Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kanjhawala case: પાંચે આરોપીઓની રાતે કેમ કરાવવામાં આવી મેડિકલ તપાસ, પોલીસે જણાવ્યુ કારણ

કાંઝાવાલા કેસના આરોપીઓના રાતે જ મેડિકલ ટેસ્ટ કરાવી લેવામાં આવ્યા. આનુ કારણ દિલ્લી પોલીસે સમજાવ્યુ છે.

Kanjhawala case: દિલ્લી પોલીસે કાંઝાવાલા કેસમાં છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. આ પહેલા દિલ્લી પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા. આ બધા આરોપીઓને રાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. સાવચેતી રૂપે દિલ્લી પોલીસે રાતે જ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાવી લીધો છે.

Kanjhawala case

તમને જણાવી દઈએ કે કાંઝાવાલા કેસ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. જે રીતે અંજલિને ઘણા કિલોમીટર સુધી આ લોકો કારથી ઢસડતા રહ્યા, તેના કારણે આ આરોપીઓ પ્રત્યે લોકોમાં રોષ છે, માટે પોલીસ દિવસના સમયમાં આ લોકોનો મેડિકલ ટેસ્ટ કરવવા માટે લઈ જવા માંગતી નહોતી. આ લોકો પર હુમલો થવાની પણ સંભાવના હતી. જેને ટાળવા માટે પોલીસે રાતે જ આ લોકોનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. આરોપીઓને સંજય ગાંધી હૉસ્પિટલમાં ટેસ્ટ માટે રાતે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસનુ કહેવુ છે કે આ આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆરમાં કલમ 201 ઉમેરવામાં આવી છે. નોંધનીય છે કે ગુરુવારે સ્થાનિક કોર્ટે પાંચ આરોપીઓની કસ્ટડી વધુ ચાર દિવસ માટે વધારી દીધી છે. આ સમગ્ર મામલાએ દેશના લોકોને હચમચાવી દીધા છે. લોકો આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. વળી, પોલીસનુ કહેવુ છે કે અમે દરેક પાસાઓથી કેસની તપાસ કરી રહ્યા છીએ.

કાંઝાવાલા કેસ સતત ચર્ચામાં છે અને આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. દિલ્લી મહિલા આયોગે કેન્દ્ર સરકાર પાસે આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે. મહિલા આયોગનુ કહેવુ છે કે અમે દિલ્લી પોલીસની તપાસથી ખુશ નથી, પોલીસની તપાસ ઘણી ચિંતાજનક છે. સાથે જ અંજલિની માતાએ પણ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. અંજલિના પરિવારે પણ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 302 લગાવવાની માંગ કરી છે. અંજલિની માતા રેખા સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનના એસએચઓને મળી અને કલમ 302 ઉમેરવાની માંગ કરી.

તમને જણાવી દઈએ કે ગુરુવારે દિલ્લી પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ મામલે માહિતી શેર કરી. દિલ્લી પોલીસે કહ્યુ કે આ કેસમાં પાંચ નહિ પરંતુ 7 આરોપી છે. પોલીસે જણાવ્યુ કે કારમાં પાંચ નહિ પરંતુ ચાર લોકો સવાર હતા. દીપક નહિ પરંતુ અમિત ખન્ના કાર ચલાવી રહ્યો હતો. દીપક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતુ. આ જ કારણ છે કે આ લોકોએ તેને બચાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં દીપક, અમિત, ક્રિષ્ના, મીઠ્ઠુ, મનોજ અને આશુતોષની ધરપકડ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X