સીટો પર ક્લીન સ્વીપ કરતું જોવા મળી રહ્યું છે. મોટાભાગના સર્વે ભાજપની તરફેણમાં છે.
જે પ્રકારના એક્ઝિટ પોલના વલણો છે. સ્પષ્ટ છે કે કંગના રનૌત મંડી સીટ પરથી ચૂંટણી જીતી રહી છે. આવી સ્થિતિમાં કંગનાની રાજકીય સફર પણ શરૂ થઈ શકે છે. 2019 ના એક્ઝિટ પોલની વાત કરીએ તો તમામ એક્ઝિટ પોલમાં ભાજપને ચારેય બેઠકો પર જીત દર્શાવવામાં આવી છે. જે એકદમ સચોટ સાબિત થયા હતા.
ભાજપે આ સીટ પર અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે. જ્યારે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય કોંગ્રેસ તફખથી ચૂંટણી લડ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ચારેય બેઠકો જીતી હતી. અનુરાગ ઠાકુર હમીરપુર લોકસભા સીટથી, કિશન કપૂર કાંગડાથી, રામ સ્વરૂપ શર્મા મંડીથી, સુરેશ કશ્યપ શિમલાથી જીત્યા હતા.
17 માર્ચ 2021 ના રોજ મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માના અવસાન પછી કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહે ઓક્ટોબર 2021 માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત મેળવી હતી.












Click it and Unblock the Notifications
