ધરણા પર બેઠેલા કપિલ મિશ્રા પર AAP કાર્યકર્તાએ કર્યો હુમલો

Written By:
Subscribe to Oneindia News

ધરણાં પર બેઠેલા દિલ્હી ના પૂર્વ જળ મંત્રી કપિલ મિશ્રા પર હુમલો થયો છે. કપિલ મિશ્રા પોતાના ઘરની બહાર જ ધરણા ધરવા બેઠા હતા. ઉપલબ્ધ જાણકારી અનુસાર, અંકિત ભારદ્વાજ નામના વ્યક્તિએ કપિલ પર હુમલો કર્યો હતો. જ્યારે પત્રકારોએ અંકિતને પાસે તેની ઓળખાણ માંગી તો તેણે કહ્યું કે, હું આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા છું. અંકિતે કપિલ મિશ્રાને તમાચો મારવાનો પ્રયત્ન કર્યો હતો.

kapil mishra

અંકિતને પૂછવામાં આવ્યું કે, તેને કોણે મોકલ્યો છે, તો એણે જવાબ આપ્યો કે મને કોઇએ નથી મોકલ્યો. અંકિતે કહ્યું કે, તે કપિલ મિશ્રાની પાર્ટી વિરોધી ગતિવિધિઓથી નારાજ હતો, આથી તેણે આ હુમલો કર્યો. હાલ પોલીસે અંકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ હુમલા અંગે કપિલ મિશ્રાએ કહ્યું કે, મારી પર થેયલ આ હુમલા અંગે હું કશું કહેવા નથી માંગતો. પરંતુ જો મારો કોઇ સાથી એ વ્યક્તિને મારશે તો હું પાણી પીવાનું છોડી દઇશ.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ લાંચ લેવાના તથા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુક્યા છે. હાલ તેઓ આપ પાર્ટીની નેતાઓની વિદેશ યાત્રાઓની જાણકારી સાર્વજનિક કરવાની માંગ માટે ધરણા કરી રહ્યાં છે.

પોતાના ઘરની ધરણા પર બેઠેલા કપિલ મિશ્રાએ આપ પાર્ટીના પાંચ નેતાઓ સંજય સિંહ, આશીષ ખેતાન, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચડ્ઢા અને દુર્ગેશ પાઠકની વિદેશ યાત્રાઓની તમામ જાણકારીઓ સાર્વજનિક કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ ધરણા નહીં, સત્યાગ્રહ છે. કેજરીવાલ જ્યાં સુધી આ યાત્રાઓની જાણકારી સાર્વજનિક ન કરે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાલ કરશે અને માત્ર પાણી પીશે.

English summary
Delhi: Kapil Mishra who is sitting on a Satyagraha attacked by a person named Ankit Bhardwaj.
Please Wait while comments are loading...