કન્હૈયા કુમારે ગિરિરાજ સિંહ માટે કંઈક આવું કહ્યું...
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહએ નવાડાથી લોકસભા સીટ નહીં મળવા પર પોતાનો રોષ પ્રગટ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહએ નવાડાથી લોકસભા સીટ નહીં મળવા પર પોતાનો રોષ પ્રગટ કર્યો છે. ભાજપે તેમને નવાડા લોકસભા સીટથી નહીં પરંતુ બેગુસરાઈ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીના આ નિર્ણયથી ભાજપા સાંસદનું દર્દ છલકી આવ્યું અને તેમને કહ્યું કે તેમના સ્વાભિમાનને ફટકો લાગ્યો છે, બિહારમાં બીજા કોઈ ભાજપા સાંસદની સીટ નથી બદલવામાં આવી. ગિરિરાજ સિંહના નિવેદન પર સીપીઆઇ ટિકિટ પર બેગુસરાઈથી ચૂંટણી લડનાર કન્હૈયા કુમારે તેમના પર કટાક્ષ કર્યો છે.
આ પણ વાંચો: ન્યાય યોજના પર મેનકા ગાંધીનો કટાક્ષ, રાહુલ ગાંધીને ગણાવ્યા 'શેખચિલ્લી'

મંત્રીજીએ તો બેગુસરાઇને વંનક્કમ કહી દીધું: કન્હૈયા કુમાર
કન્હૈયા કુમારે ગિરિરાજ સિંહના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, "લોકોને જબરજસ્તી પાકિસ્તાન મોકલનાર, પાકિસ્તાન ટૂર એન્ડ ટ્રાવેલ વિભાગના વિઝા મંત્રીજીને નવાડાથી બેગુસરાઈ મોકલવા પર હર્ટ થયા છે. મંત્રીજીએ તો બેગુસરાઇને વંનક્કમ કહી દીધું છે. કન્હૈયા કુમારે વધુ એક ટવિટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે કે બેસ્ટમેન મેદાન પર ઉતરવા માટે તૈયાર નથી અને ટીમ જીતની ખુશીની મીઠાઈ વહેંચી રહી છે. આવું ફક્ત ભાજપમાં જ થઇ શકે છે, નો લોજિક ફક્ત મેજીક. પરંતુ બેગુસરાઇની જનતા જાણે છે કે તેમના માટે કોણ સાથે રહેશે.
|
નવાડા લોકસભા સીટથી નહીં પરંતુ બેગુસરાઈ સીટથી ઉમેદવાર
ગિરિરાજ સિંહ બિહારમાં એનડીએ ઘટક દળો વચ્ચે સીટોની વહેંચણીથી નારાજ છે કારણકે નવાડાની સીટ રામવિલાસ પાસવાસની પાર્ટી લોજપાના ખાતામાં ગઈ છે. નવાડા થી સાંસદ ગિરિરાજ સિંહને પાર્ટીએ બેગુસરાયથી ટિકિટ આપી છે. ત્યારપછીથી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે.

સ્વાભિમાન સાથે બાંધછોડ નહીં: ગિરિરાજ સિંહ
સોમવારે ન્યુઝ એજેન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ગિરિરાજ સિંહએ જણાવ્યું હતું કે તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. બિહારમાં બીજા કોઈ ભાજપા સાંસદની ટિકિટ નથી બદલવામાં આવી બિહાર ભાજપે મને જણાવવું જોઈએ કે મારી ટિકિટ કેમ કાપી છે. બેગુસરાયમાં મારા વિરુદ્ધ કઈ જ નથી પરંતુ હું મારા સ્વાભિમાન સાથે બાંધછોડ નહીં કરું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
