For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 સ્ટાર હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વિના ફરાર થઇ અભિનેત્રી

કન્નડ અભિનેત્રી પૂજા ગાંધી હાલમાં ચર્ચામાં છે તેમના પર આરોપ છે કે તેઓ પોતાનું લાખો રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના હોટલથી ફરાર થઇ ગઈ.

|
Google Oneindia Gujarati News

કન્નડ અભિનેત્રી પૂજા ગાંધી હાલમાં ચર્ચામાં છે તેમના પર આરોપ છે કે તેઓ પોતાનું લાખો રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના હોટલથી ફરાર થઇ ગઈ. અભિનેત્રી સામે બેંગ્લોરના એક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર પૂજા બેંગ્લોરની 5 સ્ટાર હોટલ ધ લલિત અશોકમાં રહી હતી, પરંતુ તે તેનું લગભગ 4.5 લાખ રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના જ ત્યાંથી ચાલી ગઈ ત્યારે હોટલ મેનેજમેન્ટને જાણ થઇ કે પૂજાએ તેને દગો આપ્યો છે. તેમને પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી.

પોલીસ સ્ટેશને પહોંચીને 2 લાખ રૂપિયા ચૂકવ્યા

પોલીસ સ્ટેશને પહોંચીને 2 લાખ રૂપિયા ચૂકવ્યા

પોલીસે અધિકારીઓએ પૂજાને પોલીસ સ્ટેશને બોલાવી જ્યાં તેને આખા બિલમાંથી 2 લાખ રૂપિયા ચૂકવ્યા. કેટલીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂજાએ હોટલ મેનેજમેન્ટને વિનંતી કરી કે બાકીના પૈસા ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે. સૂત્રો અનુસાર હોટેલ મેનેજમેન્ટ ઘ્વારા તેને બાકીના પૈસા ચૂકવવા માટે થોડો સમય આપવામાં આવ્યો છે.

પહેલા પણ પૈસા અંગે વિવાદોમાં રહી ચુકી છે

પહેલા પણ પૈસા અંગે વિવાદોમાં રહી ચુકી છે

આ પહેલીવાર નથી આ પહેલા પણ પૂજા પૈસા અંગે વિવાદોમાં રહી ચુકી છે. વર્ષ 2011 દરમિયાન કિરણ નામના એક નિર્માતા સાથે રૂપિયાની લેવડ-દેવળ અંગે વિવાદ થયો હતો. ત્યારપછી બંનેએ એકબીજા સામે માનહાની અને ધમકીના કેસ નોંધાવ્યા હતા.

30 જેટલી કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે

30 જેટલી કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે

પૂજા ગાંધી વિશે વાત કરવામાં આવે તો વર્ષ 2002 દરમિયાન ફિલ્મ દુશ્મની ઘ્વારા તેને અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. તે લગભગ 30 જેટલી કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. વર્ષ 2012 દરમિયાન આવેલી ફિલ્મ ડંડુપલ્યા ઘ્વારા પૂજાના કામના વખાણ થયા હતા. આ ફિલ્મના અત્યારસુધીમાં ત્રણ પાર્ટ બની ચુક્યા છે. આ ફિલ્મનો ત્રીજો ભાગ ગયા વર્ષે 2018 દરમિયાન રિલીઝ થયો હતો.

English summary
Kannada actress Pooja Gandhi flees Bengaluru hotel without paying Rs 4.5 lakh in bills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X