For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર એનકાઉન્ટર કેસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો સાથી અમર દૂબે ઠાર મરાયો

યુપી એસટીએફે બુધવારે સવારે મોસ્ટવૉન્ટેડ ગેંગસ્ટર વિકાસ દૂબેના સાથી અમર દૂબેના ઠાર માર્યો છે.

|
Google Oneindia Gujarati News

યુપી એસટીએફે બુધવારે સવારે મોસ્ટવૉન્ટેડ ગેંગસ્ટર વિકાસ દૂબેના સાથી અમર દૂબેના ઠાર માર્યો છે. હમીરપુરના મોદાહામાં પોલિસ અને અમર દૂબે વચ્ચે એનકાઉન્ટર થયુ જેમાં પોલિસે અમર દૂબેને ઠાર મારી દીધો. મળતી માહિતી મુજબ આજે સવારે સાડા છ વાગે આ એનકાઉન્ટર કરવામાં આવ્યુ. અમર દૂબે,, વિકાસનો જમણો હાથ ગણાતો હતો. અને ચોબેપુરના વિકરુ ગામમાં થયેલા શૂટઆઉટમાં શામેલ હતો. તેના પર 25 હજારનુ ઈનામ પણ ઘોષિત હતુ.

વિકાસ દૂબે ભાગવામાં સફળ

વિકાસ દૂબે ભાગવામાં સફળ

તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે વિકાસ દૂબે પોતાના સાથીઓ સાથે ફરીદાબાદમાં બડખલ ચોક સ્થિત એક હોટલમાં છૂપાયો છે ત્યારબાદ ફરીદાબાદ પોલિસે હોટલ પર રેડ પાડી. હથિયારધારી પોલિસે ટીમે હોટલને ચારે તરફથી ઘેરી લીધી પરંતુ વિકાસ દૂબે ત્યાં ન મળ્યો. પોલિસે વિકાસના એક ખાસ સાથીને પકડી લીધો. સૂત્રોની માનીએ તો પકડાયેલ વ્યક્તિએ પોલિસને જણાવ્યુ કે વિકાસ દૂબે ત્યાં હાજર હતો પરંતુ તે ભાગવામાં સફળ થઈ ગયો.

આઠ પોલિસકર્મી શહીદ

આઠ પોલિસકર્મી શહીદ

તમને જણાવી દઈએ કે કાનપુરના ચૌબેપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના વિકરુ ગામમાં કુખ્યાત ગુનેગાર વિકાસ દૂબે અને તેના સાથીઓ સાથે એનકાઉન્ટરમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્ર સહિત આઠ પોલિસકર્મી શહીદ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે વિકાસ દૂબે એ જ ગુનેગાર છે જેણે 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવેલ સંતો શુક્લાની પોલિસ સ્ટેશનમાં ઘૂસીને હત્યા કરી હતી. વિકાસ દૂબે સામે 60થી વધુ કેસ છે.

આ પોલિસકર્મી થયા શહીદ

આ પોલિસકર્મી થયા શહીદ

ડીસીપી દેવેન્દ્ર મિશ્ર
એસઆઈ અનૂપ કુમાર સિંહ
એસઆઈ નેવુલાલ
એસઓ મહેશચંદ્ર યાદવ
કૉન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કૉન્સ્ટેબલ રાહુલ
કૉન્સ્ટેબલ જિતેન્દ્ર અને કૉન્સ્ટેબલ બબલૂ

જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3

English summary
Kanpur encounter case: Amar Dubey, close aide of history-sheeter Vikas Dubey killed in an encounter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X