Kanjhawala Case : હવે પોલીસની રડારમાં મૃતકની ફ્રેન્ડ, પોલીસે પુછપરછ માટે બોલાવી
પોલીસે જણાવ્યુ કે, નિધિની ધરપકડ કરાઈ નથી અને તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે. સામે આવેલી વિગતો અનુસાર પોલીસ મૃતક અંજલિના ફોનની તપાસ કરી રહી છે. આ સિવાય તેને પહેરેલી જ્વેલરી પણ ગાયબ છે.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી અકસ્માત કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે. હવે પોલીસે મૃતક અંજલિની ફ્રેન્ડ અને ઘટના વખતે સાથે રહેલી નિધિને તપાસ માટે બોલાવી છે. આ મુદ્દે પોલીસે જણાવ્યુ કે, નિધિની ધરપકડ કરાઈ નથી અને તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે. સામે આવેલી વિગતો અનુસાર પોલીસ મૃતક અંજલિના ફોનની તપાસ કરી રહી છે. આ સિવાય તેને પહેરેલી જ્વેલરી પણ ગાયબ છે. હવે પોલીસે નિધિને તપાસ માટે બોલાવી છે.

દિલ્હી પોલીસ આ ઘટનામાં સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસ 5 આરોપીની ધરપકડ કરી ચુકી છે. પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે ત્યારે કાલે રાત્રે 5 આરોપીના મેડિટલ ટેસ્ટ કરાયા હતા. લોકોમાં ગુસ્સાને જોતા પોલીસ તમામ આરોપીઓને રાતે મેડિકલ માટે લઈ ગઈ હતી.
ઘટના મુદ્દે વાત કરીએ તો પોલીસને આરોપીઓ અને મૃતક અંજલિ તેમજ તેની ફ્રેન્ડ નિધિ વચ્ચે કોઈ કનેક્શન મળ્યુ નથી. પોલીસે તમામ કોલ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ જણાવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત પહેલાના ત્રણ દિવસમાં અંજલિ અને નિધિ વચ્ચે 25-30 વખત ફોન પર વાત થઈ હતી. બંને એકબીજાથી ખૂબ નજીક હતી. અહીં પોલીસે એ જણાવ્યું નથી કે બંને ફ્રેન્ડ હતી કે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધકપકડ કરી છે. પહેલા પોલીસે કારમાં સવાર 5 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાં મદદ કરવા માટે આવેલા અન્ય બે લોકોના નામ સામે આવ્યા હતા. હવે પોલીસે છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી લીધી છે. અહીં મહત્વની વાત એ પણ છે કે અકસ્માત સર્જનારી કાર પણ આશુતોષના નામે જ છે. હવે પોલીસ અન્ય એક આરોપી અંકુશને શોધી રહી છે. અંકુશ આશુતોષનો ભાઈ છે અને ફરાર છે. પોલીસે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાની પણ વાત કરી છે.












Click it and Unblock the Notifications
