વીડિયો: કાવડ યાત્રામાં દારૂના પેગ બનાવી રહ્યા છે કાવડિયા

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળ લઈને પગપાળા યાત્રા કરે છે. કાવડિયાઓ માટે રોકાવવા માટે અને ખાવાની વ્યવસ્થા સરકાર અને ત્યાંના લોકો કરે છે.

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળ લઈને પગપાળા યાત્રા કરે છે. કાવડિયાઓ માટે રોકાવવા માટે અને ખાવાની વ્યવસ્થા સરકાર અને ત્યાંના લોકો કરે છે. પરંતુ શિવભક્તિના નામે કેટલાક કાવડિયાઓ ઘ્વારા આ યાત્રાને શર્મસાર કરી છે. ખરેખર ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં કાવડિયાઓની ફોટો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ દારૂ પી રહ્યા છે. આ ફોટો સામે આવ્યા પછી કાવડિયાઓ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ વહીવટી તંત્રનું કહેવું છે કે કાવડિયાઓ પ્રતિબંધિત જગ્યાએ દારૂ પી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

video viral

હાપુડ જિલ્લામાં કાવડિયાઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે બધા જ કાવડિયાઓ મુક્તેશ્વર ઘાટ પર દારૂ પી રહ્યા છે. વીડિયો સામે આવ્યા પછી, એએસપી સર્વેશ મિશ્રાએ કહ્યું કે કાવડિયાઓ પ્રતિબંધિત વિસ્તારમાં દારૂ પી રહ્યા છે, તે ગેરકાયદેસર છે. જેની ઓળખ થઈ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે જણાવી દઇએ કે, અગાઉ પણ નશાની હાલતમાં કાવડ યાત્રા કરતા કાવડિયાઓની તસવીરો સામે આવી હતી. એટલું જ નહીં પરંતુ કેટલાક કાવડિયાઓની ચરસ, ગાંજો પીવાની ખબર પણ બહાર આવી હતી.

જણાવી દઈએ કે દર વર્ષે શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા નીકળે છે, જેમાં બધા જ ભક્તો ગંગાજળ લઈને મહાશિવરાત્રીના અવસરે પોતાના શહેરમાં ભગવાન શિવનો જળાભિષેક કરે છે. સરકારી આંકડા વિશે વાત કરીએ તો, 15 કરોડ લોકો કાવડ યાત્રા પર નીકળે છે. પરંતુ આ વખતે આ યાત્રા પર લગભગ ચાર કરોડના રેકોર્ડ બહાર આવ્યો છે. કાવડ યાત્રાને જોતા, દિલ્હી દહેરાદૂન હાઇવે 30 જુલાઈના રોજ બંધ રહ્યો હતો. કાવડિયોના સ્વાગત માટે લોકોએ જગ્યા જગ્યા પર સ્ટોલ લગાવ્યા હતા અને તેમના માટે આરામ કરવાની વ્યવસ્થા પણ કરી હતી.

આ પણ વાંચો: NMC બિલના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર આજે હડતાળ પર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X