For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંવડ યાત્રા: હરિદ્વારમાં એક અઠવાડિયા માટે તમામ શાળાઓ- કોલેજો બંધ, ભારે વાહનોના પ્રવેશ પર રોક

15 દિવસ સુધી ચાલતા કાંવડ મેળાને કારણે ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાના વહીવટીતંત્રએ 3 થી 9 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હરિદ્વાર: 15 દિવસ સુધી ચાલતા કાંવડ મેળાને કારણે ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાના વહીવટીતંત્રએ 3 થી 9 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિડકુલ ઔદ્યોગિક વિસ્તારમાં માલ સપ્લાઈના કામ પણ 15 દિવસ માટે બંધ કરવામાં આવશે. કાંવડ યાત્રા દરમિયાન થનારી ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

3 થી 9 ઓગસ્ટ સુધી સ્કૂલ-કોલેજ બંધ

3 થી 9 ઓગસ્ટ સુધી સ્કૂલ-કોલેજ બંધ

ત્યાં, ઉત્તરાખંડમાં અપૂર્ણ તૈયારીઓ વચ્ચે કાંવડીયોનું આવવાનું શરૂ થઇ ગયું છે. હરિદ્વાર અને ઋષિકેશ કાંવડીયોનું મોટી સંખ્યામાં આવવાનું શરૂ થઇ ગયું છે. તે હરિદ્વાર અને ઋષિકેશમાં વહીવટીતંત્રએ કરેલા દાવા પછી પણ રસ્તાઓ ખાડાઓ મુક્ત થઇ શક્યા નથી અને કાંવડ યાત્રા શરૂ થઇ ગઈ છે. આ વિસ્તારોમાં શ્રાવણ મહિનામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હરિદ્વાર અને ઋષિકેશમાં રસ્તાઓ ખાડા મુક્ત ન થઇ શક્યા

હરિદ્વાર અને ઋષિકેશમાં રસ્તાઓ ખાડા મુક્ત ન થઇ શક્યા

કાંવડ યાત્રા દરમિયાન રસ્તાઓની સ્થિતિ બતાવી રહી છે કે બેઠકોનું કોઈ પરિણામ નથી મળ્યું. સભાઓની ઘણી બેઠકો થઇ હોવા છતાં હરિદ્વાર અને ઋષિકેશના રસ્તાઓ ખાડા મુક્ત થઈ શક્યા નથી. હરિદ્વારમાં કાંવડ યાત્રાની શરૂઆત પછી પણ નહેર ટ્રેક દરેક જગ્યાએ તૂટેલી પડી છે, જ્યારે ટ્રેક પર ખાડાના કારણે કાદવ સંગ્રહિત થઇ રહ્યું છે. મુઝફ્ફરનગરથી હરિદ્વાર અને ઋષિકેશથી જતા હાઇવે પણ ખરાબ છે.

મેરઠમાં પણ સ્કૂલ બંધ

મેરઠમાં પણ સ્કૂલ બંધ

શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ કાંવડ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ બાબતે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં વહીવટતંત્ર તૈયારીઓમાં રોકાયેલ છે. જયારે મેરઠમાં જિલ્લા વહીવટીતંત્રએ 3 ઓગસ્ટના રોજ તમામ શાળાઓ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે કાંવડ યાત્રાને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે.

English summary
kanwar yatra 2018: meerut schools closed, incomplete arrangement in haridwar and rishikesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X