For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્નડ અભિનેતા અંબરીશના નિધન પર કર્ણાટકમાં 3 દિવસનો શોક

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કન્નડ અભિનેતા અંબરીશ 66 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે. તેમણે બેંગ્લોરમાં એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો

|
Google Oneindia Gujarati News

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કન્નડ અભિનેતા અંબરીશ 66 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે. તેમણે બેંગ્લોરમાં એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેમની મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થઇ હતી. અંબરીશના પરિવારમાં, તેમની પત્ની સુમલતા અને પુત્ર અભિષેક ગૌડા છે. માહિતી અનુસાર કિડનીની સમસ્યાને લીધે અંબરીશ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. શનિવારે, જ્યારે તેની તબિયત અચાનક બગડતી ગઈ, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તે મૃત્યુ પામ્યા. અંબરીશના નિધન પર આરએસએસ ઘ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આરએસએસ ઘ્વારા અંબરીશના મૃત્યુ પર એવું કહેવામાં આવ્યું હતું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપશે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Ambareesh

શનિવારે સાંજે વિક્રમ હોસ્પિટલમાં અંબરીશનું અવસાન થયું હતું. લગભગ 10.50 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. નોંધનીય છે કે, મૃત્યુના ચાર કલાક પહેલા એક બસ અકસ્માતમાં લોકોના મોત પર તેમને શોક પણ વ્યક્ત કર્યો હતો. કન્નડ અભિનેતા અંબરીશના નિધન પર, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ તેમને રાજકીય સમ્માન આપવાનું એલાન કર્યું છે. અંબરીશનું શરીર બેંગ્લોરમાં રાજકુમાર મેમોરિયલ કાંટીરવા સ્ટુડિયોને આપવામાં આવશે, જ્યાં તેને સંપૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવશે, અને તેને અંતિમ વિદાય આપવામાં આવશે.

રાજ્ય સરકારે અંબરીશના નિધન પર ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે અને એવી કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ ન થવું જે લોકોને નુકશાન પહોંચાડે.

English summary
Kannada actor and former union minister Ambareesh passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X